Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ચતુર્થદ્વાર
ચૌદપૂર્વનું અધ્યયન શા માટે હોતું નથી ? તો કહે છે—સ્રીઓને દૃષ્ટિવાદના અધ્યયનનો નિષેધ કર્યો છે માટે,
૪૨૭
શાસ્ત્રમાં કહ્યું છે કે—‘સ્રીઓ સ્વભાવે તુચ્છ છે, અભિમાન બહુલતાવાળી છે, ચપળ છે, ધીરજ વિનાની છે એટલે જીરવી શકતી નથી. અથવા બુદ્ધિ વડે મંદ છે. માટે અતિશયવાળાં જેની અંદર અધ્યયનો રહેલાં છે, તે દૃષ્ટિવાદના અધ્યયનનો સ્ત્રીઓને નિષેધ કર્યો છે.’
માટે પ્રમત્ત સંયતને વેદ સાથે પોતાના યોગોનો ગુણાકાર કરી સ્રીવેદે આહારક યોગ · અને સ્ત્રીવેદે આહારકમિશ્ર એ બે ભાંગા કાઢી નાંખવા. તથા અપ્રમત્ત સંયતને સ્રીવેદે આહારક કાયયોગ રૂપ એક ભંગ ઓછો કરવો.
વૈક્રિય અને આહારક લબ્ધિવાળા પ્રમત્ત સંયત મુનિઓ લબ્ધિનો પ્રયોગ અહીં કરતા હોવાથી તેને વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર એ બે યોગ હોય છે. પરંતુ તે લબ્ધિ પ્રમત્ત સંયત વિકુર્તી તે તે શરીર યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી અપ્રમત્ત સંયતે જતા હોવાથી ત્યાં વૈક્રિયમિશ્ર અને આહા૨કમિશ્ન એ બે યોગો હોતા નથી. આરંભકાળે અને ત્યાગકાળે મિશ્રપણું હોય છે. તે બન્ને વખતે પ્રમત્ત ગુણઠાણું જ હોય છે. માટે અપ્રમત્તે એક ભંગ ઓછો કરવાનું કહ્યું છે.
પ્રમત્ત સંયતે જઘન્યપદે પાંચ બંધહેતુઓ આ પ્રમાણે હોય છે—અહીં સર્વથા પાપવ્યાપારના ત્યાગી મુનિઓ હોવાથી મિથ્યાત્વ અને અવિરતિ સર્વથા હોતી નથી. કષાય અને યોગ એ બે જ હેતુઓ હોય છે. માટે બે યુગલમાંથી એક યુગલ, ત્રણ વેદમાંથી એક વેદ, ચાર સંજ્વલન કષાયમાંથી એક ક્રોધાદિ કષાય અને કાર્મણ તથા ઔદારિકમિશ્ર એ બે યોગ વિના શેષ તેર યોગમાંથી એક યોગ એ પ્રમાણે પાંચ બંધહેતુઓ હોય છે.
માટે અહીં વેદના સ્થાને ત્રણ, યોગના સ્થાને તેર, યુગલના સ્થાને બે અને કષાયના સ્થાને ચારનો અંક મૂકી ક્રમશઃ અંકોનો ગુણાકાર કરવો.
ગુણાકાર આ પ્રમાણે કરવો—પહેલાં ત્રણ વેદ સાથે તેર યોગોને ગુણવા, ગુણતાં ઓગણચાળીસ ૩૯ થાય. તેમાંથી બે રૂપ ઓછાં ક૨વાં એટલે શેષ સાડત્રીસ ૩૭ ૨હે, તેને બે યુગલ સાથે ગુણવા એટલે ચુંમોતેર ૭૪ થાય, તેને ચાર કષાય સાથે ગુણવા એટલે બસો છનું ૨૯૬ ભાંગા થાય. આ પ્રમાણે પાંચ બંધહેતુના અનેક જીવો આશ્રયી બસો છત્તું ભાંગા થાય.
હવે છ બંધહેતુ કહે છે—તે પાંચમાં ભય મેળવતાં છ બંધહેતુ થાય. ત્યાં પણ તે જ બસો છત્તું ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં છ હેતુના પણ બસો છત્તું ભાંગા થાય. કુલ છ બંધહેતુના પાંચસો બાણુ ૫૯૨ ભાંગા થાય.
હવે સાત બંધહેતુઓ કહે છે—પૂર્વોક્ત પાંચ હેતુમાં ભય અને જુગુપ્સા બંને મેળવતાં સાત હેતુ થાય. તેના પણ બસો છનું ૨૯૬ ભાંગા થાય. સઘળા મળી પ્રમત્ત સંયત ગુણઠાણે અગિયારસો અને ચોરાશી ૧૧૮૪ ભાંગા થાય.
અપ્રમત્ત સંયત ગુણઠાણે પણ પાંચથી સાત સુધી બંધહેતુઓ હોય છે. તેમાં પાંચ આ પ્રમાણે—ત્રણ વેદમાંથી એક વેદ, કાર્યણ, ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર સિવાય અગિયાર યોગમાંથી કોઈપણ એક યોગ, બે યુગલમાંથી એક યુગલ અને સંજ્વલન ચાર