Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
४४८
પંચસંગ્રહ-૧
અલાભથી ઉત્પન્ન થયેલ પરિષહ થાય છે. છમસ્થોને એ ચૌદ પરિષહો હોય છે.
ટીકાન–વીસમી ગાથામાં કહેલ અગિયાર પરિષહ વેદનીયકર્મથી ઉપન્ન થાય છે. જેમ કે સુધાવેદનીયનો ઉદય થાય, ભૂખ સખત લાગે તે અવસરે તે ભૂખને સહન કરવાનો અવસર આવે તેને આત્માના અણાહારિ આદિ સ્વભાવને યાદ કરી જો સમભાવે સહન કરે તો તેનો વિજય કર્યો કહેવાય, નહિ તો નહિ. જો વિકલતા થાય, દુર્બાન થાય તો પરિષહ ઉપર વિજય મેળવ્યો ન કહેવાય. એ પ્રમાણે અન્ય પરિષદો માટે પણ સમજવું. કહ્યું છે કે –
સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશ, ચર્યા, વધ, મલ, શવ્યા, રોગ અને તૃણસ્પર્શ એ અગિયાર પરિષદો વેદનીય કર્મથી ઉત્પન્ન થાય છે, અને તે સઘળા સયોગી કેવળીઓને સંભવે છે.
તથા જ્ઞાનાવરણીયકર્મનો ઉદય પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહ ઉત્પન્ન થવામાં હેતુ છે.
તેમાં અંગ, ઉપાંગ, પૂર્વ, પન્ના વગેરે શાસ્ત્રોમાં વિશારદ તેમ જ વ્યાકરણ, ન્યાય અને અધ્યાત્મશાસ્ત્રમાં નિપુણ એવા મારી સન્મુખ અન્ય સઘળા સૂર્યની પાસે ખજુઆની જેમ નિસ્તેજ છે એવા પ્રકારના અભિમાનજન્ય જ્ઞાનના આનંદનો નિરાસ કરવો–ત્યાગ કરવો તે પ્રજ્ઞાપરિષહવિજય.
તથા આડ અજ્ઞ છે, પશુ સમાન છે, કંઈપણ સમજતો નથી એવા પ્રકારના તિરસ્કારનાં વચનોને સમ્યફ પ્રકારે સહન કરતા, પરમ દુષ્કર તપસ્યાદિ ક્રિયામાં રક્તસાવધાન અને નિત્ય અપ્રમત્ત ચિત્તવાળા એવા મને હજી પણ જ્ઞાનાતિશય ઉત્પન્ન થતો નથી એ પ્રકારે જે વિચાર કરવો અને જરાપણ વિકળતા ઉત્પન્ન ન થવા દેવી તે અજ્ઞાન પરિષહ વિજય.
તથા આઠમા અંતરાયકર્મનો વિપાકોદય છતાં અલાભ પરિષહ સહન કરવાનો અવસર થાય છે.
તેમાં ભિન્ન ભિન્ન દેશમાં વિહાર કરતા, સંપત્તિની અપેક્ષાએ ઘણાં ઉચ્ચ, નીચ ઘરોમાં ભિક્ષાને નહિ પ્રાપ્ત કરીને પણ સંક્લિષ્ટ ચિત્ત વિનાના અને દાતારની પરીક્ષા કરવામાં નિરુત્સુક, “અલાભ એ મને ઉત્કૃષ્ટ તપ છે” એવો વિચાર કરીને અપ્રાપ્તિને અધિક ગુણવાળી માનતા, અલાભજન્ય પીડાને જે સમભાવે સહન કરવી તે અલાભપરિષહવિજય.
પૂર્વની ગાથામાં કહેલ અગિયાર પરિષો તથા પ્રજ્ઞા, અજ્ઞાન અને અલાભ મળી કુલ ચૌદ પરિષહો ઉપશાંતમોહ તથા ક્ષીણમોહ ગુણસ્થાનકે હોય છે. કારણ કે તે ગુણસ્થાનકે વર્તમાન આત્માઓએ સંપૂર્ણ મોહનીય કર્મનો ઉપશમ તથા ક્ષય કરેલ છે.
સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે પણ એ ચૌદ પરિષહો જ હોય છે. જો કે અહીં વર્તતા આત્માઓ સંજવલન લોભની સૂક્ષ્મ કિક્રિઓને અનુભવે છે છતાં અત્યંત સૂક્ષ્મ લોભનો ઉદય સ્વકાર્ય કરવા અસમર્થ છે માટે તેઓ પણ વીતરાગ છમસ્થ સરખા જ છે. તેથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે પણ મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ અન્ય કોઈપણ પરિષદો સંભવતા નથી એટલે દશમા ગુણસ્થાનકે પણ ચૌદ પરિષહોનું કથન વિરુદ્ધ નથી.