Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ ચતુર્થદ્વાર–પ્રશ્નોત્તરી
પ્રશ્ન–૧. આ દ્વારની પ્રથમ ગાથામાં સામાન્યથી મિથ્યાત્વાદિ ચાર બંધહેતુઓ કહ્યા અને આ જ દ્વારની વીસમી ગાથામાં તેમજ સંયમ કર્મગ્રંથ ગાથા ૯૫માં પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગથી અને સ્થિતિબંધ તથા રસબંધ કષાયથી થાય છે એમ જણાવેલ છે, જ્યારે શ્રી તત્ત્વાર્થાધિગમ અ. ૮. સૂત્ર ૧માં આ ચાર હેતુઓ ઉપરાંત પ્રમાદને પણ હેતુ તરીકે ગણાવેલ છે તો આ ભિન્નતાનું કારણ શું?
ઉત્તર–મિથ્યાત્વ અને અવિરતિ પણ એક પ્રકારના તીવ્ર કષાયો જ છે અને તેથી જ અનંતાનુબંધી કષાય ચારિત્ર મોહનીયની પ્રકૃતિ હોવા છતાં તેને દર્શન સપ્તકમાં ગણેલ છે. એટલે મિથ્યાત્વ તથા અવિરતિનો કષાયમાં અંતર્ભાવ કરી અહીં ગા. ૨૦માં તેમજ પંચમ કર્મગ્રંથમાં બે જ હેતુઓ કહ્યા છે અને બાળજીવોને સમજાવવા માટે આ દ્વારની પ્રથમ ગાથામાં મિથ્યાત્વ તથા અવિરતિને અલગ બતાવી સામાન્યથી ચાર હેતુઓ કહ્યા છે. વળી પ્રમાદ પણ એક પ્રકારનો કષાય જ હોવાથી તેને અહીં અલગ બતાવેલ નથી. જયારે નયવાદની અપેક્ષાએ બાળજીવોને સમજાવવા માટે પ્રમાદને અલગ ગણી તત્ત્વાર્થધિગમ સૂત્રમાં પાંચ હેતુઓ કહ્યા છે. તેથી અહીં પરમાર્થથી કંઈ વિરોધ નથી.
પ્રશ્ન-૨. એક જીવ એકીસાથે પાંચ અથવા છ કાયની હિંસા કેવી રીતે કરે ? તે દિષ્ટાન્ન આપી સમજાવો.
ઉત્તર–રસોઈ કરતી વખતે લીલાં શાક આદિ બનાવતાં પાંચ અથવા છએ કાયનો વધ સંભવી શકે છે તે આ પ્રમાણે–સળગતી સગડી કે ચૂલા આદિથી અગ્નિકાય, તેને સળગાવવા પંખા આદિથી હવા નાંખતાં વાયુકાય, કાચા પાણીમાં લીલું શાક આદિ બનાવવામાં અપ્લાય અને વનસ્પતિકાય, મીઠું અને તેના જેવા પદાર્થમાં પૃથ્વીકાય તેમજ ચોમાસા આદિમાં કુંથુઆ આદિ અતિબારીક ત્રસજીવો વધુ પ્રમાણમાં હોવાથી તે પણ સળગતી સગડી આદિમાં પડે તેથી ત્રસકાય એમ છયે કાયની હિંસા એકીસાથે સંભવી શકે છે. તે જ પ્રમાણે હોકો, ચલમ આદિના વપરાશમાં પણ છે કાયની હિંસા શાસ્ત્રમાં જણાવેલ છે.
પ્રશ્ન-૩. કયા કયા જીવને કયું મિથ્યાત્વ હોય?
ઉત્તર–બૌદ્ધાદિ અન્ય દર્શનકારોને અભિગૃહીત, જમાલી આદિ નિદ્વવોને અથવા તેવા કદાગ્રહી જીવોને આભિનિવેશિક, સંયમ સ્વીકાર્યા પહેલાં ઇન્દ્રભૂતિ આદિ ગણધરોને કે તેવા પ્રકારના સંશયવાળા અન્ય જીવોને સાંશયિક, કોઈ પણ ધર્મના આગ્રહ વિનાના–સર્વ ધર્મને સમાન માનનારા–જીવોને અનભિગૃહીત અને એકેન્દ્રિયાદિ જીવોને અનાભોગ મિથ્યાત્વ હોય છે. બીજી રીતે અભવ્યોને અનભિગૃહીત અને અનાભોગ અને ભવ્યોને પાંચ મિથ્યાત્વ સંભવી શકે છે.
પ્રશ્ન–૪. સંક્રમાવલિકા એટલે શું? અને તેટલા કાળ સુધી મિથ્યાત્વ ગુણસ્થાને