Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર-સારસંગ્રહ
૩૭૯
ઉપયોગી અન્ય દ્વારા
સ્વોદયબંધી, સ્વાનુદાયબંધી અને ઉભયબંધી એમ પ્રકૃતિઓ ત્રણ પ્રકારે છે.
જે પ્રકૃતિઓ પોતાનો ઉદય હોય ત્યારે જ બંધાય તે મતિજ્ઞાનાવરણીય વગેરે ધ્રુવોદયી સત્તાવીસ પ્રકૃતિઓ સ્વોદયબંધી છે, જે પ્રકૃતિઓ પોતાનો ઉદય ન હોય ત્યારે જ બંધાય તે દેવત્રિકાદિ અગિયાર પ્રકૃતિઓ સ્વાનુદયબંધી છે અને જે પ્રકૃતિઓ પોતાનો ઉદય હોય કે ન હોય ત્યારે અર્થાત્ બન્ને રીતે બંધાય તે નિદ્રા આદિ ૮૨ પ્રકૃતિઓ ઉભયબંધી છે.
સમકવ્યવચ્છિદ્યમાનબંધોદયા, ક્રમવ્યવચ્છિદ્યમાનબંધોદયા અને ઉત્ક્રમવ્યવચ્છિદ્યમાનબંધોદયા એમ પણ પ્રકૃતિઓ ત્રણ પ્રકારે છે.
જે પ્રકૃતિઓનો બંધ અને ઉદય એકીસાથે એક જ ગુણસ્થાનકે વિચ્છેદ થાય છે તે મિથ્યાત્વમોહનીય વગેરે છવ્વીસ પ્રકૃતિઓ સમકવ્યવચ્છિદ્યમાનબંધોદયા છે. જે પ્રકૃતિઓનો પહેલાં બંધ અને પછી ઉદયવિચ્છેદ થાય તે મતિજ્ઞાનાવરણાદિ ક્યાસી પ્રવૃતિઓ ક્રમ વ્યવચ્છિદ્યમાન બંધોદયા છે. અને જે પ્રકૃતિઓનો પ્રથમ ઉદય અને પછી બંધવિચ્છેદ થાય તે દેવત્રિકાદિ આઠ પ્રકૃતિઓ ઉત્ક્રમવ્યવચ્છિદ્યમાનબંધોદયા છે.
સાન્તરા, નિરન્તરા અને સાન્તરા-નિરન્તરા એમ અન્ય રીતે પણ ત્રણ પ્રકારે પ્રકૃતિઓ છે.
જે પ્રકૃતિઓનો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી બંધ હોય એટલે કે બંધ આશ્રયી અંતર્મુહૂર્તમાં પણ જે પ્રકૃતિઓ અંતરવાળી હોય તે અસતાવેદનીયાદિ ૪૧ પ્રકૃતિઓ સાન્તરા છે. જે પ્રકૃતિઓ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત સુધી અવશ્ય બંધાય અર્થાતુ બંધ આશ્રયી અંતર્મુહૂર્તમાં જેઓનું અંતર ન હોય તે ૪૭ ધ્રુવબંધી, ચાર આયુષ્ય અને જિનનામ એમ પર પ્રકૃતિઓ નિરંતરા છે. જે પ્રકૃતિઓ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તથી અધિક સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી બંધાય અર્થાત્ બંધ આશ્રયી અંતર્મુહૂર્તમાં પણ જેઓનું અંતર હોય અને અંતર્મુહૂર્તથી અધિક કાળ સુધી પણ નિરંતર બંધાય તે સાતાવેદનીય વગેરે સત્તાવીસ પ્રકૃતિઓ સાન્તરા-નિરન્તરા છે.
ઉદય બંધોત્કૃષ્ટા, અનુદય બંધાત્કૃષ્ટા, ઉદયસંક્રમોત્કૃષ્ટા અને અનુદયસંક્રમોત્કૃષ્ટા એમ પ્રકૃતિઓ ચાર પ્રકારે છે.
- પોતાનો ઉદય હોય ત્યારે જ બંધથી જે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય તે ઉદય બંધોત્કૃષ્ટા પ્રકૃતિઓ સાઠ છે. જેમ મતિજ્ઞાનાવરણીય વગેરે કર્મપ્રકૃતિઓ પોતાનો ઉદય હોય ત્યારે જ ઉત્કૃષ્ટસ્થિતિસત્તાવાળી થાય છે. માટે તે પ્રકૃતિઓ ઉદયબંધોત્કૃષ્ટા છે.
પોતાનો ઉદય ન હોય ત્યારે જ બંધથી જે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય તે નરકગતિ આદિ પંદર પ્રકૃતિઓ અનુદયબંધોસ્કૃષ્ટા છે.
નિરકદ્ધિકનો ઉદય નારકને જ હોય છે અને નારકો નરકદ્વિક બાંધતા જ નથી. તિર્યંચદ્ધિકનો ઉદયતિર્યંચને, ઔદારિકદ્ધિક તથા છેવટ્ટા સંઘયણનો ઉદય યથાયોગ્ય મનુષ્ય