________________
૪૩૬
પંચસંગ્રહ-૧
સોળ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ ગુણઠાણે અપર્યાપ્તાવસ્થામાં યોગો ત્રણ હોય છે, માટે યોગના સ્થાને ત્રણ મૂકવા. ત્યારપછી પૂર્વવત્ અંકોનો ગુણાકાર કરતાં સોળ બંધહેતુના ત્રણસો સાઠ ૩૬૦ ભાંગા થાય છે.
તે સોળમાં ભય મેળવતાં સત્તર બંધહેતુ થાય તેના પણ ત્રણસો સાઠ ૩૬૦ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સત્તર બંધહેતુના પણ ત્રણસો સાઠ ૩૬૦ ભાંગા થાય.
તથા ભય જુગુપ્સા બંને મેળવતાં અઢાર બંધહેતુ થાય તેના પણ ત્રણસો સાઠ ૩૬૦ ભાંગા થાય.
સઘળા મળી મિશ્રાદષ્ટિ અસંજ્ઞી અપર્યાપ્તાને ચૌદસો અને ચાળીસ ૧૪૪૦ બંધહેતુના ભાંગા થાય. બંને ગુણસ્થાનકના મળી અસંજ્ઞી અપર્યાપ્તાના બંધહેતુના ભાંગા ચોવીસસો ૨૪૦૦ થાય.
પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયને જઘન્યપદે સોળ બંધહેતુ હોય છે. તે આ પ્રમાણે–એક મિથ્યાત્વ, છ કાયનો વધ, પાંચ ઇન્દ્રિયની અવિરતિમાંથી કોઈ પણ એક ઇન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, અનંતાનુબંધી આદિ કષાયોમાંથી કોઈપણ ક્રોધાદિ ચાર કષાય, ત્રણ વેદમાંથી એક વેદ અને ઔદારિક કાયયોગ તથા અસત્ય અમૃષા વચનયોગમાંથી એક યોગ.
અંક સ્થાપના આ પ્રમાણે–૧-૧-૫-૨-૪-૩-૨. ક્રમશઃ અંકોનો ગુણાકાર કરતાં સોળ બંધહેતુના બસો ચાળીસ ૨૪૦ ભાંગા થાય.
તે સોળ હેતુમાં ભય મેળવતાં સત્તર થાય. તેના પણ બસો ચાળીસ ૨૪૦ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ બસો ચાળીસ ૨૪૦ ભાંગા થાય.
ભય તથા જુગુપ્સા બંને મેળવતાં અઢાર બંધહેતુ થાય. તેના પણ બસો ચાળીસ ૨૪૦ ભાંગા થાય.
સઘળા મળી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયના બંધહેતુના ભાંગા નવસો સાઠ ૯૬૦ થાય. આ પ્રમાણે અસંજ્ઞી પંચેન્દ્રિયના બંધહેતુના ભાંગા કહ્યા.
હવે ચઉરિન્દ્રિયના બંધહેતુના ભાંગા કહે છે–અપર્યાપ્ત ચરિન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે જઘન્યપદે પંદર બંધહેતુઓ હોય છે. તે આ પ્રમાણે–છ કાયનો વધ, ચાર ઇન્દ્રિયની અવિરતિમાંથી એક ઇન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ તથા સંજ્ઞી પંચેન્દ્રિય વિનાના શેષ સઘળા સંસારી જીવો પરમાર્થથી તો નપુંસકવેદી જ છે, માત્ર અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં સ્ત્રી અને પુરુષનો આકાર હોય છે તે આકાર માત્રને આશ્રયી તેઓ સ્ત્રીવેદી અને પુરુષવેદીમાં ઘટે છે, માટે અસંજ્ઞીમાં ત્રણ વેદ કહ્યા છે. ચઉરિન્દ્રિયાદિ જીવોને તો સ્ત્રી અને પુરુષનો બાહ્ય આકાર પણ હોતો નથી. માટે ચઉરિન્દ્રિયાદિ સઘળા જીવોમાં નપુંસકવેદ એક જ સમજવો. માટે વેદ એક તથા અનંતાનુબંધી ક્રોધાદિમાંથી કોઈપણ ક્રોધાદિ ચાર કષાય, કાર્પણ અને ઔદારિકમિશ્ર યોગમાંથી એક યોગ.
અંકસ્થાપનામાં કાયસ્થાને એક, કારણ કે એ કાયની હિંસાનો ષટ્યયોગી ભાંગો એક જ હોય છે તેથી. ઇન્દ્રિયની અવિરતિના સ્થાને ચાર, યુગલના સ્થાને બે, વેદના સ્થાને એક,