Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ચતુર્થદ્વાર-સારસંગ્રહ
૪૬૯
ઉમેરવાથી બે રીતે સત્તર બંધહેતુ અને ભય તથા જુગુપ્સા એમ બન્ને ઉમેરતાં ઉત્કૃષ્ટથી અઢાર બંધહેતુ થાય. આ દરેકના પણ પૂર્વોક્ત રીતે છસો-છસો ભાંગા થાય એમ પ્રથમ ગુણસ્થાનકે કુલ ચોવીસો (૨૪૦૦) ભાંગા થાય.
સાસ્વાદન ગુણસ્થાનકે મિથ્યાત્વનો અભાવ હોવાથી મિથ્યાત્વ ગુણસ્થાનકે બતાવેલ સોળ હેતુમાંથી શેષ પંદર બંધહેતુઓ જઘન્યથી હોય. અહીં યોગ ત્રણ હોવાથી પ્રથમ ત્રણ વેદને ત્રણ યોગે ગુણતાં નવ, તેમાંથી નપુંસકવેદીને વૈક્રિયમિશ્ર કાયયોગ ન હોવાથી શેષ આઠ, તેને બે યુગલે ગુણતાં સોળ, તેને પાંચ ઇન્દ્રિયના અસંયમે ગુણતાં એશી. તેને ચાર કષાયે ગુણતાં ત્રણસો વીસ ભાંગા થાય, તે પંદરમાં ભય અથવા જુગુપ્સા ઉમેરતાં બે રીતે સોળ હેતુ થાય અને ભયજુગુપ્સા એ બન્ને ઉમેરતાં સત્તર બંધહેતુ થાય. આ દરેકના પણ ત્રણસો વીસ-ત્રણસો વીસ ભાંગા થાય, એમ સાસ્વાદને કુલ બારસો એંશી (૧૨૮૦) ભાંગા થાય.
ચોથા ગુણસ્થાનકે પૂર્વોક્ત પંદરમાંથી અનંતાનુબંધી વિનાના શેષ ચૌદ બંધહેતુ જઘન્યથી હોય. ત્યાં પ્રથમ ત્રણ વેદને પાંચ યોગે ગુણતાં પંદર થાય, તેમાંથી સ્ત્રીવેદીને કાર્મણ,
ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્ર અને નપુંસકવેદીને ઔદારિકમિશ્ર ન હોવાથી આ ચાર બાદ કરતાં શેષ અગિયાર રહે, તેને બે યુગલે ગુણતાં બાવીસ, તેને પાંચ ઇન્દ્રિયના અસંયમે ગુણતાં એકસો દશ, તેને ચાર કષાયે ગુણતાં ચારસો ચાળીસ ભાંગા થાય, તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરતાં બે રીતે પંદર હેતુ થાય, તેના ભાંગા ચારસો ચાળીસ, ચારસો ચાળીસ થાય અને ભયજુગુપ્સા બન્ને ઉમેરતાં સોળ બંધહેતુ થાય ત્યાં પણ ચારસો ચાળીસ ભાંગા થાય. એમ ચોથા ગુણસ્થાને કુલ સત્તરસો સાઠ (૧૭૬૦) ભાંગા થાય અને મતાંતરે ભાંગાઓ સ્વયં વિચારી લેવા. તેમજ સંશ-અપર્યાપ્તના ત્રણે ગુણસ્થાનકના સર્વ મળી ચોપનસો ચાળીસ (૫૪૪૦) ભાંગા થાય.
અસંજ્ઞી-પર્યાપ્તને એક મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય, ત્યાં ઉપર જણાવ્યા પ્રમાણે જઘન્યથી સોળ બંધહેતુઓ હોય છે. સ્થાપના :– વેદ યોગ યુગલ ઇન્દ્રિયનો અસંયમ કષાય
મિથ્યાત્વ છ કાયવધ સ્થાપના કરાયેલ આ અંકોનો પૂર્વની જેમ પરસ્પર ગુણાકાર કરતાં કુલ બસો
ચાળીસ ભાંગા થાય તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી બે રીતે સત્તર અને તે બન્ને ઉમેરવાથી અઢાર બંધહેતું થાય. એ દરેકના બસો ચાળીસ–બસો ચાળીસ ભાંગા થાય, સર્વ મળી નવસો સાઠ (૯૬૦) ભાંગા થાય. - અસંશ-અપર્યાપ્તને પ્રથમ ગુણસ્થાનકે ઉપર મુજબ જ સોળ બંધહેતુ હોય પરંતુ અહીં કાર્પણ અને ઔદારિકદ્વિક એમ ત્રણ યોગો હોય છે. માટે યોગની જગ્યાએ ત્રણનો અંક મૂકી સ્થાપના કરવી. સ્થાપના :– વેદ યોગ યુગલ ઇન્દ્રિયનો અસંયમ કષાય મિથ્યાત્વ છ કાયવધ
સ્થાપન કરેલ અંકોનો પૂર્વની જેમ અનુક્રમે ગુણાકાર કરવાથી ત્રણસો સાઠ ભાંગા થાય, તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી બે રીતે સત્તર અને બન્ને ઉમેરવાથી અઢાર બંધહેતુ થાય.