Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૭૩
ચતુર્થદ્વાર-સારસંગ્રહ
તૃષાને સહન કરવી તે પિપાસાપરિષહજય.
અત્યંત ગરમીમાં તડકામાં વિહારાદિ કરવાથી અને અતિઉષ્ણ વાયુથી તાળવું અને કંઠ સુકાતાં હોય છતાં પાણીમાં પડવાની કે નાહવા આદિની ઇચ્છા ન કરતાં, તેમજ તે ગરમીને દૂર કરવાના કોઈપણ ઉપાયો ન ચિંતવતાં ગરમીને સમ્યક્ પ્રકારે સહન કરવી તે ઉષ્ણપરિષહજય.
મહા મહિનાની અત્યંત ઠંડીમાં સવારમાં વિહારાદિ કરવાના કારણે શરીરના અવયવો પણ સ્તબ્ધ થઈ જતા હોય છતાં ઠંડીને દૂર કરવા માટે અગ્નિની કે ગૃહસ્થની જેમ ગરમ કપડાં આદિ પહેરવાની ઇચ્છા ન કરતાં ઠંડીની પીડાને સમ્યક્ પ્રકારે સહન કરવી તે શીતપરિષહજય .
ઊંચી, નીચી જમીન ઉપર અથવા કાંકરા આદિથી વ્યાપ્ત એવી ભૂમિ ઉપર શયન કરવા છતાં ખેદને ન કરતાં તેનાથી થતી પીડાને સમભાવે સહન કરવી તે શય્યાપરિષહવિજય.
શરીરમાં ગમે તેટલા રોગો થાય તોપણ ચારિત્રમાં ન કલ્પે તેવાં ઔષધાદિ દ્વારા રોગોને અટકાવવાનો વિચાર પણ ન કરતાં કલ્પી શકે તેવાં ઔષધો દ્વારા રોગ દૂર થાય તો ઠીક છે. અન્યથા પૂર્વકૃત કર્મ ખપાવવાનો સુંદર અવસર છે એમ સમજી રોગોને સમભાવે સહન કરવા તે રોગપરિષવિજય.
તલવાર, મુગર આદિથી કોઈ મારવા આવે તોપણ તેના ઉપર લેશમાત્ર પણ દ્વેષ ન કરતાં મારા પૂર્વકૃત કર્મનું જ આ ફળ છે, આ તો બિચારો નિમિત્ત માત્ર છે, અથવા તો આ તો આત્માથી પર એવાં શરીરાદિને જ હણે છે, પરંતુ મારા આત્માના જ્ઞાનાદિક પ્રાણો હણી શકતો નથી. એમ વિચારી વધથી થતી પીડાને સમભાવે સહન કરવી તે વધપરિષહજય.
શરીર ઉપર ઘણો મેલ થવા છતાં પૂર્વે અનુભવેલ મેલ દૂર કરવાનાં સાધનોને સેવવાની ઇચ્છા પણ ન કરતાં આખું શરીર અશુચિમાંથી ઉત્પન્ન થયેલ છે અને અશુચિમય જ છે એમ વિચારી મળથી થતી પીડાને સહન કરવી તે મળ પરિષષ વિજય છે.
સઘન પાથરેલ દદિ ઘાસ ઉપર સંથારો અને ઉત્તરપટ્ટો પાથરીને અગર જેના સંથારાદિ ચોરાઈ ગયા હોય કે ફાટી ગયા હોય તેઓ પાથર્યા વિના પણ શયન કરતાં ઘાસના અગ્રભાગાદિથી પીડા પામવા છતાં તેને દૂર કરવાની કે સુંદર શય્યા પાથરવાની ઇચ્છા ન કરતાં તે પીડાને સમભાવે સહન કરે તે તૃણસ્પર્શપરિષહવિજય.
શાસ્ત્રોક્ત વિધિ મુજબ નવ કલ્પાદિ વિહાર કરતાં પગમાં કાંટા-કાંકરાદિ લાગવા છતાં અને ઠંડીમાં પગમાં પગ ઠરી જવા છતાં પૂર્વે ગૃહસ્થપણામાં ઉપયોગ કરેલ વાહન કે જોડાં આદિની મનથી પણ ઇચ્છા ન કરતાં તેનાથી થતી પીડાને સમભાવે સહન કરવી તે ચર્ચાપરિષહવિજય.
શરીરને ઉપદ્રવ કરનાર ડાંશ, મચ્છર, માંકડ, કીડી, વિષ્ણુ આદિ ક્ષુદ્ર જંતુઓથી પીડા પામવા છતાં પણ તે સ્થાનથી અન્ય સ્થાને જવાની અગર પંખા આદિથી તે જંતુઓને દૂર કરવાની મનથી પણ ઇચ્છા ન કરવી અને તેનાથી થતા દુઃખને સમભાવે સહન કરવું તે દંશપરિષહવિજય.
પંચ ૧-૬૦