________________
ચતુર્થદ્વાર
૪૧૧
થાય. •
આ પ્રમાણે ચૌદ બંધહેતુ આઠ પ્રકારે થાય. તેના કુલ ભાંગા આઠ લાખ વ્યાશી હજાર ૮૮૨૦૦૦ થાય. આ રીતે ચૌદ બંધહેતુના ભાંગા કહ્યા.
હવે પંદર બંધહેતુના ભાંગા કહે છે –
પૂર્વોક્ત દશ બંધહેતુમાં છએ કાયની હિંસા ગ્રહણ કરતાં પંદર બંધહેતુ થાય. છ કાયનો છના સંયોગે એક જ ભંગ થાય માટે પૂર્વોક્ત અંકોમાં કાયની હિંસાને સ્થાને એક મૂકવો. ત્યારપછી અનુક્રમે અંકોનો ગુણાકાર કરતાં છ હજાર ભાંગા થાય.
અથવા ભય અને પાંચ કાયની હિંસા લેતાં પણ પંદર હેતુ થાય. તેના પૂર્વોક્ત ક્રમે ગુણાકાર કરતાં છત્રીસ હજાર ૩૬૦૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને પાંચ કાયની હિંસાના પણ છત્રીસ હજાર ૩૬૦૦૦ ભાંગા થાય.
અથવા અનંતાનુબંધી અને પાંચ કાયની હિંસા લેતાં પણ પંદર હેતુ થાય. અહીં યોગો તેર લેવાના છે અને કાયની હિંસાના પાંચ સંયોગે છ ભાંગા લેવાના છે. યોગ અને કાયના સ્થાને તેર અને છ મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકર કરતાં છેતાળીસ હજાર આઠસો ૪૬૮૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને ચાર કાયની હિંસા લેતાં પણ પંદર હેતુ થાય. તેના ભાંગા નેવું હજાર ૯૦000 થાય.
અથવા ભય, અનંતાનુબંધી અને ચાર કાયની હિંસા લેતાં પણ પંદર હેતુ થાય. તેના પહેલાંની જેમ એક લાખ સત્તર હજાર ૧૧૭૦૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે જુગુપ્સા, અનંતાનુબંધી અને ચાર કાયની હિંસા લેતાં પણ એક લાખ સત્તર હજાર ૧૧૭૦૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા, અનંતાનુબંધી અને ત્રણ કાયની હિંસા લેતાં પંદર હેતુ થાય. તેના એક લાખ છપ્પન હજાર ૧પ૬૦૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે પંદર હેતુ આઠ પ્રકારે થાય. તેના કુલ ભાંગા છ લાખ અને અડતાળીસસો ૬૦૪૮૦૦ થાય. આ પ્રમાણે પંદર બંધ હેતુના ભાંગા કહ્યા.
હવે સોળ બંધ હેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ બંધ હેતુમાં ભય અને છ કાયની હિંસા ગ્રહણ કરતાં સોળ બંધહેતુ થાય. તેના પૂર્વોક્ત ક્રમાનુસારે અંકોના ગુણાકાર કરતાં છ હજાર ૬૦૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને છ કાયનો વધ મેળવતાં પણ છ હજાર ભાંગા થાય.
અથવા અનંતાનુબંધી અને છ કાયનો વધ મેળવતાં પણ સોળ હેતુ થાય. તેના પ-પ-૧૨-૩-૪-૧૩ આ ક્રમે અંકોનો ગુણાકાર કરતાં ઈઠ્યોતેરસો ૭૮૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને પાંચ કાયનો વધ મેળવતાં પણ સોળ હેતુ થાય. તેના