Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ચતુર્થદ્વાર
૪૫૧
ક્ષુધાપરિષહનેં જીતનારા ન થાય. કારણ કે ભગવાન્ પણ છદ્મસ્થાવસ્થામાં તમારા મતે પણ નિર્દોષ આહાર લે છે.તો તે પ્રમાણે નિર્દોષ આહાર લેનાર ક્ષુધા પરિષહનો વિજેતા તમને ઇષ્ટ નથી એમ નથી. તેથી જેમ અનેષણીય અને અકલ્પનીય ભોજનના ત્યાગથી ક્ષુધાપરિષહનું સહન કરવું ઇષ્ટ છે તેમ મહામૂલ્ય, અનેષણીય અને અકલ્પનીય વસના ત્યાગથી અચેલક પરિષહનું સહન કરવું માનવું જોઈએ.
જો એમ હોય તો સુંદર સ્ત્રીના ઉપભોગનો ત્યાગ કરી કાણી, ખૂંધવાળી અને બેડોળ અંગવાળી સ્રીનો ઉપભોગ કરતાં સ્રીપરિષહ સહન કરવાનો પ્રસંગ ઉપસ્થિત થશે—એમ ન કહેવું. કારણ કે સૂત્રમાં સ્ત્રીનો ઉપભોગ સર્વથા પ્રતિષિદ્ધ છે. એ પ્રમાણે કોઈ પણ સૂત્રમાં જીર્ણ કે અને અલ્પમૂલ્યવાળા વસ્ત્રનો પ્રતિષેધ કર્યો નથી તેથી અતિ પ્રસંગ દોષ પ્રાપ્ત થતો નથી. કહ્યું કે
જો વજ્રના પરિભોગમાત્રથી અચેલક પરિષહનો જય ન થાય તો ભક્તાદિના ગ્રહણથી સુધાપરિષહનો પણ જય ન થાય. એ પ્રમાણે તો તમારે જિનેશ્વરદેવો પણ સર્વથા પરિષહને જીતનારા ન થયા, એમ સિદ્ધ થયું અથવા ભોજનાદિમાં જે વિધિ ઇષ્ટ છે તે વસ્ત્રમાં કેમ ઇષ્ટ નથી ? અહીં સ્રીપરિષહના પ્રસંગથી અનિષ્ટની પ્રાપ્તિ થશે એમ કહે તો સૂત્રાન્તરનો બાધ થવાથી તે પ્રસંગનું નિવારણ થાય છે. જિનવરોએ મૈથુન સિવાય કોઈની સર્વથા અનુજ્ઞા આપી નથી તેમ પ્રતિષેધ પણ કર્યો નથી. કારણ કે તે(મૈથુન) રાગદ્વેષ સિવાય થતું નથી. જો એમ ન હોય તો પરિષહના સહન કરનારાએ પ્રાસુક છતાં પણ અશનાદિ કદાચિત્ પણ ન ખાવું જોઈએ તેમ પીવું ન જોઈએ.
વધારે પ્રસંગથી બસ છે. વિસ્તારથી તો ધર્મસંગ્રહણી ટીકામાં અપવાદનો વિચાર કર્યો છે ત્યાંથી જાણી લેવું.
તથા પદનો એક દેશ કહેવાથી આખા પદનું ગ્રહણ થતું હોવાથી ગાથામાં સત્કાર શબ્દ ગ્રહણ કર્યો છે છતાં ‘સત્કાર પુરસ્કાર' ગ્રહણ કરવો.
તેમાં વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી આદિ દેવા તે સત્કાર કહેવાય અને છતાં ગુણની પ્રશંસા કરવી અથવા પ્રણામ, અભ્યુત્થાન—સામે જવું, આસન આપવું વગેરે પુરસ્કાર કહેવાય છે.
તેમાં લાંબા કાળથી બ્રહ્મચર્યનું પાલન કરનારા, મહા તપસ્વી, સ્વ-પર સિદ્ધાંતના રહસ્યને જાણનાર, વારંવાર પરવાદીઓને જીતનાર એવા મને કોઈપણ પ્રણામ કરતા નથી, ભક્તિ કે બહુમાન કરતા નથી, આદરપૂર્વક આસન આપતા નથી તેમજ આહાર, પાણી અને વજ્રપાત્રાદિ પણ કોઈ આપતા નથી. એ પ્રકારના દુઃપ્રણિધાન—અશુભ સંકલ્પનો ત્યાગ કરવો તે સત્કાર પુરસ્કાર પરિષહ વિજય.
હું સઘળાં પાપસ્થાનોનો ત્યાગી, ઉત્કૃષ્ટ તપસ્યાને આચરનાર અને નિઃસંગ છું. છતાં પણ ધર્મ અને અધર્મના ફલરૂપ દેવ અને નારકોને જોઈ શકતો નથી માટે ઉપવાસાદિ મહા તપસ્યા કરનારને પ્રાતિહાર્ય વિશેષ ઉત્પન્ન થાય છે એ પ્રલાપમાત્ર છે. આવો મિથ્યાત્વ