Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
હતુ
હતુ
ચતુર્થદ્વાર-સારસંગ્રહ
૪૫૫ હોતો નથી. માટે સર્વસંવર ભાવ હોય છે.
મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે એક જીવને એકીસાથે જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અનુક્રમે આ પ્રમાણે બંધહેતુઓ હોય છે. ગુણસ્થાનક જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ગુણસ્થાનક જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ
હેતું હેતુ હતુ મિથ્યાત્વ ૧૦ ૧૧થી૧૭ ૧૮ અપૂર્વકરણ ૫ ૬ ૭ સાસ્વાદન ૧૦ ૧૧થી૧૬ ૧૭ | અનિવૃત્તિ ૨ - ૩ મિશ્ર
૧૦થી૧૫
૧૬
સૂક્ષ્મસંપરાય અવિરતિ ૧૦થી૧૫
ઉપશાંતમોહ દેશવિરતિ ૯થી૧૩ ૧૪ ક્ષીણમોહ
સયોગીકેવળી અપ્રમત્ત ૫ ૬ ૭ અયોગીકેવળી
૦
=
૧૬
ટ
ટ
1
- -: મિથ્યાત્વ ગુણસ્થાનક :આ ગુણસ્થાનકે જઘન્યથી દશ હેતુઓ હોય છે તે આ પ્રમાણે –ત્રણ વેદમાંથી એક વેદ, ચાર મન, ચાર વચન, ઔદારિક તથા વૈક્રિય કાયયોગ એ દશમાંથી એક યોગ, હાસ્ય-રતિ અથવા શોક-અરતિ એમ બન્નેનો ઉદય સાથે જ હોવાથી બેમાંથી એક યુગલ, પાંચમાંથી એક મિથ્યાત્વ, પાંચ ઇન્દ્રિયોના અસંયમમાંથી એક ઇન્દ્રિયનો અસંયમ, ક્રોધાદિ ચારમાંથી અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધાદિ અને છમાંથી એક કાયનો વધ આ દશ હેતુઓ છે.
પ્રશ્ન–બાર પ્રકારની અવિરતિમાં મનનો અસંયમ પણ ગણાવેલ છે તો અહીં પાંચ ઇન્દ્રિયો અને મન એ છમાંથી એકનો અસંયમ ન બતાવતાં પાંચ ઇન્દ્રિયોના અસંયમમાંથી એક ઇન્દ્રિયનો અસંયમ કેમ બતાવ્યો ?
"ઉત્તર–મનના અસંયમથી જ ઇન્દ્રિયો સંયમ રહિત બને છે તેથી મનના અસંયમને અલગ ન બતાવતાં ઇન્દ્રિયના અસંયમની અંતર્ગત જ ગણેલ છે.
પ્રશ્ન–આ ગુણસ્થાનકે અનંતાનુબંધી ઉદય ન હોય એવું કઈ રીતે બને?
ઉત્તર–શયોપશમ સમ્યગ્દષ્ટિ ચતુર્થાદિ ગુણસ્થાનકે પ્રથમ અનંતાનુબંધીની ઉદ્ધલના કરે પણ ત્યારબાદ તથા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયના અભાવે જો તેના બીજભૂત મિથ્યાત્વનો ક્ષય ન કરી શકે તો કાલાંતરે ફરીથી જ્યારે મિથ્યાત્વનો ઉદય થાય ત્યારે અનંતાનુબંધીનો ઉદય હોતો નથી, પરંતુ તેના નિમિત્તે અનંતાનુબંધીનો બંધ શરૂ થાય છે.
જો કે અહીં નવીન બંધાયેલ અનંતાનુબંધી જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી ચાર 'હજાર વર્ષ પ્રમાણ તેનો અબાધાકાળ વીત્યા પહેલાં ઉદયમાં આવે નહિ, પરંતુ જે સમયે અનંતાનુબંધીનો બંધ શરૂ થાય છે તે જ સમયથી સત્તામાં રહેલ શેષ અપ્રત્યાખ્યાનીય વગેરે બાર