________________
૪૨૩
ચતુર્થદ્વારા
એ પ્રમાણે જુગુપ્સા અને પાંચ કાયનો વધ મેળવતાં ચૌદ હેતુના પણ ચોરાશીસો ૮૪૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને ચાર કાયનો વધ મેળવતાં પણ ચૌદ થાય. અહીં કાયસ્થાને પંદર મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં એકવીસ હજાર ૨૧૦૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે ચૌદ બંધ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા ઓગણચાળીસ હજાર અને બસો ૩૯૨૦૦ થાય. ચૌદ હેતુ કહ્યા.
હવે પંદર હતુઓ કહે છે તે પૂર્વોક્ત નવ હેતુમાં ભય અને છ કાયનો વધ મેળવતાં પંદર થાય. અહીં કાયસ્થાને એક મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં ચૌદસો ૧૪૦૦ ભાંગા થાય. - એ પ્રમાણે જુગુપ્સા અને છ કાય મેળવતાં પંદર હેતુના પણ ચૌદસો ૧૪૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને પાંચ કાયનો વધ મેળવતાં પણ પંદર હેતુ થાય. અહીં કાયની હિંસાને સ્થાને છ મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં ચોરાશીસો ભાંગા થાય.
આ પ્રમાણે પંદર હતુ ત્રણ પ્રકારે થાય, તેના કુલ ભાંગા અગિયાર હજાર અને બસો ૧૧૨૦૦ થાય. પંદર હેતુઓ કહ્યા.
હવે સોળ હેતુઓ કહે છે તે પૂર્વોક્ત નવ હેતુમાં ભય, જુગુપ્સા અને છ એ કાય મેળવતાં સોળ હેતુ થાય. અહીં છ કાયનો ષકસંયોગી એક ભંગ થતો હોવાથી કાયની હિંસાના સ્થાને એક મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં ચૌદસો ૧૪૦૦ ભાંગા થાય. આ પ્રમાણે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે નવ બંધહેતુથી આરંભી સોળ હેતુ સુધીના કુલ ભાંગા ત્રણ લાખ બાવન હજાર અને આઠસો ૩૫૨૮૦૦ થાય. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે બંધ હેતુઓના ભાંગા કહ્યા.
હવે દેશવિરતિ ગુણસ્થાનકના બંધ હેતુ કહે છે–દેશવિરતિ ગુણઠાણે જઘન્ય આઠ અને ઉત્કૃષ્ટ ચૌદ બંધહેતુ હોય છે. - તેમાં દેશવિરતિ શ્રાવક ત્રસકાયની અવિરતિથી વિરમ્યો હોવાથી હિંસા પાંચ કાયની હોય છે. તેના દ્વિકસંયોગે દશ, ત્રિક સંયોગે દશ, ચતુષ્કસંયોગે પાંચ, અને પંચસંયોગે એક એ પ્રમાણે ભાંગા થાય છે. એટલે જેટલા કાયની હિંસા આઠ આદિ હેતુમાં લીધી હોય તેના સંયોગી જેટલા 'ભાંગા થાય તેટલા ભાંગા કાયની હિંસાના સ્થાને મૂકવા.
તથા આ ગુણઠાણે ઔદારિકમિશ્ર, કાર્પણ અને આહારકદ્ધિક એ ચાર યોગો નહિ હોવાથી શેષ અગિયાર યોગો હોય છે. આ ગુણસ્થાનક પર્યાપ્તાવસ્થામાં જ હોવાથી ઔદારિકમિશ્ર અને કાર્મણ યોગ હોતા નથી અને ચૌદ પૂર્વના અધ્યયનનો અભાવ હોવાથી આહારક અને આહારકમિશ્ર એ બે યોગ પણ હોતા નથી.
જઘન્યપદ ભાવિ આઠ બંધ હેતુ આ પ્રમાણે હોય છે—પાંચ કાયમાંથી કોઈ પણ એક