________________
તૃતીયાર
૩૦૯
• એ પ્રમાણે કેવળદર્શનાવરણીય કર્મ વડે સંપૂર્ણપણે કેવળદર્શન અવરાવા છતાં પણ તત્સંબંધી મંદ અતિમંદ કે વિશિષ્ટાદિરૂપ જે પ્રભા કે જેની ચક્ષુદર્શનાદિ સંજ્ઞા છે, તે પ્રભાને યથાયોગ્ય રીતે ચક્ષુ અચક્ષુ અને અવધિદર્શનાવરણીય કર્મ દબાવે છે, તેથી તે પણ દર્શનના એક દેશને દબાવતા હોવાથી દેશઘાતિ કહેવાય છે.
જો કે નિદ્રા આદિ પાંચ પ્રકૃતિઓ કેવળદર્શનાવરણ વડે અનાવૃત કેવળદર્શન સંબંધી પ્રભારૂપ માત્ર દર્શનના એક દેશને જ ઘાત કરે છે, તોપણ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ દર્શનલબ્ધિને સંપૂર્ણપણે દબાવતી હોવાથી તેઓને સર્વઘાતી કહી છે.
સંજવલન કષાય અને નોકષાયો આદિના બાર કષાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી ચારિત્રલબ્ધિને દેશથી દબાવે છે. કારણ કે તેઓ માત્ર અતિચાર ઉત્પન્ન કરે છે. જે કષાયો અનાચાર ઉત્પન્ન કરે એટલે કે જેઓનો ઉદય સમ્યક્તાદિ ગુણોનો વિનાશ કરે તે સર્વઘાતિ કહેવાય, અને જે કષાયો માત્ર અતિચાર ઉત્પન્ન કરે તે દેશઘાતિ કહેવાય છે. કહ્યું છે કેસઘળા અતિચારો સંજવલન કષાયના ઉદયથી ઉત્પન્ન થાય છે, અને આદ્ય બાર કષાયના ઉદયથી મૂળથી નાશ થાય છે, એટલે કે તે તે વ્રતોથી પતિત થાય છે. તેથી તે પણ દેશઘાતિ છે.
ગ્રહણ ધારણ યોગ્ય જે વસ્તુને જીવ આપી શકતો નથી, પ્રાપ્ત કરી શકતો નથી, કે ભોગપભોગ કરી શકતો નથી તે દાનાંતરાયાદિ કર્મનો વિષય છે. અને તે ગ્રહણ ધારણ યોગ્ય વસ્તુ જગતમાં રહેલ સર્વ દ્રવ્યોનો અનંતમો ભાગમાત્ર જ છે. તેથી તથારૂપ સર્વદ્રવ્યોનો જે એક દેશ તદ્વિષયક દાનાદિનો વિઘાત કરતી હોવાથી દાનાંતરાયાદિ દેશઘાતી કર્મ છે. જેમ જ્ઞાનના એક દેશને દબાવતી હોવાથી મતિજ્ઞાનાવરણાદિ દેશઘાતિ છે તેમ સર્વદ્રવ્યના એક દેશ વિષયક દાનાદિનો વિઘાત કરતી હોવાથી દાનાંતરાયાદિ દેશવાતિ છે.
ગાથામાં ગ્રહણ કરેલ ‘તુ' શબ્દ એ અધિક અર્થને સૂચવતો હોવાથી નામ, ગોત્ર, વેદનીય અને આયુકર્મની અંતર્ગત સઘળી પ્રકૃતિઓ પોતાને હણવા લાયક કોઈ ગુણ નહિ હોવાથી કોઈ પણ ગુણને હણતી નથી. તેથી તે અઘાતિ છે, એમ સમજવું. ૧૮ હવે દેશવાતિ પ્રકૃતિઓનાં નામ કહે છે–
नाणावरणचउकं दंसणतिग नोकसाय विग्धपणं । संजलण देसघाई तइयविगप्पो इमो अन्नो ॥१९॥ ज्ञानावरणचतुष्कं दर्शनत्रिकं नोकषायाः विघ्नपञ्चकम् ।
सज्वलनाः देशघातिन्यः तृतीयविकल्पोऽयमन्यः ॥१९॥ અર્થ-જ્ઞાનાવરણ ચતુષ્ક, દર્શનાવરણત્રિક, નોકષાય, વિષ્મપંચક અને સંજવલનચતુષ્ક એ દેશાતિ છે. આ ઘાતિ પ્રકૃતિઓમાં ત્રીજો વિકલ્પ છે.
ટીકાનુ–મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મન:પર્યવજ્ઞાનાવરણ એ જ્ઞાનાવરણ ચતુષ્ક, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને અવધિદર્શનાવરણ એ દર્શનાવરણત્રિક, ત્રણવેદ અને હાસ્યાદિષક એ નવ નોકષાય. દાનાંતરાય લાભાંતરાય,