________________
ચતુર્થદ્વાર
૪૪૫
આત્મા ગણધર થાય છે. ૧
તથા જે સંવિગ્ન સંસાર પર નિર્વેદ થવાથી પોતાનો જ ઉદ્ધાર ઇચ્છે અને તેટલા પૂરતી જ પ્રવૃત્તિ કરે તે મુંડકેવળી થાય. ૨
આ પ્રમાણે ગણધરાદિ કોણ થાય તે પ્રસંગાગત કહ્યું.
સઘળી કર્મપ્રકૃતિઓનો પ્રતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય છે. તેમાં જ્ઞાનાચ્છાદકત્વાદિ જે સ્વભાવવિશેષ તે પ્રકૃતિબંધ છે, અને જે કર્મપરમાણુઓનો આત્મા સાથે ક્ષીરનીરવત્ સંબંધ થાય છે તે પ્રદેશબંધ છે.
તથા સ્થિતિબંધ અને રસબંધ કષાય વડે થાય છે. તેમાં કર્મોનું આત્મા સાતે ત્રીસ કોડાકોડી આદિ કાળપર્યત રહેવું તે સ્થિતિબંધ છે, અને ઓછાવત્તા પ્રમાણમાં જ્ઞાનાદિ ગુણને દબાવનાર તથા ઓછાવત્તા પ્રમાણમાં સુખ-દુઃખાદિ ઉત્પન્ન કરનાર જેનું સ્વરૂપ પહેલાં કહેવામાં આવ્યું છે એવો એકસ્થાનકાદિ જે રસ છે તે અનુભાગ બંધ છે. આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકોમાં અને જીવભેદોમાં બંધહેતુના ભાંગા કહ્યા. ૨૦
બંધાયેલાં કર્મોનો યથાયોગ્ય રીતે ઉદય થાય છે, અને તેઓનો ઉદય થવાથી સાધુઓને અનેક પ્રકારના પરિષદો ઉપસ્થિત થાય છે. તેથી જે પરિષદોમાં જે કર્મનો ઉદય નિમિત્ત છે, તેઓનું તથા તેનો વિજયે કઈ રીતે કરવો તેનું પ્રતિપાદન કરે છે–
खुपिपासुण्हसीयाणि सेज्जा रोगो वधो मलो । तणफासो चरीया य दंसेक्कारस जोगिसु ॥२१॥
क्षुत्पिपासोष्णशीतानि शय्या रोगो वधो मलः ।
तृणस्पर्शश्चर्या च दश एकादश योगिषु ॥२१॥ અર્થ–સુધા, પિપાસા, ઉષ્ણ, શીત, શય્યા, રોગ, વધ, મળ, તૃણસ્પર્શ, ચર્યા, અને દેશ એ અગિયાર પરિષદો સયોગી કેવળી ગુણસ્થાને હોય છે.
ટીકાન–અહીં ગાથામાં પરિષહ શબ્દ લખ્યો નથી છતાં તેનું પ્રકરણ હોવાથી અર્થાત પ્રાપ્ત થાય છે. તે શબ્દ ગાથામાંના દરેક પદ સાથે જોડવો. તે આ પ્રમાણે–સુત્પરિષહ, પિપાસાપરિષહ, ઉષ્ણપરિષહ, શીતપરિષહ, શવ્યાપરિષહ, રોગપરિષહ, વધપરિષહ, મનપરિષહ, તૃણસ્પર્શપરિષહ, ચર્યાપરિષહ, અને દેશપરિષહ
કર્મના ઉદયથી આવા આવા પરિષહો જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે મુનિઓએ પ્રવચનમાં કહેલ વિધિ પ્રમાણે સમભાવે સહન કરી તેના પર જય મેળવવો જોઈએ. તેનો વિજય આ પ્રમાણે કરવો–
- નિર્દોષ આહારની ગવેષણા કરતા, પરંતુ તેવા પ્રકારનો નિર્દોષ આહાર નહિ મળવા વડે અથવા અલ્પ મળવા વડે જેમની સુધાની શાંતિ થઈ નથી, અવસર વિના ગોચરી જવા પ્રત્યે જેમની ઇચ્છા વિરામ પામી છે, આવશ્યક ક્રિયામાં જરાપણ અલના થાય તેને જેઓ સહન કરતા નથી, સ્વાધ્યાય, ધ્યાન અને ભાવનામાં જેમનું ચિત્ત મગ્ન થયેલું છે; અને પ્રબળ સુધાજન્ય પીડા