________________
ચતુર્થદ્વાર
૪૪૯
કહ્યું છે કે—સૂક્ષ્મસં૫રાયસહિત અરાગી છદ્મસ્થ જીવોને સંભવ વડે આ ચૌદે પરિષહો
જાણવા. ૨૨
હવે શેષ પરિષહો અને તે કયા કર્મના ઉદયથી થાય છે તે કહે છે—
निसेज्जा जायणा कोसो अरइ इत्थि नग्गया । सक्कारो दंसणं मोहा बावीसा चेव रागिसु ॥२३॥
निषद्या याचना आक्रोशः अरतिः स्त्री नग्नता । सत्कारः दर्शनं मोहात् द्वाविंशतिः चैव रागिषु ॥ २३ ॥
અર્થ—નિષદ્યા, યાચના, આક્રોશ, અરતિ, સ્ત્રી, નગ્નતા, સત્કાર, અને દર્શન એ આઠ પરિષહો મોહના ઉદયથી થાય છે. રાગી ગુણસ્થાનકોમાં એ બાવીસે પરિષહો હોય છે. ટીકાનુ—અહીં સામર્થ્યલભ્ય પરિષહ શબ્દ દરેકની સાથે જોડવો. જેમ કે— નિષદ્યાપરિષહ યાંચાપરિષહ ઇત્યાદિ.
તેમાં ‘નિષીવન્તિ અભ્યામ્' આ વ્યુત્પત્તિના બળથી સાધુઓ જેની અંદર સ્થાન કરે તે નિષદ્યા એટલે ઉપાશ્રય કહેવાય છે. તેમાં સ્રી, પશુ અને નપુંસક વિનાના અને જેની અંદર પહેલાં પોતે રહ્યા નથી એવા શ્મશાન, ઉદ્યાન, દાનશાળા કે પર્વતની ગુફા આદિમાં વસતા અને સર્વત્ર પોતાના ઇન્દ્રિયજન્ય જ્ઞાનના પ્રકાશ વડે પરીક્ષા કરેલા પ્રદેશમાં અનેક પ્રકારના નિયમો અને ક્રિયા કરતા, સિંહ, વાઘ આદિ હિંસક પશુઓના ભયંકર અવાજને સાંભળવા છતાં પણ જેઓને ભય ઉત્પન્ન નથી થયો એવા મુનિરાજે આવી પડતા ચાર પ્રકારના ઉપસર્ગોને સહન કરવાપૂર્વક મોક્ષમાર્ગથી વ્યુત ન થવું તે નિષદ્યાપરિષદ્ધવિજય.
બાહ્ય અને અત્યંતર તપોનુષ્ઠાનમાં પરાયણ, દીન વચન અને મુખની ગ્લાનિનો—મોઢા પરના શોકનો પણ ત્યાગ કરીને આહાર વસતિ-સ્થાન વસ્ત્ર પાત્ર અને ઔષધાદિ વસ્તુઓને પ્રવચનમાં કહેલ વિધિ પ્રમાણે યાચના કરતા મુનિરાજે ‘સાધુને સઘળું યાચેલું જ હોય છે. યાચ્યા વિનાનું હોતું જ નથી' એ પ્રમાણે વિચાર કરી લઘુતાજન્ય અભિમાનને સહન કરવું એટલે કે મારી લઘુતા થશે એવું જરા પણ અભિમાન ઉત્પન્ન ન થવા દેવું તે યાંચાપરિષહવિજય.
ક્રોધરૂપ અગ્નિને ઉત્પન્ન કરવામાં કુશળ, મિથ્યાત્વમોહના ઉદયથી મદોન્મત્ત પુરુષોએ ઉચ્ચારેલા, ઈર્ષ્યાપ્રયુક્ત, તિરસ્કાર ઉત્પન્ન કરે તેવાં અને નિંદાત્મક વચનો સાંભળવા છતાં પણ તેમ જ તેનો પ્રતિકાર કરવાની શક્તિ છતાં પણ ક્રોધાદિ કષાયોદય રૂપ નિમિત્તથી ઉત્પન્ન થયેલ પાપકર્મનો વિપાક અત્યંત દુરંત છે એમ ચિંતવન કરતા અલ્પમાત્ર કષાયને પણ પોતાના હૃદયમાં સ્થાન ન આપવું તે આક્રોશપરિષહવિજય.
સૂત્રના ઉપદેશને અનુસરી વિહાર કરતાં અગર રહેતાં કોઈ વખતે જો કે અતિ ઉત્પન્ન થાય તોપણ સ્વાધ્યાય, ધ્યાન અને ભાવનારૂપ ધર્મમાં રમણતા વડે અરતિનો ત્યાગ કરવો તે અતિ પરિષહ વિજય.
આરામ-બગીચો, ઘર કે કોઈ એવા જ પ્રકારના એકાંત સ્થળમાં વસતા યુવાવસ્થાનો મદ પંચ ૧-૫૭