________________
પંચસંગ્રહ-૧
૪૩૪
હોય છે.’ માટે પાંચ યોગમાંથી કોઈપણ એક યોગ પ્રમાણે જઘન્યપદે ચૌદ હેતુ હોય છે.
અંક સ્થાપનમાં પર્યાપ્ત સંજ્ઞી સિવાય શેષ સઘળા જીવોને હંમેશાં છ કાયના વધરૂપ એક જ ભાંગો હોય છે, માટે કાયસ્થાને એક, વેદના સ્થાને ત્રણ, યોગના સ્થાને પાંચ, ઇન્દ્રિયની અવિરતિના સ્થાને પાંચ, યુગલના સ્થાને બે, અને કષાયના સ્થાને ચાર. ૪-૨-૫-૫-૩-૧ મૂકવા. આ અંકોનો ગુણાકાર આ પ્રમાણે કરવો.
પહેલાં ત્રણ વેદ સાથે પાંચ યોગોનો ગુણાકાર કરવો એટલે પંદર ૧૫ થાય, તેમાંથી અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે ચાર રૂપ ઓછા કરવાનું પૂર્વે કહ્યું છે તે પ્રમાણે ચાર રૂપ ઓછાં કરવાં એટલે શેષ અગિયાર ૧૧ રહે. તેને પાંચ ઇન્દ્રિયની અવિરત સાથે ગુણાકર કરવો એટલે પંચાવન થાય, તેની સાથે બે યુગલને ગુણતાં એકસો દશ ૧૧૦ થાય, તેને ક્રોધાદિ કષાયો સાથે ગુણતાં ચારસો અને ચાળીસ ૪૪૦ થાય. તેટલા સંજ્ઞી અપર્યાપ્તા સમ્યગ્દષ્ટિને ચૌદ બંધહેતુના ભાંગા થાય.
તે ચૌદ બંધહેતુમાં ભય મેળવતાં પંદર થાય તેના પણ ચારસો ચાળીસ ૪ ૪૪૦ ભાંગા થાય. અથવા જુગુપ્સા મેળવતાં પંદર હેતુના પણ ચારસો ચાળીસ ૪૪૦ ભાંગા થાય. તથા તે ચૌદ બંધહેતુમાં ભય અને જુગુપ્સા એ બંને મેળવતાં સોળ હેતુ થાય. તેના પણ ચારસો ચાળીસ જ ૪૪૦ ભાંગા થાય.
સઘળા મળી અવિરતિ સમ્યગ્દષ્ટિ સંજ્ઞી અપર્યાપ્તાને બંધહેતુના સત્તરસો અને સાઠ ભાંગા થાય.
સાસ્વાદન સમ્યગ્દષ્ટિ અપર્યાપ્તા સંશીને કાર્યણ, ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્ર એ ત્રણ યોગો હોય છે. માટે યોગના સ્થાને ત્રણ મૂકવા.
આ ગુણઠાણવાળાને જઘન્યપદે પંદર બંહેતુ હોય છે. કારણ કે અહીં અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. અંકસ્થાપનમાં શેષ અંકોની સ્થાપના પૂર્વવત્ કરવી તે આ પ્રમાણે ૪
૨-૫-૩-૩-૧.
તેમાં પહેલા ત્રણ વેદ સાથે ત્રણ યોગનો ગુણાકાર કરવો એટલે નવ થાય. તેમાંથી સાસ્વાદન ગુણસ્થાનકે એક રૂપ ઓછું કરવા પૂર્વે કહ્યું છે તે પ્રમાણે એક રૂપ ઓછું કરવું એટલે શેષ આઠ રહે. તેને પાંચ ઇન્દ્રિયની અવિરતિ સાથે ગુણતાં ચાળીસ થાય, તેને બે યુગલ સાથે ગુણતાં એંશી થાય, તેને ચાર કષાય સાથે ગુણતાં ત્રણસો વીસ ૩૨૦ થાય, એટલા સાસ્વાદન ગુણઠાણે સંશી અપર્યાપ્તાના પંદર બંધહેતુના ભાંગા થાય.
તે પંદરમાં ભય મેળવતાં સોળ હેતુ થાય. તેના પણ તે ત્રણસો વીસ ભાંગા જ થાય. એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં સોળ હેતુના પણ ત્રણસો વીસ ૩૨૦ ભાંગા થાય. ભય, જુગુપ્સા બંને મેળવતાં સત્તર હેતુ થાય. તેના પણ ત્રણસો વીસ ૩૨૦ ભાંગા થાય. સઘળા મળી સાસ્વાદન ગુણઠાણે સંશી અપર્યાપ્તાના બંધહેતુના ભાંગા બારસો એંશી ૧૨૮૦ ભાંગા થાય.