Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૨૨
પંચસંગ્રહ-૧ અથવા ભય અને જુગુપ્સા મેળવતાં અગિયાર થાય. તેના પૂર્વવત્ ચોરાશીસો ૮૪૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે અગિયાર હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા ઇઠ્યોતેર હજાર અને ચારસો ૭૮૪૦૦ થાય. અગિયાર બંધ હેતુના ભાંગા કહ્યા.
હવે બાર હેતુના કહે છે–તે પૂર્વોક્ત નવ બંધહેતુમાં ચાર કાયનો વધ ગ્રહણ કરતાં બાર હેતુ થાય. છ કાયના ચતુષ્ક સંયોગે પંદર ભાંગા થાય. માટે કાયસ્થાને પંદર મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં એકવીસ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય.
અથવા ત્રણ કાયનો વધ અને ભય મેળવતાં પણ બાર થાય. અહીં કાયસ્થાને વીસ મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં અઠ્યાવીસ હજાર ૨૮૦00 ભાંગા થાય.
એ પ્રમાણે ત્રણ કાયનો વધ અને જુગુપ્સા મેળવતાં બાર હેતુના પણ અઠ્યાવીસ હજાર ૨૮૦૦૦ ભાંગા થાય.
અથવા ભય જુગુપ્સા અને બે કાયનો વધ મેળવતાં બાર હેતુ થાય. અહીં કાયસ્થાને પંદર મૂકી અંકોનો ગુણાકાર કરતાં પૂર્વવત્ એકવીસ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે બાર હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા અઠ્ઠાણું હજાર ૯૮000 થાય. બાર બંધ હેતુ કહ્યા.
હવે તેર બંધ હેતુઓનો વિચાર કરે છે તે પૂર્વોક્ત નવ બંધહેતુમાં પાંચ કાયનો વધ લેતાં તેર હેતુ થાય. છ કાયના પંચસંયોગી છ ભાંગા થાય. માટે કાયની હિંસાને સ્થાને છ મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોને ગુણતાં ચોરાશીસો ૮૪૦૦ ભાંગા થાય.
અથવા ચાર કાયનો વધ અને ભય મેળવતાં પણ તેર હેતુ થાય. ત્યાં કાયસ્થાને પંદર મૂકી અંકોનો ગુણાકાર કરતાં એકવીસ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય.'
એ પ્રમાણે જુગુપ્સા અને ચાર કાયનો વધ મેળવતાં તેર હેતુના પણ એકવીસહજાર ૨૧૦૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને ત્રણ કાયનો વધ મેળવતાં પણ તેર હેતુ થાય. અહીં કાયસ્થાને ત્રિકસંયોગી વીસ ભાંગા મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં અઠ્યાવીસ હજાર ૨૮000 ભાંગા થાય.
આ પ્રમાણે તેર બંધહેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા ઈઠ્યોતેર હજાર અને ચારસો ૭૮૪૦૦ થાય. આ પ્રમાણે તેર હેતુઓ કહ્યા.
હવે ચૌદ હેતુઓ કહે છે–તે પૂર્વોક્ત નવ હેતુમાં છ કાયનો વધ ગ્રહણ કરતાં ચૌદ હેતુ થાય. છ કાયનો છ સંયોગી એક જ ભંગ થાય. કાયવધસ્થાને તે એક ભંગ મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં ચૌદસો ૧૪૦૦ ભાંગા થાય.
અથવા પાંચ કાયનો વધ અને ભય મેળવતાં ચૌદ હેતુ થાય. અહીં કાયસ્થાને છ મૂકી અંકોનો ગુણાકાર કરતાં ચોરાશીસો ૮૪૦૦ ભાંગા થાય.