________________
૪૫૦
પંચસંગ્રહ-૧
અને વિલાસ-હાવભાવ વડે પ્રમત્ત થયેલી મદોન્મત્ત અને શુભ મન:સંકલ્પનો નાશ કરતી સ્ત્રીઓના વિષયમાં પણ અત્યંત દાબમાં–વશ રાખેલ છે. ઇન્દ્રિયો અને મન જેમણે એવા મુનિરાજે “આ અશુચિથી ભરપૂર માંસનો પિંડ છે.” આવા પ્રકારની શુભ ભાવનાના વશથી તે સ્ત્રીઓનાં વિલાસ, હાસ્ય, મૂદુ ભાષણ, વિલાસપૂર્વક નિરીક્ષણ અને મોહ ઉત્પન્ન કરે તેવા પ્રકારની ગતિરૂપ કામનાં બાણો નિષ્ફળ કરવાં અને જરા પણ વિકાર ઉત્પન્ન ન થવા દેવો તે સ્ત્રીપરિષહવિજય.
નગ્નતા–નગ્નપણું, અચલકપણું. તે અચેલકપણું શાસ્ત્રના ઉપદેશ વડે અન્ય પ્રકારે વસ્ત્રને ધારણ કરવારૂપે કે જીર્ણ, અલ્પ મૂલ્યવાળા ફાટી ગયેલા અને આખા શરીરને નહિ ઢાંકવાવાળા વસ્ત્ર ધારણ કરવા સંબંધે જાણવું, કારણ કે લોકમાં તેવાં વસ્ત્રો પહેર્યા હોય તોપણ નગ્નપણાનો વ્યવહાર થાય છે. જેમ કે –
નદી ઊતરતો પુરુષ નીચે પહેરવાની પોતડી માથે વીંટેલી હોય છતાં પણ “નગ્ન' એવો વ્યવહાર થાય છે. તથા જેણે જીર્ણ વસ્ત્ર પહેરેલું છે એવી કોઈ સ્ત્રી વણકરને કહે છે કે વણકર જલદી કર, મને સાડી આપ, હું નાગી છું.
તે પ્રમાણે ફાટેલા, અલ્પમૂલ્યવાળા, શરીરના અમુક ભાગને ઢાંકનારાં વસ્ત્રો ધારણ કરનારા મુનિઓ પણ અન્ય પ્રકારે ધારણ કરવાથી વરુ સહિત છતાં પણ વાસ્તવિક રીતે અચેલક ગણાય છે.
“જેમ પાણીમાં પ્રવેશ કરતો અને બહુ વસ્ત્રવાળો છતાં મસ્તક ઉપર કેડે પહેરવાનું વસ્ત્ર જેણે વીંટેલું છે એવો મનુષ્ય અચલક-વસરહિત કહેવાય છે તેમ વસ્ત્ર ધારણ કરનાર વસવાળા મુનિઓ પણ થોડા જીર્ણ, કુત્સિત વસ વડે અચેલક કહેવાય છે.
જેમ કોઈ સ્ત્રી વણકરને કહે છે કે– વણકર, ત્વરા કર, મને જલદી સાડી આપ. હું નાગી છું.”
જયારે એમ છે તો ઉત્તમ શૈર્ય અને સંઘયણાદિ રહિત તૃણગ્રહણ અને અગ્નિનો ત્યાગ કરેલો હોવાથી સંયમ પાલન કરવા નિમિત્તે શાસ્ત્રોક્ત વસ્ત્રને ધારણ કરનારા આ યુગના સાધુઓને પણ અચેલક પરિષહનું સહન કરવું સમ્યફ પ્રકારે જાણવું. કહ્યું છે કે
સંયમના પાલન નિમિત્તે જીર્ણાદિ વસ્ત્રોને ધારણ કરનારા સદા મમત્વ રહિત યતિને પરિષદને સહન કરવાનું કેમ ન હોય ?”
અહીં પૂર્વપક્ષી કહે કે તમે જે પ્રકારે કહ્યું તે પ્રકારે અચેલકપણું ઔપચારિક થયું, તેથી તેવા પ્રકારના અચેલકપણારૂપ પરિષદનું સહન કરવું તે પણ ઔપચારિક થયું અને એમ હોય તો મોક્ષપ્રાપ્તિ શી રીતે થાય ? કારણ કે ઉપચરિત–આરોપિત વસ્તુ વાસ્તવિક અર્થક્રિયા કરી શકે નહિ. માણવકને વિશે અગ્નિનો આરોપ કરવાથી પાકક્રિયા થતી નથી.
ઉત્તર–જો એમ હોય તો નિર્દોષ આહારને પણ ખાનાર મુનિને સમ્યફ પ્રકારે સુધાપરિષદનું સહન કરવું નહિ ઘટી શકે. કારણ કે તમે પહેલા ન્યાયથી તો આહારના સર્વથા ત્યાગથી જ સુધાપરિષહ સહન કરવો ઘટી શકે અને જો એમ માનીએ તો અરિહંત ભગવાનું પણ