Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૧૦
પંચસંગ્રહ-૧ વિસ ભાંગા થતા હોવાથી કાયવધસ્થાને વીસ મૂકવા અને ગુણાકાર કરવો. ગુણાકાર કરતાં એક લાખ વીસ હજાર ૧૨૦૦૦૦ ભંગ થાય.
અથવા અનંતાનુબંધી અને ત્રણ કાયનો વધ લેતાં તેર હેતુ થાય. પૂર્વે કહેલ વિધિ પ્રમાણે અંકોનો ગુણાકાર કરતાં એક લાખ છપ્પન હજાર ૧૫૬૦૦૦ ભંગ થાય.
અથવા ભય, જુગુપ્સા અને બે કાયની હિંસા લેતાં તેર હેતુ થાય તેના નેવું હજાર ૯૦000 બંગ થાય.
અથવા ભય, અનંતાનુબંધી અને બે કાય લેતાં પણ તેર હેતુ થાય તેના પૂર્વની જેમ એક લાખ સત્તર હજાર ૧૧૭૦૦૦ ભંગ થાય.
એ પ્રમાણે અનંતાનુબંધી જુગુપ્સા અને બે કાયની હિંસા લેતાં પણ એક લાખ સત્તર હજાર ૧૧૭000 ભંગ થાય.
આ પ્રમાણે તેર બંધહેતુ આઠ પ્રકારે થાય. તેના કુલ ભાંગા આઠ લાખ છપ્પન હજાર અને આઠસો ૮૫૬૮00 થાય. આ પ્રમાણે તેર બંધહેતુના ભાંગા કહ્યા.
- હવે ચૌદ બંધહેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ બંધહેતુમાં પાંચ કાયનો વધ ગ્રહણ કરતાં ચૌદ બંધeત થાય. છ કાયના પાંચના સંયોગે છ ભાંગા થાય માટે કાયના વધસ્થાને છે મૂકવા. ત્યારપછી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં છત્રીસ હજાર ૩૬૦૦૦ ભાંગા થાય
અથવા ભય અને ચાર કાયનો વધ લેતાં પણ ચૌદ હેતુ થાય. છ કાયના ચતુષ્ક સંયોગે પંદર ભાંગા થાય. માટે કાયની હિંસાને સ્થાને પંદર મૂકવા. ત્યારપછી પૂર્વોક્ત ક્રમે અંકોનો પરસ્પર ગુણાકાર કરતાં નેવું હજાર ૯૦૦૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને ચાર કાયની હિંસા લેતાં પણ નેવું ૯૦000 ભંગ થાય. અથવા અનંતાનુબંધી અને ચાર કાયની હિંસા લેતાં પણ ચૌદ હેતુ થાય. અનંતાનુબંધીના ઉદયે યોગો તેર હોય છે માટે યોગના સ્થાને તેર મૂકવા. છ કાયના ચારના સંયોગે પંદર ભાંગા થાય માટે કાયની હિંસાના સ્થાને પંદર મૂકવા. ત્યારપછી પૂર્વોક્ત ક્રમે અંકોના ગુણાકાર કરતાં એક લાખ અને સત્તર હજાર ૧૧૭000 ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને ત્રણ કાયને ગ્રહણ કરતાં ચૌદ હેતુ થાય. કાયના ત્રિક સંયોગે વીસ ભંગ થાય, તેથી કાયમી હિંસાના સ્થાને વિસ મૂકી અંકોનો ગુણાકાર કરતાં એક લાખ વીસ હજાર ૧૨૦૦૦૦ ભાંગા થાય.
અથવા ભય, અનંતાનુબંધી અને ત્રણ કાયની હિંસા લેતાં ચૌદ હેતુ થાય. તેના પૂર્વવત્ એક લાખ છપ્પન હજાર ૧પ૬૦૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા, અનંતાનુબંધી અને ત્રણ કાયની હિંસાના પણ એક લાખ છપ્પન હજાર ૧૫૬૦૦૦ ભાંગા થાય.
અથવા ભય,જુગુપ્સા, અનંતાનુબંધી, અને બે કાયની હિંસા લેતાં ચૌદ હેતુ થાય. તેના પૂર્વની જેમ પૂર્વોક્ત વિધિને અનુસાર ગુણાકાર કરતાં એક લાખ સત્તર હજાર ૧૧૭000 ભાંગા