Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૩૦
પંચસંગ્રહ-૧ અર્થ –અસંશીના બારે ભેદોમાં જઘન્ય સોળ અને ઉત્કૃષ્ટ અઢાર બંધહેતુ હોય છે. અપર્યાપ્ત સંજ્ઞીમાં જઘન્ય ચૌદ અને ઉત્કૃષ્ટ અઢાર હોય છે અને સંજ્ઞીને ગુણસ્થાનકના ગ્રહણથી જ ગ્રહણ કર્યો છે.
ટીકાનુ–સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત સિવાય શેષ બારે જીવસ્થાનકોમાં દરેકમાં જઘન્યપદે સોળ બંધહેતુઓ અને ઉત્કૃષ્ટપદે અઢાર બંધ હેતુઓ હોય છે. આ હેતુઓ મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક આશ્રયીને જ કહ્યા છે એમ સમજવું. સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે તો બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયોને જઘન્યપદે પંદર બંધ હેતુઓ હોય છે. તથા સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તાને જઘન્યપદે ચૌદ અને ઉત્કૃષ્ટપદે અઢાર બંધહેતુઓ હોય છે અને જે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત છે તે તો ગુણસ્થાનકના ગ્રહણ વડે જ ગ્રહણ કર્યો છે. કારણ કે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયમાં જ ચૌદ ગુણસ્થાનકનો સંભવ છે. તેથી ચૌદ ગુણસ્થાનકના ભાંગા કહેવા વડે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયમાં જ કહ્યા છે એમ સમજવું. માટે તેની અંદર અહીં ફરીથી ભાંગા કહેવામાં નહિ આવે. ૧૫. "
હવે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય વર્જીને, શેષ તેર જીવસ્થાનોમાં મિથ્યાત્વાદિના અવાંતર ભેદોમાંથી જે જે ભેદો સંભવે છે, તેને વિશેષથી નિર્ણય કરવા ઇચ્છતાં આ ગાથા કહે છે
मिच्छत्तं एगं चिय छक्कायवहो ति जोग सन्निम्मि । इंदियसंखा सुगमा असन्निविगलेसु दो जोगा ॥१६॥ मिथ्यात्वमेकमेव षट्कायवधः त्रयो योगाः संज्ञिनि ।
ન્દ્રિયસંધ્યા સુધીમાં માજ્ઞિવિજોયુ તો યોજી રદ્દા ? - અર્થપર્યાપ્ત સંજ્ઞી વિના તેરે જીવભેદોમાં મિથ્યાત્વ એક જ હોય છે. વધ એ કાયનો હોય છે, અપર્યાપ્ત સંજ્ઞીમાં યોગ ત્રણ હોય છે, ઇન્દ્રિયની સંખ્યા સુગમ છે અને અસંજ્ઞી તથા વિકલેન્દ્રિયમાં યોગ બબ્બે હોય છે.
ટીકાનુ–પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય વિના તેરે જીવભેદોમાં પાંચ મિથ્યાત્વમાંથી એક અનાભોગિક મિથ્યાત્વ જ હોય છે, બીજા કોઈ મિથ્યાત્વના ભેદો સંભવતા નથી. માટે અંક સ્થાપનામાં મિથ્યાત્વના સ્થાને એક સ્થાપવો. તથા તે તેરે જીવભેદોમાં સામાન્ય રીતે છએ કાયોનો વધ હંમેશાં હોય છે. પરંતુ એકબે કાયાદિના ઘાતરૂપે ભાંગાની પ્રરૂપણાના વિષયભૂત હોતો નથી. કારણ કે તે અસલી જીવો હંમેશાં એ કાયો પ્રત્યે અવિરત પરિણામવાળા હોય છે. એટલે તેઓને સમયે સમયે છએ કાયની હિંસા હોય છે.
૧. અહીં એકેન્દ્રિયાદિ સઘળા અસંશી જીવોને અનાભોગિક મિથ્યાત્વ કહ્યું છે. મૂળ ટીકામાં અનભિગૃહીત મિથ્યાત્વ કહ્યું છે. મૂળ ટીકા ચોથા દ્વારની પાંચમી ગાથાના અંતમાં આ પ્રમાણે કહ્યું છે– પર્યાપ્ત સંજ્ઞી જીવસ્થાનમાં જ આ વિશેષ સંભવે છે. શેષ સઘળાઓને એક અનભિગૃહીત મિથ્યાત્વ જ હોય છે, તેથી જ અનભિગૃહીતનો તેમાં આ પ્રમાણે અથે કર્યો છે—ન નહોતું અનJહીતે ચર્થ દ્વિત્રિવતજિમૈષવૈશ.' સોળમી ગાથામાં પણ મિથ્યાત્વિમેમેવાધિJહીતં દ્વાદશાનામાંજ્ઞિનાનું એ પ્રમાણે કહ્યું છે. તત્ત્વ જ્ઞાની જાણે.