Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
ટીકાનુ—મનુષ્યગતિ, સાતાવેદનીય, સમ્યક્ત્વમોહનીય, સ્થિરાદિ ષટ્ક-સ્થિર શુભે સૌભાગ્ય, સુસ્વર, આઠેય અને યશઃકીર્તિ, હાસ્યાદિ ષટ્ક-હાસ્ય, રતિ, અરરિત, શોક, ભય અને જુગુપ્સા વેદત્રિક-સ્ત્રીવેદ પુરુષવેદ અને નપુંસકવેદ, શુભ વિહાયોગતિ, વજઋષભનારાચ, ઋષભનારાચ, નારાચ અર્ધનારાચ અને કીલિકા એ પાંચ સંઘયણ, સમચતુરસ ન્યગ્રોધપરિમંડલ, સાદિ, વામન અને કુબ્જ એ પાંચ સંસ્થાન, અને ઉચ્ચ ગોત્ર એ ત્રીસ કર્મપ્રકૃતિઓ ઉદય સંક્રમોત્કૃષ્ટ છે.
૩૫૦
આ પ્રકૃતિઓનો જ્યારે ઉદય હોય ત્યારે તેની વિપક્ષભૂત સ્વજાતીય નરકગતિ, અસાતવેદનીય અને મિથ્યાત્વમોહનીયાદિ કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને તેની બંધાવલિકા વીત્યા બાદ ઉદય પ્રાપ્ત ઉપરોક્ત મનુષ્યગતિ આદિ પ્રકૃતિઓનો બંધ શરૂ કરે. એટલે ઉદયપ્રાપ્ત અને બંધાતી તે મનુષ્યગત્યાદિમાં નરકગત્યાદિ વિપક્ષ પ્રકૃતિનાં દલિકોને સંક્રમાવે એટલે સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિનો લાભ થાય. બંધાવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાં કોઈ પણ કરણ લાગે નહિ. માટે બંધાવલિકા જવી જોઈએ. અને જેમાં સંક્રમ થવાનો છે તેનો બંધ શરૂ થાય એટલે જ તેમાં સંક્રમ થાય. કારણ બંધાતી પ્રકૃતિ જ પતદ્ગહ થાય છે. અને પતદ્ગહ સિવાય કોઈ પ્રકૃતિઓ સંક્રમે જ નહિ માટે મનુષ્યગત્યાદિનો બંધ થવો જોઈએ એમ કહ્યું છે.
દાખલા તરીકે મનુષ્યગતિનો જ્યારે ઉદય હોય ત્યારે નરકગતિની વીસ કોડાકોડીની સ્થિતિ બાંધે તેની બંધાવલિકા વીત્યા બાદ મનુષ્યગતિનો બંધ શરૂ કરે તેમાં ઉદયાવલિકા ઉપરના નરકગતિનાં દલિકો સંક્રમાવે ત્યારે મનુષ્યગતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિનો લાભ થાય.
એ પ્રમાણે સાતાવેદનીયાદિ માટે પણ સમજવું. સંક્રમ વડે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થવાનું કારણ શુભ પ્રકૃતિઓનો સ્થિતિબંધ અલ્પ થાય છે; અશુભનો ઉત્કૃષ્ટ થાય છે. એટલે અશુભ પ્રકૃતિઓનાં દલિકોના સંક્રમ વડે જ શુભ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિનો લાભ થાય, અન્યથા નહિ. માટે તેઓ ઉદય સંક્રમોત્કૃષ્ટ કહેવાય છે.
હવે અનુદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ કહે છે—
मणुयाणुपुव्विमीसगआहारगदेवजुगलविगलाणि । सुहुमाइतिगं तित्थं अणुदयसंकमण उक्कोसा ॥६३॥ मनुजानुपूविमिश्रकाहारकदेवयुगलविकानि ॥
सूक्ष्मादित्रिकं तीर्थमनुदयसंक्रमोत्कृष्टाः ॥६३॥
અર્થ—મનુષ્યાનુપૂર્વી, મિશ્રમોહનીય, આહારકદ્વિક, દેવદ્વિક, વિકલત્રિક, સૂક્ષ્મત્રિક, અને તીર્થંકરનામકર્મ એ અનુદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ છે.
ટીકાનુ—મનુષ્યાનુપૂર્વી, મિશ્રમોહનીય, આહારકશરીર અને આહારક અંગોપાંગ, દેવદ્વિક-દેવગતિ દેવાનુપૂર્વી, બેન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિયજાતિ એ વિકલત્રિક, સૂક્ષ્મ અપર્યાપ્ત અને સાધારણ એ સૂક્ષ્મત્રિક, અને તીર્થંકરનામકર્મ એ તેર પ્રકૃતિઓ અનુદયસંક્રમોત્કૃષ્ટ છે. કારણ કે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિનો લાભ પોતાના બંધ વડે થતો નથી કેમ કે તેઓની