________________
૪૬૮
પંચસંગ્રહ-૧ આ દરેક જીવોને વિરતિ ન હોવાથી તેમજ આ એક કાયનો વધ કરું કે બે કાયનો વધ કરું એવા સંકલ્પ રૂપ મનનો પણ અભાવ હોવાથી સામાન્યથી સર્વદા છએ કાયના વધ રૂપ એક જ ભાંગો હોય છે.
અહીં સર્વત્ર અપર્યાપ્ત એટલે લબ્ધિ પર્યાપ્ત રૂપ કરણ અપર્યાપ્ત સમજવા. અને તેથી જ બાદર અપર્યાપ્ત વગેરે પાંચ અપર્યાપ્તામાં મિથ્યાત્વ અને સાસ્વાદન એમ બે ગુણસ્થાનક કહ્યાં છે. તેમજ સંજ્ઞી-અપર્યાપ્તમાં પહેલું, બીજું તથા ચોથું એમ ત્રણ ગુણસ્થાનકો કહેલ છે.
અહીં સ્વોપજ્ઞટીકામાં દરેક જીવભેદોને ત્રણ વેદનો ઉદય માની ભાંગા કહ્યા છે. એથી વેદની જગ્યાએ ત્રણનો અંક મૂક્યો છે. પરંતુ અન્ય ગ્રંથોમાં ચઉરિન્દ્રિય સુધીના જીવોને માત્ર નપુંસકવેદનો જ ઉદય કહેલ છે. અહીં પણ એ જ પ્રમાણે વિચાર કર્યો છે. તેથી ચઉરિન્દ્રિય સુધીના ભાંગાઓ ગણવાના હોય ત્યારે વેદના સ્થાને એકનો જ અંક મૂકવો. પરમાર્થથી તો અસંશી-પંચેન્દ્રિય પણ નપુંસકવેદી જ હોય છે. પરંતુ બાહ્ય આકારની દૃષ્ટિએ તે ત્રણે વેદવાણા હોય છે. માટે અહીં અસંશીના ભંગ વિચારમાં વેદના સ્થાને ત્રણ અંક મૂકવો.
અહીં શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત જીવોને ઔદારિક કાયયોગ અને દેવનારકોને વૈક્રિય કાયયોગ કહેલ છે તેથી અન્ય આચાર્યોનો મત ગ્રહણ કર્યો હોય તેમ લાગે છે. અને તેથી જ સંજ્ઞી-અપર્યાપ્તને પહેલા તથા ચોથા ગુણસ્થાનકે કાર્મણ, ઔદારિકદ્ધિક તેમજ વૈક્રિયદ્ધિક એમ પાંચ યોગ અને શેષ અપર્યાપ્ત જીવસ્થાનકોમાં મિથ્યાત્વ ગુણસ્થાને કાશ્મણ તથા ઔદારિકહિક એમ ત્રણ યોગો કહ્યા છે. જ્યારે આ દરેક જીવસ્થાનકોમાં સાસ્વાદન ગુણસ્થાનક શરૂઆતના માત્ર છ આવલિકા પ્રમાણ કાળ સુધી જ હોઈ શકે છે અને કાયયોગ શરીર-પર્યાપ્તિ પૂર્ણ થયા પછી આવે છે માટે સાસ્વાદન ગુણસ્થાનકે સંજ્ઞી-અપર્યાપ્તને ત્રણ અને શેષ અપર્યાપ્તાઓને બે યોગો કહ્યા છે.
ઇન્દ્રિયોના અસંયમના સ્થાને પંચેન્દ્રિયોને પાંચ, ચઉરિન્દ્રિયોને ચાર, તેઈન્દ્રિયોને ત્રણ, બેઇન્દ્રિયોને બે અને એકેન્દ્રિયોને એકઈન્દ્રિય હોય છે માટે તે તે સ્થાને છે તે અંક સંખ્યા મૂકવી.
બેઇન્દ્રિયાદિ સઘળા પર્યાપ્તાઓને ઔદારિક કાય અને અસત્યામૃષા એ બે, બાદર પર્યાપ્તા એકેન્દ્રિયને ઔદારિક કાય તથા વૈક્રિયદ્ધિક એમ ત્રણ તેમજ સૂક્ષ્મ પર્યાપ્ત એકન્દ્રિયને માત્ર ઔદારિક કાયયોગ જ હોય છે. માટે યોગના સ્થાને તે તે જીવોને તેટલી અંક સંખ્યા મૂકવી.
સામાન્યથી સંજ્ઞી–અપર્યાપ્તને ચૌદથી અઢાર બંધહેતુઓ હોય છે અને વિશેષથી વિચાર કરતાં પહેલા ગુણસ્થાનકે સોળથી અઢાર બંધહેતુઓ હોય છે, તે આ પ્રમાણે–ત્રણ વેદમાંથી એક વેદ, પાંચમાંથી એક યોગ, બેમાંથી એક યુગલ, પાંચમાંથી એક ઇન્દ્રિયનો અસંયમ, અનંતાનુબંધી આદિ ચાર કષાયમાંથી ક્રોધાદિ ચાર, અનાભોગ મિથ્યાત્વ અને છ કાયનો વધ આ સોળ બંધહેતુ જઘન્યથી હોય છે. તેની ભંગ સંખ્યા લાવવા અંકોની સ્થાપના કરવી. સ્થાપના – વેદ યોગ યુગલ ઇન્દ્રિયનો અસંયમ કષાય મિથ્યાત્વ છ કાયવધ. સ્થાપન કરેલ આ અંકોનો અનુક્રમે ગુણાકાર કરવાથી છસો ભાંગા થાય, તેમાં ભય અથવા જુગુપ્સા