________________
૪૩૨
તેઓને હોવાથી વેદના સ્થાને ત્રણ મૂકવા અને યુગલના સ્થાને બે મૂકવા. ૧૬ હવે એકેન્દ્રિય જીવોમાં જેટલા યોગો સંભવે છે તે કહે છે—
પંચસંગ્રહ-૧
एवं च अपज्जाणं बायरसुहुमाण पज्जयाण पुणो । तिण्क्क कायजोगा सण्णिअपज्जे गुणा तिनि ॥१७॥
एवं चापर्याप्तानां बादरसूक्ष्माणां पर्याप्तानां पुनः । त्रयः एकः काययोगाः संज्ञिन्यपर्याप्ते गुणास्त्रयः ॥१७॥
અર્થ—અસંશીની જેમ બાદર અને સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તાને બે યોગ હોય છે. પર્યાપ્ત બાદર અને સૂક્ષ્મ એકેન્દ્રિયને અનુક્રમે ત્રણ અને એક યોગ હોય છે. તથા અપર્યાપ્ત સંશીને ત્રણ ગુણસ્થાનક હોય છે.
ટીકાનુ—જેમ અપર્યાપ્ત અસંશી અને વિકલેન્દ્રિય બે યોગ કહ્યા છે, તેમ અપર્યાપ્ત બાદર અને સૂક્ષ્મ એકેન્દ્રિયને પણ કાર્પણ અને ઔદારિકમિશ્ર એ બે યોગ હોય છે.
તથા પર્યાપ્ત બાદર અને સૂક્ષ્મ એકેન્દ્રિયને અનુક્રમે ત્રણ અને એક યોગ હોય છે. તેમાં પર્યાપ્ત બાદર એકેન્દ્રિયને ઔદારિક, વૈક્રિય અને વૈક્રિયમિશ્ર એ ત્રણ યોગ હોય છે, અને પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયને ઔદારિકકાયયોગરૂપ એક જ યોગ હોય છે. માટે તે તે જીવોની અપેક્ષાએ બંધહેતુના ભાંગાનો વિચાર કરતાં યોગસ્થાને ત્રણ કે એક અંક મૂકવો.
તથા ગુણસ્થાનકનો વિચાર કરવામાં આવે તો કરણ અપર્યાપ્ત સંજ્ઞીને મિથ્યાર્દષ્ટિ, સાસ્વાદન અને અવિરતિ સમ્યગ્દષ્ટિ એ ત્રણ ગુણસ્થાનક હોય છે.
તથા ગાથાની શરૂઆતમાં ‘છ્યું શ્વ’ એમાં એવં પછી મૂકેલ ‘‘ચ” શબ્દ અનુક્તનો સૂચક હોવાથી કરણ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંશીપંચેન્દ્રિય જીવોમાં મિથ્યાર્દષ્ટિ અને સાસ્વાદન એમ બન્ને ગુણસ્થાનક હોય છે એમ સમજવું.
તથા પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં મિથ્યાર્દષ્ટિરૂપ એક જ ગુણસ્થાનક હોય છે. જ્યારે બાદર એકેન્દ્રિયાદિ પૂર્વોક્ત જીવોમાં સાસ્વાદન ગુણસ્થાનક હોય ત્યારે ત્યાં મિથ્યાત્વ નહિ હોવાથી બંધહેતુ પંદર હોય છે.
તે વખતે યોગો કાર્મણ અને ઔદારિકમિશ્ર એ બે હોય છે. કારણ કે સંન્ની સિવાય અન્ય જીવોને સાસ્વાદનપણું અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે, અન્યકાળે હોતું નથી. અને અપર્યાપ્તસંશી સિવાય શેષ જીવોને અપર્યાપ્તાવસ્થામાં બે જ યોગ હોય છે. અપર્યાપ્ત સંજ્ઞીમાં તો કાર્મણ ઔદારિકમિશ્ર, અને વૈક્રિયમિશ્ર એ ત્રણ યોગો હોય છે તે પહેલાં કહ્યું જ છે.
પ્રશ્ન—સાસ્વાદનપણામાં પણ શેષ પર્યાપ્તિએ અપર્યાપ્તા અને શ૨ી૨૫ર્યાપ્તિએ પર્યાપ્તાને ઔદારિકકાયયોગ સંભવે છે. માટે બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિય જીવોને સાસ્વાદન ગુણસ્થાનકે ત્રણ યોગો કેમ ન કહ્યા ? બે યોગ કેમ ક્યા ?
ઉત્તર—ઉપરોક્ત શંકા અયોગ્ય છે, કારણ કે શરી૨૫ર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં