Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૧૭.
ચતુર્થદ્વાર સાઠ ૧૨૧૬૦ થાય. આ પ્રમાણે સોળ બંધહેતુના ભાંગા કહ્યા.
' હવે સત્તર બંધ હેતુના ભાંગા કહે છે તે પૂર્વોક્ત દશ બંધહેતુમાં ભય જુગુપ્સા અને છ કાયનો વધ મેળવતાં સત્તર બંધહેતુ થાય, તેના પૂર્વોક્ત ક્રમે ગુણાકાર કરતાં પંદરસો અને વિસ ૧૫૨૦ ભાંગા થાય.
સઘળા મળી સાસ્વાદન ગુણસ્થાનકના બંધહેતુના ભાંગા ત્રણ લાખ ત્યાસી હજાર અને ચાળીસ ૩૮૩૦૪૦ થાય. તે આ પ્રમાણે સાસ્વાદન ગુણસ્થાનકના બંધ હેતુના ભાંગા કહ્યા.
હવે મિશ્ર ગુણસ્થાનકના નવથી સોળ સુધીના બંધહેતુના ભાંગા કહે છે–સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે જઘન્યપદે જે દશ બંધ હેતુ કહ્યા છે, તેમાંથી અનંતાનુબંધી કાઢી નાંખતાં શેષ નવ હેતુઓ સમ્યમ્મિગ્લાદષ્ટિ ગુણઠાણે ઓછામાં ઓછા હોય છે. અનંતાનુબંધીનો ઉદય બે જ ગુણઠાણા સુધી હોય છે માટે અહીં તેને કાઢી નાખવામાં આવ્યો છે. તથા મિશ્રદષ્ટિ મરણ પામતો નહિ હોવાથી અપર્યાપ્તાવસ્થા સંભવિ ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર અને કાશ્મણ એ ત્રણ યોગો પણ તેને ઘટતા નથી. માટે અહીં દશ યોગો જ સંભવે છે.
એટલે અંકસ્થાપના આ પ્રમાણે સમજવી. યોગસ્થાને દશ, કષાયસ્થાને ચાર, વેદ સ્થાને ત્રણ, યુગલસ્થાને બે, ઇન્દ્રિયની અવિરતિના સ્થાને પાંચ, કાયના વધના સ્થાને છ મૂકવા. ૧૦૪-૩-૨-૫-૬. આ અંકોને ક્રમશઃ ગુણતાં મિશ્રદષ્ટિ ગુણઠાણે નવ બંધ હેતુના બોતેરસો ૭૨૦૦ ભાંગા થાય.
તે જ નવ હતમાં બે કાયનો વધ ગણતાં દશ હેતુ થાય. અહીં છ કાયના ક્રિકસંયોગે પંદર ભંગ થાય માટે કાયના વધના સ્થાને છને બદલે પંદર મૂકવા. ત્યારપછી અંકોને અનુક્રમે ગુણતાં અઢાર હજાર ૧૮૦૦૦ ભાંગા થાય. . અથવા ભય મેળવતાં પણ દશ થાય. તેના પૂર્વવત્ બોતેરસો ૭૨૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા મેળવતા દશ બંધહેતુના પણ બોતેરસો ૭૨૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે દશ બંધ હેતુ ત્રણ પ્રકારે થાય. તેના કુલ ભાંગા બત્રીસ હજાર અને ચારસો ૩૨૪૦૦ થાય. આ પ્રમાણે દશ હેતુના ભાંગા કહ્યા.
હવે અગિયાર હેતુના કહે છે–તે પૂર્વોક્ત નવ બંધહેતુમાં ત્રણ કાયનો વધ મેળવતાં અગિયાર હેતુ થાય, છ કાયના ત્રિકસંયોગે વિસ ભાંગા થાય માટે કાયના વધના સ્થાને વિસ મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં ચોવીસ હજાર ૨૪૦૦૦ ભાંગા થાય.
૧. ભય, જુગુપ્સા મેળવતાં ભાંગા વધશે નહિ, પરંતુ કાયો મેળવતાં ભાંગા વધશે. જ્યારે બે કાય ગણવામાં આવી હોય ત્યારે તેના પંદર ભાંગા થાય માટે પૂર્વોક્ત અંકસ્થાપનામાં કાયની હિંસાને સ્થાને પંદર મૂકી અંકોનો ગુણાકાર કરવો. એ પ્રમાણે જ્યારે ત્રણ, ચાર, પાંચ કે છ કાયો ગણવામાં આવી હોય ત્યાં તેના અનુક્રમે વીસ પંદર છે અને એક ભાંગા કાયની હિંસાને સ્થાને મૂકી અંકોનો અનુક્રમે ગુણાકાર કરવો. 'બીજી કોઈ અંકો આ ગુણઠાણે ફેરવવાના નથી. , પંચ.૧-૫૩