Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર
સર્વોપશમ કે ક્ષયોપશમ થતો નથી.
ક્ષાયિક, પારિણામિક અને ઔયિક એ ત્રણ ભાવો આઠે કર્મોમાં પ્રવર્તે છે. તેમાં ક્ષય એટલે સર્વથા નાશ થવો તે, ક્ષય એ જ ક્ષાયિકભાવ કહેવાય છે. મોહનીયકર્મનો સર્વથા નાશ સૂક્ષ્મ સંપ૨ાય ગુણસ્થાનકના ચરમ સમયે થાય છે, શેષ ત્રણ ઘાતિકર્મનો ક્ષીણ કાય ગુણસ્થાનકના ચરમ સમયે, અને અઘાતિકર્મનો અયોગીકેવળી ગુણસ્થાનકના ચરમ સમયે આત્યંતિક ઉચ્છેદ-સર્વથા નાશ થાય છે.
૩૧૫
પરિણમવું—પોતાના મૂળ સ્વરૂપને છોડ્યા સિવાય અન્ય સ્વરૂપને પ્રાપ્ત થવું તે પરિણામ, અને તે જ પારિણામિક ભાવ. તાત્પર્ય એ કે—જીવપ્રદેશો સાથે જોડાઈને પોતાના સ્વરૂપને છોડ્યા વિના પાણી અને દૂધની જેમ મિશ્ર થવું—એકાકાર થવું તે પારિણામિકભાવ. અથવા તે તે પ્રકારનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ તે તે પ્રકારે સંક્રમાદિરૂપે જે પરિણમવું—પરિણામ થવો તે પારિણામિકભાવ કહેવાય છે અને તે આઠે કર્મોમાં હોય છે. કેમ કે આઠે કર્યો આત્મપ્રદેશ સાથે પાણી અને દૂધની જેમ એકાકાર થયેલાં છે.
ઉદય તો પ્રતીત જ છે. કારણ કે સઘળા સંસારી જીવોને આઠે કર્મોનો ઉદય દેખાય છે. આ રીતે મોહનીય કર્મમાં ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔપશમિક ઔદયિક અને પારિણામિક એ પાંચે ભાવો સંભવે છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાયકર્મમાં ઔપમિક ભાવ સિવાયના ચાર ભાવ, અને નામ, ગોત્ર, વેદનીય અને આયુ એ ચાર કર્મમાં ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક એ ત્રણ ભાવો જ સંભવે છે. ૨૫
હવે જે ભાવ છતાં જે ગુણો ઉત્પન્ન થાય છે તે કહે છે—
सम्मत्ताइ उसमे खाओवसमे गुणा चरित्ताई । खइए केवलमाई तव्ववएसो उ उदईए ॥ २६ ॥
सम्यक्त्वाद्युपशमे क्षयोपशमे गुणाश्चारित्रादयः । क्षायिके केवलादयस्तद्व्यपदेशस्त्वौदयिके ॥२६॥
અર્થ—ઉપશમ થવાથી સમ્યક્ત્વ આદિ ગુણો પ્રગટ થાય છે, ક્ષયોપશમ થવાથી ચારિત્ર આદિ ગુણો. અને ક્ષય થવાથી કેવળજ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે. તથા ઉદય થવાથી તે તે ઔયિકભાવે વ્યપદેશ થાય છે.
ટીકાનુ—મોહનીયકર્મનો જ્યારે સર્વથા ઉપશમ થાય ત્યારે ઔપમિક ભાવનું સમ્યક્ત્વ, અને ઔપશમિક ભાવનું પૂર્ણ યથાખ્યાત ચારિત્ર એ બે ગુણ પ્રગટ થાય છે.
ચાર ઘાતિ કર્મનો જ્યારે ક્ષયોપશમ થાય ત્યારે કેવળજ્ઞાન ક્ષાયિકભાવે હોવાથી તે સિવાયના મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યવ એ ચાર જ્ઞાન તથા, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન, કેવળદર્શન ક્ષાયિક ભાવે હોવાથી તે વિના ચક્ષુ, અચક્ષુ અને અવધિ એ ત્રણ દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ લબ્ધિ, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, દેશવિરતિ ચારિત્ર અને સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મ