Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ચતુર્થદ્વાર
ઓછા કરવા.
અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે જઘન્યપદે નવ બંધહેતુઓ હોય છે. તે આ પ્રમાણે— છકાયમાંથી કોઈપણ એક કાયનો વધ, પાંચ ઇન્દ્રિયમાંથી એક ઇન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, ત્રણ વેદમાંથી એક વેદ, અપ્રત્યાખ્યાનાવરણાદિ કોઈપણ ક્રોધાદિ ત્રણ કષાય, તેર યોગમાંથી કોઈપણ એક યોગ, આ પ્રમાણે ઓછામાં ઓછા નવ બંધહેતુ એક સમયે એક જીવને હોય છે.
૪૨૧
એક સમયે અનેક જીવ આશ્રયી ભાંગાની સંખ્યા લાવવા માટે અંક સ્થાપના આ પ્રમાણે કરવી. છ કાયના એક એકના યોગે છ ભાંગા થાય. માટે કાયની હિંસાને સ્થાને છ મૂકવા. એ પ્રમાણે ઇન્દ્રિયની અવિરતિને સ્થાને પાંચ, વેદના સ્થાને ત્રણ, યુગલના સ્થાને બે, કષાયના સ્થાને ચાર, યોગને સ્થાને તેર મૂકવા. તેમાં પણ પહેલાં વેદ સાથે યોગો ગુણી તેમાંથી ચાર ઓછા કરી ત્યારપછી શેષ અંકો સાથે ગુણાકાર કરવો. એટલે ગુણાકાર કરવા માટે અંકો આ પ્રમાણે મૂકવા.
૪-૨-૫-૬-૧-૧૩-૩.
હવે તેઓનો ગુણાકાર આ પ્રમાણે કરવો—ત્રણ વેદ સાથે તેર યોગને ગુણતાં ઓગણચાળીસ ૩૯ થાય. તેમાંથી ચાર ઓછા કરતાં શેષ પાંત્રીસ રહે. તેને છ કાયે ગુણતાં બસો દશ ૨૧૦ થાય, તેને પાંચ ઇન્દ્રિયની અવિરતિ સાથે ગુણતાં એક હજાર અને પચાસ ૧૦૫૦ થાય, તેને બે યુગલ સાથે ગુણતાં એકવીસસો ૨૧૦૦ થાય, અને તેને ચાર કષાય સાથે ગુણતાં ચોરાશીસો ૮૪૦૦ થાય. આ પ્રમાણે નવ બંધહેતુના અનેક જીવ આશ્રયી ચોરાશીસો ભાંગા
થાય.
હવે દશ બંધહેતુના ભાંગા કહે છે—તે પૂર્વોક્ત નવ હેતુમાં બે કાયનો વધ મેળવતાં દશ હેતુ થાય. છ કાયના બ્રિકસંયોગે પંદર ભાંગા થાય. માટે કાય સ્થાને પંદર મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં એકવીસ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય.
અથવા ભય મેળવતાં દશ થાય. તેના ભાંગા પૂર્વવત્ ચોરાશીસો ૮૪૦૦ થાય. એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં પણ દશ બંધહેતુના ચોરાશીસો ૮૪૦૦ ભાંગા થાય. આ પ્રમાણે દશ બંધહેતુ ત્રણ પ્રકારે થાય. તેના કુલ ભાંગા સાડત્રીસ હજાર અને આઠસો ૩૭૮૦૦ થાય. આ રીતે દશ બંધહેતુના ભાંગા કહ્યા.
હવે અગિયાર બંધ હેતુના કહે છે—તે પૂર્વોક્ત નવ બંધહેતુમાં ત્રણ કાયનો વધ લેતાં અગિયાર હેતુ થાય, છ કાયના ત્રિકસંયોગે વીસ ભાંગા થાય. માટે કાયને સ્થાને વીસ મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોને ગુણતાં અઠ્યાવીસ હજાર ૨૮૦૦૦ ભાંગા થાય.
અથવા ભય અને બે કાયનો વધ મેળવતાં પણ અગિયાર થાય. બે કાયનો વધ ગણીએ ત્યારે કાય સ્થાને પંદર મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરવો. તેના પૂર્વવત્ એકવીસ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને બે કાયનો વધ મેળવતાં અગિયાર હેતુના પણ એકવીસ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય.