Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર-સારસંગ્રહ
૩૭૧
કરી શકતો નથી અને જેના માટે વીર્ય ફોરવી શકતો નથી, તે વસ્તુ સર્વ દ્રવ્યના અનંતમા ભાગ પ્રમાણ જ છે માટે દાનાન્તરાયાદિનો પણ તેટલો જ વિષય હોવાથી દેશઘાતી કહેવાય, અથવા તીવ્ર દાનાન્તરાયાદિનો ઉદય પણ જીવની દાનાદિ લબ્ધિઓને સર્વથા ઘાત કરી શકતો નથી માટે પણ દાનાન્તરાયાદિ દેશઘાતી છે તે આ પ્રમાણે–અત્યંત ગાઢ દાનાન્તરાયાદિના ઉદયવાળા નિગોદિયા જીવોને પણ બીજાઓને ખોરાકરૂપે બનવાથી દાન, પોતે આહારાદિ પ્રાપ્ત કરતા હોવાથી લાભ, આહારાદિનો ભોગ-ઉપભોગ કરતા હોવાથી ભોગ-ઉપભોગ તેમજ આહાર અને પ્રાણાપાનાદિ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરવામાં વીર્યનો વ્યાપાર કરતા હોવાથી વીર્ય, એમ યત્કિંચિત્ સ્વરૂપમાં પણ દાનાદિક પાંચ લબ્ધિઓ હોય જ છે. એમ લાગે છે.
આ દ્વાર ગાથામાં બતાવેલ સર્વઘાતી અને અઘાતી પ્રકૃતિરૂપ બે વિકલ્પથી અન્ય એવો આ દેશઘાતી રૂપ ત્રીજો વિકલ્પ છે.
જે રસ પોતાના જ્ઞાનાદિ વિષયને સંપૂર્ણપણે હણે તે સર્વઘાતી રસ, તાંબાના પાત્રની જેમ છિદ્ર વિનાનો, વૃત આદિની જેમ સ્નિગ્ધ, દ્રાક્ષાદિની જેમ અલ્પ પ્રદેશવાળો, અને સ્ફટિક તથા અબરખના ઘરની જેમ નિર્મળ છે.
જે રસ પોતાના વિષયભૂત જ્ઞાનાદિ ગુણનો દેશથી ઘાત કરે તે દેશઘાતી રસમાંનો કોઈક રસ વાંસના પત્રની બનાવેલી સાદડીની જેમ અતિપૂલ, કોઈક કંબલની જેમ મધ્યમ અને કોઈક સુંવાળા કોમળ વસ્ત્રની જેમ અત્યંત સૂક્ષ્મ સેંકડો છિદ્રયુક્ત હોય છે તેમજ તે રસ અલ્પ
સ્નેહવિભાગના સમુદાય રૂપ અને નિર્મળતા રહિત હોય છે. - અહીં કેવલ રસ હોતો નથી માટે રસસ્પદ્ધકોનો સમુદાય આવા સ્વરૂપવાળો સમજવો.
જે પ્રકૃતિઓ આત્માના જ્ઞાનાદિ ગુણને હણતી નથી તે અઘાતી કહેવાય છે. “પોતે ચોર ન હોવા છતાં ચોરની સાથે રહેવાથી જેમ ચોરપણું પ્રાપ્ત થાય તેમ આ પ્રકૃતિઓ અઘાતી હોવા છતાં ઘાતી પ્રકૃતિઓના સંસર્ગથી ઘાત કરનારી થાય છે. તેથી તેમને સર્વઘાતી-પ્રતિભાગા પણ કહેવાય છે, તે અઘાતી પ્રકૃતિઓ પંચોતેર છે.
જે પ્રકૃતિઓ અન્ય પ્રકૃતિઓના બંધ અને ઉદયને રોક્યા વિના જ પોતાનો બંધ ઉદય બતાવે તે અપરાવર્તમાન પ્રકૃતિઓ ર૯ છે.
જે પ્રકૃતિઓ અન્ય પ્રકૃતિઓના બંધ-ઉદય અથવા બંધોદય એ બન્ને રોકી પોતાનો બંધઉદય અથવા બંધોદય બતાવે તે પરાવર્તમાન પ્રકૃતિઓ ૯૧ છે.
અહીં સ્થિર-અસ્થિર, શુભ અને અશુભ આ ચાર પ્રકૃતિઓ ધ્રુવોદયી હોવાથી કેવલ બધે પરાવર્તમાન છે, પાંચ નિદ્રા અને સોળ કષાયો ધ્રુવબંધી હોવાથી કેવળ ઉદયે પરાવર્તમાન છે અને સાતવેદનીયાદિ શેષ ૬૬ પ્રકૃતિઓ ઉભય પરાવર્તમાન છે. આ ૬૬માં સ્થિર, અસ્થિર, શુભ, અશુભ એ ચાર ઉમેરતાં ૭૦ પ્રકૃતિઓ બધે પરાવર્તમાન થાય છે અને આ જ છાસઠમાં પાંચ નિદ્રા અને સોળ કષાયો ઉમેરતાં ઉદયે પરાવર્તમાન કુલ ૮૭ પ્રકૃતિઓ છે. બંધ ન હોવાથી કેવળ ઉદયની અપેક્ષાએ ગણીએ તો મિશ્રમોહનીય અને સમ્યક્ત મોહનીય પણ પરાવર્તમાન છે.