________________
૪૭૨
પંચસંગ્રહ-૧ યોગ મુખ્ય હેતુ છે.
તીર્થકર અને આહારકદ્વિકના બંધમાં કેવળ કષાય કારણ નથી પરંતુ સમ્યક્ત અને અપ્રમત્તચારિત્રવિશિષ્ટ તથા પ્રકારના પ્રતિનિયત કષાયવિશેષો જ કારણ છે. વળી જિનનામના કારણભૂત તેવા કષાયવિશેષો ચોથાથી અને આહારકટ્રિકના કારણભૂત કષાયવિશેષો અપ્રમત્તથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી જ ઘટી શકે છે.
અનાદિ અનંત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખોથી અત્યંત પીડાતાં પ્રાણીઓને જોઈને પરોપકારી, પરાર્થવ્યસની એવા જે મહાત્માઓ પ્રવચન વડે એ સમસ્ત જીવોનો ઉદ્ધાર કરવાની ભાવના ભાવે અને તેવા પ્રકારનો પુરુષાર્થ પણ કરે તે મહાત્માઓ તીર્થકર નામકર્મનો બંધ કરે છે. પોતાનાં જ કુટુંબીઓને તારવાની ભાવનાપૂર્વકનો જેઓ પ્રયત્ન કરે છે તે મહાત્માઓ ગણધર લબ્ધિ પ્રાપ્ત કરે છે અને જેઓ પોતાનું જ કલ્યાણ કરવાનો વિચાર અને પ્રયત્ન કરે તે મુંડકેવલી થાય છે.
આ હેતુઓથી ચાર પ્રકારે બંધ થાય છે. તેમાં પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી તેમજ સ્થિતિ તથા રસબંધ કષાયથી થાય છે. તેમાં સ્થિતિબંધ કેવળ કષાયથી અને રસબંધ લેગ્યાસહકૃત કષાયથી થાય છે. અહીં મિથ્યાત્વ તથા અવિરતિ બંધહેતુને કષાયની અન્તર્ગત ગણી માત્ર બે હેતુનું જ મુખ્યત્વે કથન છે.
બંધાયેલાં કર્મોનો ઉદય થવાથી મહાન ત્યાગી એવા મુનિઓને પણ પરિષહો પ્રાપ્ત થાય. છે. તે પરિષહો મુખ્યપણે બાવીસ છે. તેમાં વેદનીય કર્મના ઉદયથી સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ-મશક, ચર્યા, શયા, રોગ, વધ, તૃણસ્પર્શ અને મલ આ અગિયાર પરિષદો પ્રાપ્ત થાય છે અને તે તેરમા ગુણસ્થાનક સુધી હોય છે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોતે છતે પ્રજ્ઞા અને અજ્ઞાન તથા લાભાન્તરાય કર્મના ઉદયથી અલાભ પરિષહ આવે છે. આ ત્રણે પરિષહો બારમા ગુણસ્થાનક સુધી હોય છે. દર્શન મોહનીયના ઉદયથી દર્શન અને ચારિત્ર મોહનીયના ઉદયથી નિષદ્યા, યાચના, આક્રોશ, અરતિ, સ્ત્રી, નગ્નતા અને સત્કાર એ સાત એમ કુલ આ આઠ પરિષહો નવમા ગુણસ્થાનક સુધી હોય છે.
કર્મના ઉદયથી આ પરિષહો પ્રાપ્ત થાય ત્યારે તે તે પરિષહોને દૂર કરવા માટે દોષોના સેવન દ્વારા ચારિત્રને મલિન કરવાની ઈચ્છા ન કરતાં ચારિત્રમાર્ગમાં સ્થિર રહેવા માટે અને કર્મના ક્ષય માટે પ્રવચનમાં કહેલ વિધિ મુજબ આ રીતે તે તે પરિષદો ઉપર વિજય મેળવવો જોઈએ.
અત્યંત તપસ્વી હોય, સુધા પ્રબળ લાગી હોય, છતાં શુદ્ધ આહાર ન મળે અથવા અલ્પ આહાર મળે તોપણ અનેષણીય આહારને ગ્રહણ કરવાની લેશમાત્ર માત્ર પણ ઈચ્છા ન કરતાં, સ્વાધ્યાયાદિ આવશ્યક ક્રિયાઓમાં જરા પણ પ્રમાદ ન સેવતાં “આહાર ન મળવાથી અનિચ્છાએ પણ તપનો લાભ થયો' એમ વિચારી ભૂખની પીડાને સમભાવે સહન કરવી તે સુધાપરિષહવિજય.
એ જ પ્રમાણે અત્યંત તૃષા લાગવા છતાં પણ દોષિત પાણી વાપરવાની ઇચ્છા ન કરતાં