Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર
घाइखओवसमेणं सम्मचरित्ताई जाई जीवस्स । ताणं हणंति दे संजलणा नोकसाया य ॥४२॥
घातिक्षयोपशमेन सम्यक्त्वचारित्रे ये जीवस्य । तयोर्ध्नन्ति देशं संज्वलना नोकषायाश्च ॥ ४२ ॥
અર્થ—સર્વઘાતિ મોહનીય કર્મના ક્ષયોપશમ વડે જીવને જે સમ્યક્ત્વ અને ચારિત્ર પ્રાપ્ત થાય છે તેના એક દેશને સંજ્વલન અને નોકષાયો હણે છે.
૩૩૩
ટીકાનુ—મિથ્યાત્વ અને અનંતાનુબંધિ આદિ સર્વઘાતિ બાર કષાયના ક્ષયોપશમ વડે જીવને જે સમ્યક્ત્વ અને ચારિત્ર ગુણ પ્રાપ્ત થાય છે. તેના એક દેશને વિપાકોદયને પ્રાપ્ત થયેલા સંજવલન અને હાસ્યાદિ નોકષાયો હણે છે, એટલે કે તે ગુણમાં અતિચાર ઉત્પન્ન કરવા રૂપ માત્ર મલિનતા ઉત્પન્ન કરે છે, સર્વથા ગુણનો નાશ કરતા નથી તે સંજ્વલન અને નોકષાયો દેશઘાતિ છે. એ પ્રમાણે જ્ઞાન, દર્શન અને દાનાદિ લબ્ધિના એક દેશને હણતાં મતિજ્ઞાનાવરણીયાદિ પણ દેશઘાતિ છે એમ સમજવું. ૪૨
હવે પરાવર્તમાન પ્રકૃતિઓનું સ્વરૂપ કહે છે—
विणिवारिय जा गच्छ बंधं उदयं व अन्नपगई । साहु परियत्तमाणी अणिवारेंति अपरियत्ता ॥४३॥
विनिवार्य या गच्छति बन्धमुदयं वान्यप्रकृतेः । साहु परावर्त्तमाना अनिवारयन्ती अपरावर्त्ता ॥४३॥
અર્થ—અન્ય પ્રકૃતિઓના બંધ અથવા ઉદયને નિવારી જેઓ બંધ અથવા ઉદયને પ્રાપ્ત થાય છે તે પરાવર્તમાન કહેવાય છે, અને જેઓ નિવારતી નથી તે અપરાવર્તમાન કહેવાય છે.
ટીકાનુ—જે પ્રકૃતિ અન્ય પ્રકૃતિના બંધ અથવા ઉદયને નિવારીને પોતે બંધ અથવા ઉદયને પ્રાપ્ત થાય તે પરાવર્તમાન કહેવાય છે. સઘળી મળી તે એકાણું પ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે—નિદ્રાપંચક, સાતાઅસાતાવેદનીય, સોળ કષાય, ત્રણ વેદ, હાસ્ય, રતિ, અતિ, શોક, ચાર આયુ, ચાર ગતિ, પાંચ જાતિ, ઔદારિકદ્વિક, વૈક્રિયદ્ધિક, આહારકદ્વિક, છ સંઘયણ, છ સંસ્થાન, ચાર આનુપૂર્વી, બે વિહાયોગતિ, આતપનામ, ઉદ્યોતનામ, ત્રસદશક, સ્થાવરદશક, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર.
આ સઘળી પ્રકૃતિઓ પરાવર્તમાન શા માટે છે ? એમ જો પ્રશ્ન કરતા તો કહે છે— અહીં જો કે સોળ કષાયો અને પાંચ નિદ્રા એ એકવીસ પ્રકૃતિઓ ધ્રુવબંધિ હોવાથી સાથે જ બંધાય છે. પરસ્પર સ્વજાતીય પ્રકૃતિઓના બંધને રોકીને બંધાતી નથી તોપણ જ્યારે તેઓનો ઉદય થાય
૧. જેનો ઉદય છતાં ક્ષયોપશમ થઈ શકતો હોય તે દેશધાતિ અને જેનો ઉદય ક્ષયોપશમને વિરોધી હોય તે સર્વઘાતિ કહેવાય છે. સર્વઘાતિ પ્રકૃતિઓનો ઉદય ગુણને સર્વથા રોકે છે, અનાચાર ઉત્પન્ન કરે છે ત્યારે દેશાતિ પ્રકૃતિઓ ગુણના એક દેશને રોકે છે, અતિચાર માત્ર ઉત્પન્ન કરે છે.