________________
પંચસંગ્રહ-૧
જ્ઞાન-દર્શન રૂપ ચેતના એ જીવનો સ્વતત્ત્વ રૂપ સ્વભાવ-લક્ષણ છે, તેથી ચેતના વિના જીવ–અજીવમાં કોઈ ભેદ રહેતો નથી, તે બે પ્રકારની ચેતનામાં પણ જ્ઞાનની પ્રધાનતા છે કારણ કે જ્ઞાનથી જ સર્વ શાસ્ત્રોના વિષયોનો વાસ્તવિક બોધ થઈ શકે છે અને સર્વ લબ્ધિઓ પણ સાકારોપયોગ યુક્ત એટલે કે જ્ઞાનોપયોગ યુક્ત જીવને જ પ્રાપ્ત થાય છે. વળી કેવળજ્ઞાનની પ્રાપ્તિ વખતે તેમજ મોક્ષની પ્રાપ્તિ સમયે પ્રથમ જ્ઞાનોપયોગ જ હોય છે. તેથી સર્વથી પ્રથમ તેને આવરનાર જ્ઞાનાવરણીય કર્મ કહેલ છે.
૩૫૬
જ્ઞાનોપયોગથી ચુત થયેલાઓને બીજા સમયે દર્શનોપયોગ જ હોય છે માટે તેની પછી દર્શનાવરણીય કર્મ કહેલ છે.
આ બે કર્મના તીવ્રતર કે તીવ્રતમ વિપાકોદયવાળો જીવ બુદ્ધિની મંદતા અને ઇન્દ્રિયોની હીનતા આદિ દ્વારા નિત્યાન્ધતા, બધિરતા વગેરે પ્રાપ્ત કરી અન્ય જીવો કરતાં પોતાને અલ્પશક્તિવાળો માની અત્યંત દુઃખનો અનુભવ કરે છે અને આ બે કર્મના તીવ્રતર તીવ્રતમ આદિ ક્ષયોપશમ પ્રાપ્ત કરેલ જીવ બુદ્ધિની કુશળતા અને ઇન્દ્રિયોની સુંદરતા આદિ પ્રાપ્ત કરી બીજાઓ કરતાં પોતાને સૂક્ષ્મસૂક્ષ્મતર વસ્તુઓના જ્ઞાનવાળો માનતો અત્યંત સુખનો અનુભવ કરે છે તેથી આ બે કર્મ પછી વેદનીય કર્મ કહ્યું છે.
સુખ-દુઃખનો અનુભવ કરતા સંસારી આત્માને સુખ તથા સુખનાં સાધનો ઉપર રાગ અને દુઃખ તથા દુઃખનાં સાધનો ઉપર દ્વેષ અવશ્ય થાય છે માટે વેદનીય પછી મોહનીય કર્મ . જણાવેલ છે.
મોહમાં મૂઢ થયેલ જીવ અનેક પ્રકારનાં આરંભ—પરિગ્રહાદિક પાપો દ્વારા નકાદિ આયુષ્ય ઉપાર્જન કરે છે એથી મોહનીય પછી આયુષ્ય કર્મ જણાવેલ છે.
નરકાદિ આયુષ્યના ઉદયને અનુસારે નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસાદિ નામર્મની પ્રકૃતિઓ ઉદયમાં આવે છે તેથી આયુષ્ય પછી નામકર્મ કહેલ છે.
નરકાદિ ગતિમાં ઉત્પન્ન થયેલ જીવ અવશ્ય ઉચ્ચ-નીચ પર્યાય વિશેષને પામે છે એ અર્થ જણાવવા માટે નામ પછી ગોત્ર કર્મ કહેલ છે.
ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયેલ જીવને ઘણું કરીને દાનાદિ પાંચે લબ્ધિઓ સુલભ અથવા વધુ પ્રમાણમાં હોય છે ત્યારે નીચકુળમાં ઉત્પન્ન થયેલ જીવને ઘણું કરીને આ પાંચે લબ્ધિઓ દુર્લભ અથવા ઘણા ઓછા પ્રમાણમાં હોય છે એ અર્થ જણાવવા ગોત્ર પછી અંતરાય કર્મ બતાવેલ છે.
ત્યાં જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મના અનુક્રમે પાંચ-નવ-બે-અઠ્યાવીસ ચાર-બેતાળીસબે અને પાંચ ઉત્તર ભેદો છે.
પ્રથમ દ્વારમાં જેનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તે મતિ વગેરે પાંચ જ્ઞાનોને રોકનાર અનુક્રમે મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીય એમ પાંચ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ છે.
અંતરાયકર્મની પ્રકૃતિઓ જ્ઞાનાવરણીયની તુલ્ય હોવાથી ક્રમપ્રાપ્ત દર્શનાવરણીય કર્મ