________________
૩૭૬.
પંચસંગ્રહ-૧
પ્રશ્ન-તમોએ પ્રથમ ચાર ઘાતિકર્મનો ક્ષયોપશમ કહ્યો, પરંતુ તે ક્ષયોપશમ કર્મનો ૧. ઉદય હોય ત્યારે હોય કે ૨. ઉદય ન હોય ત્યારે હોય ? તે આ બેમાંથી એક પણ રીતે ઘટી શકતો નથી, કારણ કે ક્ષયોપશમભાવ ઉદયાવલિકામાં પ્રાપ્ત દલિકનો ક્ષય થવાથી અને શેષ દલિકના વિપાકોદયને રોકવા રૂપ ઉપશમથી થાય છે અને કર્મનો ઉદયવિપાકોદય હોય તો જ કહેવાય માટે ઉદય હોય ત્યારે ક્ષયોપશમ અને ક્ષયોપશમ હોય ત્યારે ઉદય ન જ હોય. વળી બીજી રીતે માનીએ તો કર્મના અનુદયથી જ તે તે જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત થઈ જાય છે માટે અનુદય અવસ્થામાં પણ ક્ષયોપશમ માનવો યોગ્ય નથી.
ઉત્તર–અહીં ક્ષયોપશમ એટલે ઉદયાવલિકામાં પ્રાપ્ત કર્મદલિકનો ક્ષય અને શેષ કર્મ દલિકોને અધ્યવસાયાનુસાર હિન રસવાળા કરી સ્વસ્વરૂપે અનુભવ કરવો તે અથવા ઉદયાવલિકામાં પ્રાપ્ત કર્મદલિકનો ક્ષય અને શેષ નર્મદલિકોને અત્યંત નીરસ કરી સ્વજાતીય અન્ય કર્મસ્વરૂપ એટલે કે પ્રદેશોદય રૂપે જ અનુભવ કરવો તે એમ ક્ષયોપશમના બે અર્થ છે.
તેમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણકર્મની દેશઘાતી પ્રવૃતિઓમાં પ્રથમનો અર્થ ઘટે છે ત્યારે મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી આદિ બાર કષાયોમાં બીજો અર્થ ઘટે છે તથા મોહનીયની શેષ સંજવલનાદિ તેર પ્રકૃતિઓમાં બન્ને અર્થ ઘટે છે અર્થાતુ રસોદય હોય ત્યારે પણ ક્ષયોપશમ હોય છે અને પ્રદેશોદય હોય ત્યારે પણ ક્ષયોપશમ હોય છે પરંતુ રસોદય સાથે ક્ષયોપશમ હોય ત્યારે દેશઘાતી થાય છે અને જ્યારે રસોદયના અભાવમાં ક્ષયોપશમ હોય છે ત્યારે તે પ્રકૃતિઓ દેશઘાતી થતી નથી.
પ્રશ્નમિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી આદિ કષાયોનો પ્રદેશોદય છતાં પણ ક્ષયોપશમભાવ શી રીતે હોય? કારણ કે સર્વઘાતી સ્પદ્ધકોનાં દલિકો સ્વઘાત્મગુણને સર્વપ્રકારે જ ઘાત કરવાના સ્વભાવવાળાં હોય છે.
ઉત્તર તથા પ્રકારના શુદ્ધ અધ્યવસાયના બળથી સર્વઘાતી રૂદ્ધકોનાં દલિકોને કંઈક અલ્પશક્તિવાળાં કરી દેશઘાતી રસસ્પદ્ધકોમાં તિબુકસંક્રમ વડે સંક્રમાવેલ હોવાથી તે સ્પદ્ધકોમાં જેટલી ફળ આપવાની શક્તિ છે તેટલું ફળ આપવા સમર્થ થતા નથી તેથી રૂદ્ધકો સ્વાવાર્ય ગુણને હણતા નથી માટે પ્રદેશોદય છતાં ક્ષયોપશમભાવ ઘટી શકે છે.
ક્ષયોપશમ અને રસોદય એકીસાથે હોય તે ક્ષયોપશમાનુવિદ્ધ અને ક્ષયોપશમના અભાવ કાળે જે રસોદય હોય તે શુદ્ધ એમ ઔદયિકભાવ બે પ્રકારે છે.
ત્યાં મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને પાંચ અંતરાય એ આઠ પ્રકૃતિઓનો ક્ષયોપશમાનુવિદ્ધ ઔદયિકભાવ જ હોય છે, પણ શુદ્ધ ઔદયિક ભાવ હોતો નથી, જયારે તે તે ગુણવાળા આત્માઓને તે તે અવધિજ્ઞાનાદિ ગુણને આવનાર અવધિજ્ઞાનાવરણીય વગેરે શેષ દેશઘાતી પ્રકૃતિઓનો ક્ષયોપશમાનુવિદ્ધ ઔદયિક અને તે તે ગુણના અભાવવાળા જીવોને કેવળ શુદ્ધ ઔદયિકભાવ જ હોય છે.
સર્વઘાતી પ્રકૃતિઓના એકસ્થાનક રસસ્પદ્ધકો હોતા જ નથી તેમજ દ્વિસ્થાનકોદિ સઘળા રસસ્પર્ધકો સર્વઘાતી જ હોય છે અને દેશઘાતી પ્રકૃતિઓના એકસ્થાનક રસસ્પદ્ધકો દેશઘાતી