Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૧૮
પંચસંગ્રહ-૧
અથવા ભય અને બે કાયનો વધ મેળવતાં અગિયાર થાય. છ કાયના દ્રિકસંયોગે પંદર ભાંગા થાય. તે કાયના સ્થાને મૂકવા. ત્યારપછી અંકોનો ક્રમશઃ ગુણાકાર કરતાં અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય.
આ રીતે જુગુપ્સા અને બે કાયનો વધ મેળવતાં પણ અગિયાર હેતુના અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા મેળવતાં અગિયાર થાય. તેના પૂર્વવત્ બોતેરસો ૭૨૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે અગિયાર હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા સડસઠ હજાર અને બસો ૬૭૨૦૦ થાય. આ પ્રમાણે અગિયાર હેતુના ભાંગા કહ્યા.
હવે બાર હેતુના કહે છે તે પૂર્વોક્ત નવ હેતુમાં ચાર' કાયનો વધ મેળવતાં બાર હેતુ થાય. છ કાયના ચતુષ્ક સંયોગે પંદર હેતુ થાય માટે કાયની હિંસાના સ્થાને પંદર મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય.
અથવા ભય અને ત્રણ કાયનો વધ મેળવતાં પણ બાર હેતુ થાય. છ કાયના ત્રિકસંયોગે વીસ ભંગ થાય. માટે કાયસ્થાને વીસ મૂકી ક્રમશઃ અંકોને ગુણતાં ચોવીસ હજાર ૨૪૦૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને ત્રણ કાય મેળવતાં બાર હેતુના પણ ચોવીસ હજાર ૨૪૦૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને બે કાયનો વધ મેળવતાં પણ બાર થાય. તેના પૂર્વવત્ અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે બાર હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા ચોરાશી હજાર ૮૪000 થાય. આ પ્રમાણે બાર હેતુના ભાંગા કહ્યા.
હવે તેર હેતુના કહે છે–તે પૂર્વોક્ત નવ બંધહેતુમાં પાંચ કાયનો વધ મેળવતાં તેર હેતુ થાય. છ કાયના પાંચના સંયોગે છ ભાંગા થાય. તે છ ભાંગા કાયના વધસ્થાને મૂકી અંકોનો ક્રમપૂર્વક ગુણાકાર કરતાં બોતેરસો ૭૨૦૦ ભાંગા થાય.
અથવા.ભય અને ચાર કાયનો વધ મેળવતાં પણ તેર હેતુ થાય. ચારના સંયોગે કાયના પંદર ભાંગા થાય. તે પંદર ભંગ કાયના વધસ્થાને મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને ચાર કાય મેળવતાં તેર હેતુના પણ અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય.
૧. અહીં “ચાર કાયનો વધ મેળવતાંનો તાત્પર્ય એ સમજવાનો છે કે પૂર્વોક્ત નવ આદિ હેતુમાં એક કાય તો છે અને નવી ત્રણ કાય મેળવવાની છે. કુલ ચાર કાય ગણવાની છે પરંતુ ચાર નવી કાય મેળવી કુલ પાંચ ગણવાની નથી, કારણ કે તેમ કરતાં હેતુ વધી જાય. આ પ્રમાણે સર્વત્ર સમજવું.