________________
૪૫૬
પંચસંગ્રહ-૧
કષાયોનાં દલિક અનંતાનુબંધીમાં સંક્રમી અનંતાનુબંધીરૂપે બને છે અને તેનો સંક્રમાવલિકા કાળ વીત્યા બાદ અનંતાનુબંધીરૂપે ઉદય થાય છે. તેથી એવા જીવોને પ્રથમ ગુણસ્થાનકે આવે ત્યારે એક આવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. શેષ મિથ્યાત્વીઓને અવશ્ય હોય છે.
પ્રશ્ન–આ ગુણસ્થાનકે ઉપર જણાવ્યા તે દશ તથા કાર્મણ, વૈક્રિયમિશ્ર અને ઔદારિકમિશ્ર એ ત્રણ એમ તેર યોગો હોય છે, છતાં અહીં દશ જ કેમ કહ્યા છે?
ઉત્તર સામાન્યથી અહીં તેર યોગ હોય છે, પરંતુ અનંતાનુબંધીના ઉદય વિનાનો મિથ્યાત્વી કાળ કરતો નથી તેથી વિગ્રહગતિ તથા અપર્યાપ્તાવસ્થામાં સંભવતા આ ત્રણ યોગો ઘટતા નથી, માટે દશ જ કહેલ છે. આ રીતે આ ગુણસ્થાનકે અનંતાનુબંધી ઉદય ન હોય ત્યારે દશમાંથી એક યોગ અને અનંતાનુબંધીનો ઉદય હોય ત્યારે તેમાંથી એક યોગ સમજવો.
આ હેતુઓમાં વેદ વગેરે એકેક હેતુના ત્રણ વગેરે પેટાભેદો હોવાથી અનેક જીવાશ્રયી અનેક ભાંગાઓ સંભવે છે, તે સમજવા માટે ઉપર જણાવેલ હતુઓના દરેકના જેટલા પેટાભેદો છે તે દરેક હેતુની નીચે તેટલી સંખ્યા મૂકવી, સ્થાપના આ પ્રમાણે–વેદ યોગ યુગલ મિથ્યાત્વ
૩ ૧૦ ૨ ૫ ઇન્દ્રિયનો અસંયમ કષાય કાયવધ હવે સ્થાપન કરેલ અંકોનો અનુક્રમે ગુણાકાર કરવાથી કુલ ભંગ સંખ્યા આવે છે તે આ પ્રમાણે–ત્રણ વેદ છે. તેને યોગ દશ હોવાથી દશે ગુણતાં ત્રીસ, યુગલ બે છે તેથી ત્રીસને બે એ ગુણતાં સાઠ, મિથ્યાત્વ પાંચ છે માટે સાઠને પાંચે ગુણતાં ત્રણસો, તેને પાંચ ઇન્દ્રિયોના અસંયમની સંખ્યાથી ગુણતાં પંદરસો, તેને ક્રોધાદિ ચાર કષાયોથી ગુણતાં છ હજાર થાય. હવે અહીં છમાંથી એક કાયનો વધ હોવાથી અને છ કાયના એક સંયોગી ભાંગા છ થાય છે તેથી છ હજારને છએ ગુણતાં દશ બંધહેતુના કુલ છત્રીસ હજાર ભાંગા થાય છે.
ઉપર જણાવ્યા મુજબ દેશમાં એકથી પાંચ સુધીની વધારે કાયનો વધ, અનંતાનુબંધી, ભય અને જુગુપ્સામાંથી એકાદિ હેતુ ઉમેરતાં અગિયાર વગેરે મધ્યમ બંધહેતુઓ થાય છે. અને આ બધા ઉમેરવાથી ઉત્કૃષ્ટથી અઢાર બંધહેતુઓ થાય છે. ત્યાં દશ અને અઢાર બંધહેતુનો એક એક, અગિયાર અને સત્તર બંધહેતુના ચાર ચાર, બાર અને સોળ બંધહેતુના સાત સાત તથા તેર, ચૌદ અને પંદર બંધહેતુના આઠ આઠ વિકલ્પો થાય છે.
એક એ પણ યાદ રાખવું કે જે વિકલ્પમાં અનંતાનુબંધી હોય ત્યાં યોગ તેર હોવાથી અંકસ્થાપનામાં યોગની જગ્યાએ દશને બદલે તેની સંખ્યા મૂકવી તેમજ છ કાય-વધના એક તથા પંચ સંયોગી છ છ, બે અને ચાર સંયોગી પંદર પંદર, ત્રિસંયોગી વીસ અને છ સંયોગી એક ભાંગો થાય છે. માટે જે બંધહેતુના જે વિકલ્પમાં જેટલી કાયનો વધ ગણેલ હોય ત્યાં તેટલી કાયના સંયોગના જેટલા ભાંગા હોય તેટલી સંખ્યા અંક સ્થાપનામાં કાયના સ્થાને મૂકવી. ત્યારબાદ ઉપર મુજબ અનુક્રમે અંકોનો ગુણાકાર કરવાથી તે તે બંધહેતુના તે તે વિકલ્પની ભંગસંખ્યા આવશે.
વળી આને સહેલાઈથી યાદ રાખવા માટે એક આ હકીક્ત પણ ધ્યાનમાં રાખવી કે જે બંધહેતુના જે વિકલ્પમાં અનંતાનુબંધી ન હોય અને એ કાયની હિંસા હોય ત્યાં છ હજાર, એક