Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૫૪
પંચસંગ્રહ-૧ અને દેશવિરતિ ગુણસ્થાનકે ત્રસકાયની વિરતિ હોવાથી કંઈક ન્યૂન ત્રણ હેતુઓથી કર્મબંધ થાય છે.
દેશવિરતિને ત્રસકાયની સર્વથા વિરતિ હોતી નથી, છતાં દયાના પરિણામપૂર્વક જયણા હોવાથી અપેક્ષાએ ત્રસકાયની વિરતિ કહી શકાય છે.
પ્રમત્તથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી કષાય અને યોગ એ બે બંધહેતુઓથી તથા ઉપશાંતમોહ આદિ ત્રણ ગુણસ્થાનકોમાં માત્ર યોગ હેતુથી કર્મબંધ થાય છે.
ગુણસ્થાનકોમાં સત્તામાત્રથી સંભવતા ઉત્તર બંધહેતુઓ આ પ્રમાણે છે.
મિથ્યાત્વ ગુણસ્થાનકે આહારકદ્ધિક વિના પંચાવન, સાસ્વાદન ગુણસ્થાનકે પાંચ મિથ્યાત્વ વિના પચાસ અને મિશ્ર ગુણસ્થાનકે મરણનો સંભવ ન હોવાથી વિરહગતિ તથા અપર્યાપ્ત અવસ્થામાં જ સંભવતા કાર્મણ, ઔદારિકમિશ્ર તથા વૈક્રિયમિશ્ર એ ત્રણ તથા અનંતાનુબંધીનો ઉદય બે જ ગુણસ્થાનક સુધી હોવાથી ચાર અનંતાનુબંધી એમ સાત વિના તેતાળીસ ઉત્તર બંધહેતુઓ હોય છે.
અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક વિગ્રહગતિ અને અપર્યાપ્તાવસ્થામાં પણ સંભવતું હોવાથી તે વખતે સંભવતા કાર્મણ, ઔદારિકમિશ્ર તથા વૈક્રિયમિશ્ર સહિત પૂર્વે જણાવેલ તેતાળીસ એમ કુલ છેતાળીસ બંધહેતુઓ આ ગુણસ્થાનકે હોય છે.
દેશવિરતિ ગુણસ્થાનકે વિગ્રહગતિ તથા અપર્યાપ્તાવસ્થાનો સંભવ ન હોવાથી કાર્મણ, ઔદારિકમિશ્ર, ત્રસકાયની અવિરતિ તેમજ ઉદયનો અભાવ હોવાથી ચાર અપ્રત્યાખ્યાનીય કષાય એમ સાત વિના ઓગણચાળીસ, અહીં વૈક્રિયદ્ધિક વૈક્રિયલબ્ધિના ઉપયોગ સમયે હોય.
પ્રમત્તે ત્રીજા કષાયનો તથા અવિરતિનો સર્વથા અભાવ હોવાથી ત્રસકાય વિનાની અગિયાર અવિરતિ અને પ્રત્યાખ્યાનીય કષાય એ પંદર બાદ કરતાં અને આહારકદ્ધિકનો સંભવ હોવાથી તે ઉમેરતાં છવ્વીસ, અપ્રમત્તે લબ્ધિ ફોરવતા ન હોવાથી વૈક્રિયમિશ્ર તથા આહારકમિશ્ર વિના શેષ ચોવીસ અને અપૂર્વકરણ ગુણસ્થાનકે વૈક્રિય તથા આહારક કાયયોગ વિના શેષ બાવીસ બંધહેતુઓ હોય છે.
અનિવૃત્તકરણ ગુણસ્થાનકે હાસ્યષકના ઉદયનો અભાવ હોવાથી તે છ વિના સોળ, સૂક્ષ્મસંપરામે ત્રણ વેદ તથા સંજ્વલન ક્રોધાદિક ત્રણનો ઉદય ન હોવાથી એ છ વિના દશ, ઉપશાંત તથા ક્ષીણમોહે સંજવલન લોભનો પણ ઉદય ન હોવાથી શેષ નવ અને સયોગી-કેવલી ગુણસ્થાનકે પહેલાં-છેલ્લાં બે મન, બે વચન, કાર્મણ તથા ઔદારિકદ્ધિક એમ સાત બંધહેતુઓ હોય છે.
કેવલી ભગવંતને કેવલી-સમુદ્ધાતમાં બીજા છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિકમિશ્ર, ત્રીજા, ચોથા અને પાંચમા સમયે કાર્પણ અને શેષકાળે ઔદારિક કાયયોગ હોય છે. દેશનાદિ આપવામાં વચનયોગ અને અનુત્તર દેવાદિકે મનથી પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપવામાં મનોયોગ હોય છે.
અયોગી-ગુણસ્થાનકે શરીર હોવા છતાં અત્યંત નિષ્કપ અવસ્થા હોવાથી કોઈ પણ યોગ