Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૩૯
ચતુર્થદ્વાર
તે પંદરમાં ભય મેળવતાં સોળ હેતુ થાય. તેના પણ બત્રીસ ૩૨ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સોળ હેતુના પણ બત્રીસ ૩૨ ભાંગા થાય. તથા ભય અને જુગુપ્સા મેળવતાં સત્તર બંધહેતુ થાય. તેના પણ બત્રીસ ૩૨ ભાંગા થાય. સઘળા મળી અપર્યાપ્ત બેઇન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે એકસો અઠ્યાવીસ ૧૨૮ ભાંગા
થાય.
મિથ્યાષ્ટિ અપર્યાપ્ત બેઇન્દ્રિયને પૂર્વોક્ત પંદર હેતુમાં મિથ્યાત્વરૂપ હેતુ મળવાથી સોળ બંધહેતુ થાય. માત્ર અહીં યોગ કાર્મણ, ઔદારિકમિશ્ર અને ઔદારિક એ ત્રણ હોય માટે યોગના સ્થાને ત્રણ મૂકી પૂર્વની જેમ અંકોનો ગુણાકાર કરતાં અડતાળીસ ૪૮ ભાંગા થાય. મિથ્યાદષ્ટિ બેઈન્દ્રિય અપર્યાપ્તાના સોળ બંધહેતુના તેટલા ભાંગા થાય.
તે સોળમાં ભય મેળવતાં સત્તર હેતુ થાય. તેના પણ અડતાળીસ ૪૮ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ અડતાળીસ ભાંગા થાય. તથા ભય જુગુપ્સા બંને મેળવતાં અઢાર હેતુ થાય, તેના પણ અડતાળીસ ૪૮ ભાંગા થાય.
સઘળા મળી એકસો બાણ ૧૯૨ ભાંગા થાય. બંને ગુણસ્થાનકે બેઇન્દ્રિય અપર્યાપ્તાને સઘળા મળી ત્રણસો વીસ ૩૨૦ ભાંગા થાય.
પર્યાપ્ત બેઇન્દ્રિયને જઘન્યપદે અનંતરોક્ત સોળ બંધહેતુઓ હોય છે. માત્ર અહીં ઔદારિકકાયયોગ અને અસત્ય અમૃષા વચનયોગ એ બે યોગમાંથી એક યોગ કહેવો. યોગના સ્થાને બે મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં સોળ બંધહેતુના બત્રીસ ૩૨ ભાંગા થાય.
તે સોળમાં ભય મેળવતાં સત્તર હેતુ થાય. તેના પણ બત્રીસ ૩૨ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ બત્રીસ ૩૨ ભાંગા થાય.
તથા ભય અને જુગુપ્સા એ બંને મેળવતાં અઢાર બંધહેતુ થાય. તેના પણ બત્રીસ ૩૨ 'ભાંગા થાય,
સઘળા મળી પર્યાપ્ત બેઈન્દ્રિયના બંધહેતુના એકસો અઠ્યાવીસ ૧૨૮ ભાંગા થાય. બેઇન્દ્રિય બંધહેતુના સઘળા મળી ચારસો અને અડતાળીસ ૪૪૮ ભાંગા થાય. બેઇજિયના બંધહેતુના ભાંગા કહ્યા.
હવે બાદર એકેન્દ્રિયના ભાંગા કહે છે–અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે જઘન્યપદે પૂર્વની જેમ પંદર બંધહેતુઓ હોય છે. માત્ર અહીં એક સ્પર્શ ઇન્દ્રિયની જ અવિરતિ કરવી.
અંકસ્થાપનામાં ઇન્દ્રિયની અવિરતિના સ્થાને એક, છ કાયના વધના સ્થાને એક, કષાયના સ્થાને ચાર, યુગલના સ્થાને બે, વેદના સ્થાને એક, અને યોગના સ્થાને બે ૧-૧-૪૨-૧-૨ મૂકી અંકોનો ગુણાકાર કરતાં પંદર હેતુના સોળ ૧૬ ભાંગા થાય.
તે પંદરમાં ભય મેળવતાં સોળ હેતુ થાય. તેના પણ સોળ ૧૬ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સોળ બંધહેતુના પણ ૧૬ ભાંગા થાય.