________________
४४०
પંચસંગ્રહ-૧
તથા ભય અને જુગુપ્સા બને મેળવતાં સત્તર હેતુ થાય. તેના પણ સોળ ૧૬ ભાંગા થાય.
આ પ્રમાણે અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે બંધહેતુના ચોસઠ ૬૪ ભાંગા થાય.
તથા મિથ્યાત્વરૂપ હેતુ મળવાથી અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય મિથ્યાષ્ટિને સોળ બંધહેતુ થાય. માત્ર અહીં કામણ ઔદારિકમિશ્ર, અને ઔદારિક એ ત્રણ યોગમાંથી કોઈપણ એક યોગ કહેવો. યોગના સ્થાને ત્રણ મૂકી પૂર્વવત્ અંકોનો ગુણાકાર કરતાં સોળ બંધહેતુના ચોવીસ ૨૪ ભાંગા થાય.
તે સોળમાં ભય મેળવતાં સત્તર હેતુ થાય. તેના પણ ચોવીસ ૨૪ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ ચોવીસ ૨૪ ભાંગા થાય.
તથા ભય જુગુપ્સા બંને મેળવતાં અઢાર હેતુ થાય, તેના પણ ચોવીસ ૨૪ ભાંગા થાય.
સઘળા મળી છનું ૯૬ ભાંગા થાય. બંને ગુણઠાણે બાદર એકેન્દ્રિય અપર્યાપ્તાના સઘળા મળી એકસો સાઠ ૧૬૦ ભાંગા થાય.
પર્યાપ્ત બાદર એકેન્દ્રિયને જઘન્યપદે અનંતરોક્ત સોળ બંધહેતુઓ હોય છે, માત્ર અહીં ઔદારિક, વૈક્રિય અને, વૈક્રિયમિશ્ર એ ત્રણ યોગમાંથી એક યોગ કહેવો, કારણ કે પર્યાપ્ત બાદર વાયુકાયમાંના કેટલાક જીવોને વૈક્રિય શરીર હોય છે. માટે યોગના સ્થાને ત્રણ મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં સોળ હેતુના ચોવીસ ૨૪ ભાંગા થાય.
તે સોળમાં ભય મેળવતાં સત્તર હેતુ થાય. તેના પણ ચોવીસ ૨૪ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સત્તર હેતુ થાય. તેના પણ ચોવીસ ૨૪ ભાંગા થાય. ભય અને જુગુપ્સા બંને મેળવતાં અઢાર હેતુ થાય. તેના પણ ચોવીસ ૨૪ ભાંગા થાય.
કુલ છનું ભાંગા થાય. સઘળા મળી બાદર એકેન્દ્રિયના બંધહેતુના બસો અને છપ્પન ૨૫૬ ભાંગા થાય. બાદર એકેન્દ્રિયના ભાંગા કહ્યા.
હવે સૂક્ષ્મ એકેન્દ્રિયના કહે છે–સૂક્ષ્મએકેન્દ્રિય અપર્યાપ્તાને જઘન્યપદે બાદર એકેન્દ્રિયની જેમ સોળ બંધહેતુઓ હોય છે. અહીં ભાંગા પૂર્વવત્ ચોવીસ ૨૪ થાય.
તે સોળમાં ભય મેળવતાં સત્તર હેતુ થાય. તેના પણ ચોવીસ ૨૪ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ ૨૪ ભાંગા થાય.
તથા ભય અને જુગુપ્સા બંને મેળવતાં અઢાર બંધહેતુ થાય. તેના પણ ચોવીસ ભાંગા થાય.
સરવાળે છનું ૯૬ ભાંગા થાય.
તથા પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયને જઘન્યપદે હમણાં કહ્યા તે જ સોળ બંધહેતુઓ હોય છે. માત્ર અહીં યોગ એક ઔદારિક કાયયોગ જ હોય છે. માટે યોગના સ્થાને એક મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં સોળ બંધહેતુના આઠ ભાંગા થાય. એટલે ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ સાથે