________________
૪૧૬
પંચસંગ્રહ-૧
હવે ચૌદ હેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ બંધહેતુમાં પાંચ કાયનો વધ ગ્રહણ કરતાં ચૌદ હેતુ થાય, છ કાયના પાંચના સંયોગે છ ભાંગા થાય. તે છ ભાંગા કાયવધના સ્થાને મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં એકાણસો અને વીસ ૯૧૨૦ ભાંગા થાય.
અથવા ભય અને ચાર કાયનો વધ મેળવતાં પણ ચૌદ હેતુ થાય. તેના પૂર્વવત બાવીસ હજાર અને આઠસો ૨૨૮૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને ચાર કાયનો વધ મેળવતાં પણ ચૌદ હેતુ થાય. તેના પણ બાવીસ હજાર અને આઠસો ૨૨૮૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને ત્રણ કાયનો વધ મેળવતાં પણ ચૌદ હેતુ થાય. કાયવધના સ્થાને ત્રિકસંયોગે થતા વીસ ભંગ મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં ત્રીસ હજાર અને ચારસો ૩૦૪00 ભાંગા થાય.
આ પ્રમાણે ચૌદ બંધ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા પંચાશી હજાર એકસો અને વિસ ૮૫૧૨૦ થાય. આ પ્રમાણે ચૌદ હેતુના ભાંગા કહ્યા.
હવે પંદર હેતના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ બંધeતમાં છે કાયનો વધ મેળવતાં પંદર હેતુ થાય. છ કાયના વધનો ભાંગો એક થાય. તે એક ભાંગો કાયના વધસ્થાને મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં પંદરસો વીસ ૧૫૨૦ ભાંગા થાય.
અથવા ભય અને પાંચ કાયનો વધ મેળવતાં પણ પંદર હેતુ થાય. તેના પહેલાંની જેમ એકાણસો વીસ ૯૧૨૦ ભાંગા થાય.
અથવા જુગુપ્સા અને પાંચ કાયનો વધ મેળવતાં પંદર હેતુ થાય. તેના પણ એકાણસો વિસ ૯૧૨૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને ચાર કાયનો વધ મેળવતાં પંદર હેતુ થાય. છ કાયના ચતુષ્કસંયોગે પંદર ભાંગા થાય. તે પંદર ભાંગા કાયવધસ્થાને મૂકી પૂર્વોક્ત ક્રયે અંકોનો ગુણાકાર કરતાં બાવીસ હજાર અને આઠસો ૨૨૮૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે પંદર બંધ હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા બેતાળીસ હજાર પાંચસો અને સાઠ ૪૨૫૬૦ થાય. આ પ્રમાણે પંદર બંધહેતુના ભાંગા કહ્યા.
હવે સોળ બંધ હેતુના ભાંગા કહે છે તે પૂર્વોક્ત દશ બંધહેતુમાં ભય અને છ કાયનો વધ મેળવતાં સોળ બંધહેતુ થાય. તેના પંદરસો વીસ ૧૫૨૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને છ કાયનો વધ મેળવતાં પણ પંદરસો વીસ ૧૫૨૦ ભાંગા થાય. . અથવા ભય જુગુપ્સા પાંચ કાયનો વધ મેળવતાં સોળ હેતુ થાય. તે છ કાયના પંચ સંયોગી છ ભાંગા થાય. તે છ ભાંગા કાયની હિંસાના સ્થાને મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં એકાણસો વીસ ૯૧૨૦ ભાંગા થાય.
આ પ્રમાણે સોળ બંધ હેતુ ત્રણ પ્રકારે થાય. તેના કુલ ભાંગા બાર હજાર એકસો અને
1