Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૫૨
પંચસંગ્રહ-૧ મોહનીયના પ્રદેશો વડે જે અશુભ અધ્યવસાય થાય છે, તે દર્શન પરિષહ કહેવાય છે, તેનો જય આ રીતે કરવો–
દેવો મનુષ્યોની અપેક્ષાએ સુખી છે, વર્તમાન કાળમાં દુઃષમકાળના પ્રભાવથી તીર્થંકરાદિ મહાપુરુષો નથી તેથી પરમ સુખમાં આસક્ત હોવાથી અને મનુષ્યલોકમાં કાર્યનો અભાવ હોવાથી મનુષ્યોને દૃષ્ટિગોચર થતા નથી. નારકીઓ અત્યંત તીવ્ર વેદના વડે વ્યાપ્ત હોવાથી અને પૂર્વે બાંધેલા આકરા કર્મના ઉદય રૂ૫ બંધન વડે બદ્ધ થયેલા હોવાથી જેવા આવવાની શક્તિ વિનાના છે માટે તેઓ પણ અહીં આવતા નથી. દુઃષમકાળના પ્રભાવ વડે ઉત્તમ સંઘયણ નહિ હોવાથી તેવા પ્રકારનું ઉત્કૃષ્ટ તપ કરવાની શક્તિ નથી કે તેવા પ્રકારનો ઉત્કૃષ્ટ ભાવનો ઉલ્લાસ પણ થતો નથી કે જે વડે જ્ઞાનાતિશય ઉત્પન્ન થવાથી તેના સ્થાનમાં રહેલા દેવ-નારકોને જોઈ શકાય. પૂર્વ મહાપુરુષોને ઉત્તમ સંઘયણના વશથી તપોવિશેષની શક્તિ અને ઉત્તમ ભાવના હતી કે જેને લઈ ઉત્પન્ન થયેલા જ્ઞાનાતિશય વડે સઘળું જોઈ શક્તા હતા. આ પ્રમાણે વિચાર કરી જ્ઞાનીના વચનમાં જરા પણ અશ્રદ્ધા થવા ન દેતાં ચિત્તને સ્થિર કરવું તે દર્શન પરિષહ વિજય કહેવાય છે.
આ નિષદ્યા આદિ આઠ પરિષદો મોહનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે ભયના ઉદયથી નિષદ્યાપરિષહ, માનના ઉદયથી વાંચા પરિષહ, ક્રોધના ઉદયથી આક્રોશ પરિષહ, અરતિના ઉદયથી અરતિપરિષહ, પુરુષવેદના ઉદયથી સ્ત્રીપરિષહ, જુગુપ્સામોહનીયના ઉદયથી નાખ્યપરિષહ, લોભના ઉદયથી સત્કાર પુરસ્કાર પરિષહ અને દર્શનમોહના ઉદયથી દર્શનપરિષહ ઉત્પન્ન થાય છે.
આ પહેલેથી આરંભી બાવીસે પરિષહો રાગીઓને પહેલા ગુણસ્થાનકથી આરંભી નવમા ગુણસ્થાનક સુધીના સઘળા જીવોને હોય છે. એક વખતે એક જીવને વીસ પરિષદો થાય છે. કારણ કે શીત અને ઉષ્ણ તથા નિષદ્યા અને ચર્યા એ પરસ્પર વિરુદ્ધ હોવાથી એક સાથે હોતા નથી. આ પ્રમાણે બંધહેતુ નામનું દ્વાર સમાપ્ત થયું.
ચોથું બંધહેતુદાર સમાપ્ત