________________
४७७
ચતુર્થદ્વાર-પ્રશ્નોત્તરી અનંતાનુબંધીનો ઉદય કેમ ન હોય?
ઉત્તર–વિવક્ષિત કર્મદલિકનો જે સમયથી જે પ્રકૃતિમાં સંક્રમ થવાની શરૂઆત થાય એટલે કે બધ્યમાન પ્રકૃતિરૂપે પરિણામ પામવાની શરૂઆત થાય તે સમયથી આરંભી એક આવલિકા સુધીનો કાળ તે સંક્રમાવલિકા કહેવાય છે અને તે સંક્રમાવલિકામાં કોઈ પણ કરણ લાગી શકતું નથી તેમજ તેનો ઉદય પણ થઈ શકતો નથી, સંક્રમાવલિકા વીત્યા બાદ જ ઉદય થાય છે માટે જ મિથ્યાષ્ટિને સંક્રમાવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય ન હોય.
પ્રશ્ન-૫. કોઈપણ જીવ ચોથું ગુણસ્થાનક લઈને ક્યા વેદ ઉત્પન્ન ન થાય?
ઉત્તર-ચોથું ગુણસ્થાનક લઈને કોઈ પણ જીવ મોટા ભાગે દેવ આદિ ત્રણે ગતિમાં સ્ત્રીપણે ઉત્પન્ન થતો નથી, પરંતુ મનુષ્યગતિમાં મલ્લિનાથ, બ્રાહ્મી, સુંદરી રાજીમતી વગેરે કેટલાક આત્માઓ સ્ત્રીપણે ઉત્પન્ન થયા છે. તે રીતે ક્વચિત્ દેવભવમાં પણ સ્ત્રીપણે ઉત્પન્ન થાય છે. તેમજ ચોથું ગુણસ્થાનક લઈને મનુષ્ય કે તિર્યંચમાં નપુંસકપણે પણ કોઈ ઉત્પન્ન થતા નથી.
પ્રશ્ન-૬. સાસ્વાદન ગુણસ્થાનક લઈને જીવ કઈ ગતિમાં ન જાય ?
ઉત્તર–સાસ્વાદન ગુણસ્થાનક લઈને જીવ નરકગતિમાં જતો નથી તેથી જ સાસ્વાદન ગુણઠાણે નપુંસકવેદીને વૈક્રિયમિશ્ર કાયયોગ ગ્રહણ કરેલ નથી.
પ્રશ્ન–૭. અનંતાનુબંધીના ઉદય વિનાના મિથ્યાષ્ટિને તેર યોગમાંથી કેટલા યોગ ઘટે ? અને તેનું કારણ શું? - ઉત્તર–પ્રથમ ગુણસ્થાને સંભવતા તેર યોગોમાંથી વિગ્રહગતિ અને અપર્યાપ્તાવસ્થામાં જ સંભવતા કાર્મણ, ઔદારિકમિશ્ર તથા વૈક્રિયમિશ્ર આ ત્રણ યોગ ઘટતા નથી. કારણ કે અનંતાનુબંધીના ઉદય વિનાનો મિથ્યાત્વી કાળ કરતો નથી માટે તે જીવને શેષ દશ યોગો ઘટે છે.
પ્રશ્ન-૮. પહેલે ગુણસ્થાનકે વૈક્રિયલબ્ધિ ફોરવતાં અનંતાનુબંધીના ઉદય વિનાના જીવને વૈક્રિયશરીરના પ્રારંભ વખતે વૈક્રિયમિશ્ર કેમ ન ઘટે ?
ઉત્તર–માત્ર એક આવલિકા કાળ હોવાથી તે વખતે લબ્ધિ ફોરવતો નહિ હોય અથવા ઉત્તરવૈક્રિયની વિવફા ન કરી હોય એમ લાગે છે. વિશેષ તો જ્ઞાનિ-ગમ્ય.
પ્રશ્ન–૯. એક જીવને એકીસાથે બાવીસમાંથી વધુમાં વધુ કેટલા પરિષદો સંભવે ? અને ન સંભવે તેનું કારણ શું ?
ઉત્તર–શીત અને ઉષ્ણ એ બે તેમજ ચર્યા તથા નિષઘા એ બે પરિષહો પરસ્પર વિરોધી હોવાથી આ ચારમાંથી ગમે તે વિરોધી બે પરિષહો ન ઘટે, માટે શેષ વીસ પરિષહો એકીસાથે સંભવી શકે અને કેટલાકના મતે ચર્યા, નિષદ્યા તથા શયા એ ત્રણે પરસ્પર વિરોધી હોવાથી આ ત્રણમાંથી પણ કોઈપણ એક સમયે એક જ હોય—માટે એકીસાથે ઓગણીસ પરિષહો ઘટી શકે, જુઓ તત્ત્વાર્થાધિગમ અ. ૯ સૂત્ર. ૧૭.