Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ચતુર્થદ્વાર
૪૩૧
પ્રશ્ન–મિથ્યાદૃષ્ટિ આદિ ગુણઠાણે પૂર્વે જે કાયના ભાંગાની પ્રરૂપણા કરી તે શી રીતે સંભવે ? કારણ કે જેમ અસંજ્ઞી તે કાયોની હિંસાથી વિરમેલો નહિ હોવાથી સામાન્યતઃ છએ કાયનો હિંસક છે તેમ મિથ્યાદૃષ્ટિ પણ તે છએ કાયોની હિંસાથી વિરમેલો નહિ હોવાથી હિંસક છે જ. માટે કોઈ વખતે એક કોઈ વખતે બે આદિ કાયના હિંસક કેમ કહ્યા ?
ઉત્તર તમે જે દોષ આપ્યો તે દોષ પ્રાપ્ત થતો નથી. કારણ કે સંજ્ઞી જીવો મનવાળા છે, અને મનવાળા હોવાથી તેઓને કોઈ કોઈ વખતે કોઈ કોઈ કાયપ્રત્યે તીવ્ર તીવ્રતર પરિણામ થાય છે. તે સંજ્ઞી જીવોને એવો વિકલ્પ થાય છે કે મારે આ એક કાયની હિંસા કરવી છે. આ બે કાયની હિંસા કરવી છે, અથવા અમુક અમુક ત્રણ કાયનો ઘાત કરવો છે. આ રીતે બુદ્ધિપૂર્વક અમુક અમુક કાયની હિંસામાં તેઓ પ્રવર્તે છે, માટે તે અપેક્ષાએ છ કાયના એકબે આદિ સંયોગથી કરેલી ભાંગાની પ્રરૂપણા ઘટે છે.
અસંજ્ઞી જીવોને તો મનના અભાવે તેવા પ્રકારનો સંકલ્પ થતો નહિ હોવાથી સઘળી કાયો પ્રત્યે હંમેશાં એક સરખા પરિણામવાળા જ હોય છે એ હેતુથી તેઓને હંમેશાં છએ કાયના વધરૂપ એક ભંગ જ હોય છે. માટે કાયના સ્થાને પણ એકનો અંક જ મૂકવો.
તથા અપર્યાપ્ત સંજ્ઞીમાં કાર્મણ ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્ર એમ ત્રણ યોગો હોય છે, બીજા યોગો હોતો નથી માટે અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના બંધહેતુના ભાંગાનો વિચાર કરતાં યોગના સ્થાને ત્રણ મૂકવા. તથા તેરે જીવભેદોમાં ઇન્દ્રિયની સંખ્યા પ્રસિદ્ધ હોવાથી સુગમ છે. તે આ પ્રમાણે - પંચેન્દ્રિયને પાંચ, ચઉરિન્દ્રિયને ચાર, તેઈન્દ્રિયને ત્રણ, બેઈજિયને બે અને એકેન્દ્રિય જીવોને એક.
માટે તે તે જીવોના બંધહેતુના વિચાર પ્રસંગે ઇન્દ્રિયની અવિરતિના સ્થાને જેટલી ઇન્દ્રિયવાળા તેઓ હોય તે સંખ્યા મૂકવી.
તથા પર્યાપ્ત અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવોમાં બલ્બ યોગ હોય છે. તેમાં અપર્યાપ્તાને કામણ તથા ઔદારિકમિશ્ર એ બે યોગ હોય છે અને પર્યાપ્તાને ઔદારિક કાયયોગ તથા અસત્ય અમૃષા વચનયોગ એ બે યોગ હોય છે. માટે તેઓના બંધહેતુ ગણતાં યોગના સ્થાને બબ્બે મૂકવા.
તથા સંજ્ઞી અપર્યાપ્ત સિવાય બાર જીવભેદોમાં અનંતાનુબંધી આદિ ચારે કષાયો હોવાથી કષાયના સ્થાને ચાર મૂકવા. વેદ એક નપુંસક જ હોવાથી વેદના સ્થાને એક મૂકવો. માત્ર અસંજ્ઞી પંચેન્દ્રિયના ભાંગા ગણતાં તેઓને દ્રવ્યથી ત્રણે વેદ હોવાથી વેદના સ્થાને ત્રણ મૂકવા અને તે સઘળાને યુગલ બંને હોવાથી યુગલના સ્થાને બે મૂકવા.
તથા સંજ્ઞી અપર્યાપ્તામાં તેઓની જો લબ્ધિ વડે વિવક્ષા કરવામાં આવે તો કષાયાદિ એકેન્દ્રિયાદિને જે પ્રમાણે કહ્યા તે પ્રમાણે જ કહેવા અને કરણ અપર્યાપ્ત સંજ્ઞીમાં પર્યાપ્ત સંજ્ઞીની જેમ અનંતાનુબંધીનો ઉદય નથી પણ હોતો, જયારે ન હોય ત્યારે કષાયના સ્થાને અપ્રત્યાખ્યાનાવરણાદિ ત્રણ કષાય મૂકવા અને ઉદય હોય ત્યારે ચાર મૂકવા, ત્રણ વેદનો ઉદય
તવી