Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ચતુર્થદ્વાર
૪૪૩
સંયમ કહેવામાં આવે તો ક્ષીણમોહાદિ ગુણઠાણે પણ તેના બંધનો પ્રસંગ પ્રાપ્ત થાય, કારણ કે ત્યાં વિશેષતઃ અતિનિર્મળ ચારિત્રનો સદ્ભાવ છે. અને ત્યાં બંધ તો થતો નથી, માટે આહારકદ્વિકનો પણ સંયમ બંધહેતુ નથી.
ઉત્તર—અમારા અભિપ્રાયનું અજ્ઞાન હોવાથી ઉપર જે શંકા ઉપસ્થિતિ કરી તે અયોગ્ય છે. કારણ કે—તિત્વયાહારાળ સંઘે સમ્મત્તસંગમા હૈ' એ પદ વડે સાક્ષાત્ સમ્યક્ત્વ અને સંયમ જ માત્ર તીર્થંકર અને આહારકદ્વિકના બંધહેતુરૂપે કહ્યા નથી, પરંતુ સહકા૨ી કારણભૂત વિશેષ હેતુરૂપે કહ્યા છે. મૂળ કારણ તો આ બંનેમાં કષાય વિશેષ જ છે. પહેલાં જ કહ્યું છે કે—સેસાન સાત્ત્તિ' શેષ પ્રકૃતિઓ કષાયો વડે—કષાયરૂપ બંધહેતુ વડે બંધાય છે. અને તીર્થંકર નામકર્મના બંધમાં હેતુરૂપે થતા તે કષાય વિશેષો ઔપશમિકાદિ કોઈપણ સમ્યક્ત્વ રહિત હોતા નથી એટલે કે ઔપમિકાદિ કોઈપણ સમ્યક્ત્વ રહિત માત્ર કષાયવિશેષો જ તીર્થંકરના બંધમાં હેતુભૂત થતા નથી. તથા તે ઔપશમિકાદિ કોઈપણ સમ્યક્ત્વયુક્ત તે કષાયવિશેષો સઘળા જીવોને તે પ્રકૃતિઓના બંધમાં હેતુ થતા નથી. તેમ જ અપૂર્વકરણના છઠ્ઠા ભાગ પછી પણ બંધહેતુરૂપે થતા નથી. તથા અપ્રમત્ત ગુણસ્થાનકથી આરંભી અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધીમાં જ સંભવતા કેટલાક પ્રતિનિયત કષાય વિશેષો જ આહારકદ્વિકના બંધમાં હેતુ છે.
તાત્પર્ય એ કે ચોથાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીના કષાયવિશેષો ઔપમિકાદિ કોઈપણ સમ્યક્ત્વ યુક્ત અને હમણાં જ કહેશે તેવી ભાવનાવાળા આત્માઓને તીર્થંકર નામકર્મના બંધમાં હેતુ થાય છે. અને આહારકદ્વિકના બંધમાં ઉપર કહ્યા પ્રમાણે વિશિષ્ટ કષાયો હેતુરૂપે થાય છે. માટે અહીં કોઈ દોષ પ્રાપ્ત થતો નથી.
પ્રશ્નઔપશમિકાદિ કોઈપણ સમ્યક્ત્વ યુક્ત જે કષાયવિશેષો તીર્થંકર નામકર્મના બંધમાં હેતુ છે તેનું સ્વરૂપ શું ? એટલે કે કેવા પ્રકારના કષાયવિશેષો તીર્થંકરનામકર્મના બંધમાં કારણ છે ?
ઉત્તર—પરમાત્માના પરમ પવિત્ર અને નિર્દોષ શાસન વડે જગત્વત્તિ સઘળા જીવોનો ઉદ્ધાર કરવાની ભાવના આદિ પરમ ગુણના સમૂહયુક્ત તે કષાયવિશેષો તીર્થંકર નામકર્મના બંધમાં કારણ છે. તે આ પ્રમાણે—
ભવિષ્યમાં જેઓ તીર્થંકર થવાના છે તેઓને ઔપશમિકાદિ કોઈપણ સમ્યક્ત્વ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તેના બળથી સંપૂર્ણ સંસારના આદિ, મધ્ય અને અંતભાગમાં નિર્ગુણપણાનો— ગુણરહિતપણાનો નિર્ણય કરી એટલે કે સંપૂર્ણ સંસારમાં, ભલે પછી તેનો ગમે તે ભાગ હોય તેમાં આત્માને ઉન્નત કરનારું કોઈ તત્ત્વ નથી એવો નિર્ણય કરી તે મહાશય તથાભવ્યત્વના યોગે
૧. સાથે રહી જે કારણરૂપે થાય, તે સહકારી કારણ કહેવાય. વિશિષ્ટ કષાયરૂપ હેતુની સાથે રહી સમ્યક્ત્વ અને સંયમ તીર્થંકર અને આહારકદ્વિકના બંધમાં હેતુ થાય છે. માટે સમ્યક્ત્વ અને સંયમ સહકારી કારણ કહેવાય છે.
૨. અહીં પ્રતિનિયત શબ્દ મૂકી એ જ જણાવે છે કે જ્ઞાનીની દૃષ્ટિમાં નિશ્ચિત થયેલ અમુક જ કષાયવિશેષો અહીં બંધહેતુરૂપે લેવાના છે. સાતમાંથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીના, સઘળા નિહ.