Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૪૬
પંચસંગ્રહ-૧ ઉત્પન્ન થવા છતાં પણ અનેષણીય આહારનો જેઓએ ત્યાગ કર્યો છે, એવા મુનિરાજે જરા પણ ગ્લાનિ વિના ભૂખથી ઉત્પન્ન થયેલ પીડા સમભાવે સહન કરવી તે સુત્પરિષહવિજય.
એ પ્રમાણે પિપાસા પરિષદના વિજય માટે પણ સમજવું.
અત્યંત ઉગ્ર સૂર્યનાં કિરણના તાપ વડે સુકાઈ જવાથી જેનાં પાંદડાં ખરી પડેલ છે અને તેથી જ જેની છાયા દૂર થઈ છે એવા વૃક્ષવાળી અટવીમાં, અથવા અન્યત્ર કે જ્યાં ઉગ્ર તાપ લાગે ત્યાં જતા કે રહેતા, તથા અનશનાદિ તપવિશેષ વડે જેઓને પેટમાં અત્યંત દાહ ઉત્પન્ન . થયેલ છે, તેમ જ અત્યંત ઉષ્ણ અને કઠોર વાયુના સંબંધથી જેઓને તાળવું અને ગળામાં શોષ પડેલ છે, તેવા મુનિરાજે જીવોને પીડા ન થાય એ ઇચ્છાથી કાચા પાણીમાં અવગાહ–નાહવા માટે પડવાની કે કાચા પાણીથી સ્નાન કરવાની અગર તો કાચું પાણી પીવાની ઇચ્છા પણ નહિ કરતાં ઉષ્ણતાજ પીડાને સમભાવે સહન કરવી તે ઉષ્ણપરિષહવિજય.
ઘણી ઠંડી પડવા છતાં પણ અકલ્પનીય વસ્ત્રનો ત્યાગ કરતા, અને પ્રવચનમાં કહેલ વિધિને અનુસરી કલ્પનીય વસ્ત્રનો ઉપભોગ કરતા, તથા પક્ષીની જેમ પોતાના એક ચોક્કસ સ્થાનનો નિશ્ચય નહિ કરતા, તેથી જ વૃક્ષની નીચે, શૂન્ય ગૃહમાં, અથવા એવા જ કોઈ અન્ય સ્થળે રહેતા. ત્યાં બરફના કણ વડે અત્યંત ઠંડા પવનનો સંબંધ થવા છતાં પણ તેના પ્રતિકારનું કારણ અગ્નિ આદિને સેવવાની ઇચ્છા પણ નહિ કરતા, તેમજ પૂર્વે અનુભવેલા ઠંડીને દૂર કરવાનાં કારણોને યાદ પણ નહિ કરતા શીતથી ઉત્પન્ન થયેલી પીડાને સમભાવે સહન કરવી તે શીતપરિષહવિજય.
કઠણ ધારવાળા અને નાના મોટા ઘણા કાંકરા વડે વ્યાપ્ત શીત અથવા ઉષ્ણ પૃથ્વી ઉપર અથવા કોમળ અને કઠિન આદિ ભેટવાળા ચંપકાદિની પાટ ઉપર નિદ્રાને અનુભવતા પ્રવચનોક્ત વિધિને અનુસરી કઠિનાદિ શયાથી થતી પીડા સમભાવે સહન કરવી તે શવ્યાપરિષહવિજય
કોઈપણ પ્રકારનો રોગ થાય ત્યારે નફા તોટાનો વિચાર કરી શાસ્ત્રમાં કહેલ વિધિને અનુસારે ચારિત્રમાં અલના ન થવા પામે તેવી રીતે, પ્રતિક્રિયા-ઔષધાદિ ઉપચાર કરવા તે રોગપરિષહવિજય.
તીક્ષ્ણ ધારવાળી તરવાર અથવા મુગરાદિ હથિયારના તાડનાદિ વડે શરીર ચિરાતાં છતાં પણ ચીરનાર ઉપર અલ્પ પણ મનોવિકાર નહિ કરતાં એવો વિચાર કરે કે મેં પૂર્વે બાંધેલાં કર્મનું જ આ ફળ છે. આ બિચારા રાંકડાઓ મને કંઈપણ કરી શકતા નથી. એ તો નિમિત્ત માત્ર છે. વળી એવો પણ વિચાર કરે કે નાશ પામવાના સ્વભાવવાળા શરીરને આ લોકો પીડા ઉત્પન્ન કરે છે, પરંતુ મારાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ અંતરંગ ગુણોને કોઈપણ પ્રકારની પીડા કરી શકતા નથી, એવી ભાવના ભાવતા વાંસલાથી છેદનાર અને ચંદનથી પૂજા કરનાર બંને પર સમદર્શી મુનિરાજે વધથી થતી પીડા સમભાવે સહન કરવી તે વધપરિષહવિજય.
અપ્લાય આદિ જીવોને પીડા ન થાય માટે મરણપર્યંત સ્નાન નહિ કરવાના વ્રતને ધારણ કરનાર, ઉગ્ર સૂર્યકિરણના તાપથી ઉત્પન્ન થયેલ પરસેવાના જળ સંબંધથી પવનથી ઊડેલી