Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૯૪
પંચસંગ્રહ-૧ ,
પ્રશ્ન–૨૮. એવી કઈ પ્રકૃતિઓ છે કે જે ઉદયવતી અને અનુદયવતી એમ બન્નેમાં આવવા છતાં પ્રધાનગુણની વિવક્ષા કરી તેને ઉદયવતીમાં ગણાવી છે?
ઉત્તર–સ્ત્રીવેદ, નપુંસકવેદ, સાતા-અસતાવેદનીય, આ ચાર પ્રકૃતિઓ બન્નેમાં આવવા છતાં ઉદયવતીમાં જ ગણાવેલ છે.
પ્રશ્ન–૨૯. એવી કઈ પ્રકૃતિઓ છે જેમાં સત્તા આશ્રયી સાદિ અનંત સિવાય પારિણામિક ભાવના ત્રણ ભાંગા ઘટી શકે ?
ઉત્તર–માત્ર ચાર અનંતાનુબંધી કષાયમાં જ સાદિ અનંત સિવાયના પારિણામિક ભાવના ત્રણ ભાંગા ઘટી શકે છે.
પ્રશ્ન-૩૦. કોઈકને અલંકારો મળતા નથી, કોઈકને મળે છે તો વાપરતાં બીજા અટકાવે છે. જ્યારે કોઈકને મળે છે, બીજાઓ વાપરવા પ્રેરણા કરે છે, વાપરવાનો શોખ પણ છે, છતાં તે વાપરી શકતા નથી, અહીં તે તે જીવોને કયા કર્મનો ઉદય કહેવાય ?
ઉત્તર–જેઓને અલંકારો મળતા નથી તેઓને લાભાન્તરાય, જેમને મળે છે છતાં વાપરતાં બીજાઓ અટકાવે છે તેને ઉપભોગાન્તરાય અને જે સ્વયં વાપરી શકતા નથી તેઓને ઉપભોગાન્તરાય સહિત લોભ અને ભયમોહનીયનો ઉદય હોય છે.
પ્રશ્ન-૩૧. અતિસંક્લિષ્ટ મિથ્યાદષ્ટિને કેટલી અને કઈ કઈ શુભપ્રકૃતિઓ બંધમાં આવી શકે ?
–તે આ પંચેન્દ્રિય જાતિ, આહારક સિવાયનાં ચાર શરીર અને બે અંગોપાંગ, શુભવર્ણચતુષ્ક,પરાઘાત, ઉવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, અગુરુલઘુ તથા ત્રણચતુષ્ક. તેમાં પણ આતપ, ઉદ્યોત અને ઔદારિક દ્વિક તિર્યંચગતિ સાથે જ વૈક્રિયદ્ધિક નરકગતિ સાથે જ અને શેષ પંદર પ્રકૃતિઓ બને ગતિ સાથે બંધમાં આવી શકે છે.
પ્રશ્ન-૩૨. અંતર્મુહૂર્તથી ઓછો બંધ કાળ જ ન હોય તેવી પ્રવૃતિઓ.કેટલી અને કઈ કઈ ?
ઉત્તર-૪૭ ધ્રુવબંધી, ચાર આયુષ્ય અને જિનનામ કુલ બાવન (પ૨).
પ્રશ્ન-૩૩. જેનો જઘન્યથી એક સમય બંધ હોય તેવી પ્રવૃતિઓ કેટલી અને કઈ કઈ ?
ઉત્તર–ચાર આયુષ્ય અને જિનનામ સિવાય શેષ અધ્રુવબંધી અડસઠ (૬૮).
પ્રશ્ન-૩૪. અધુવબંધી હોવા છતાં જે જઘન્યથી પણ સતત અંતર્મુહૂર્ત બંધાય જ એવી પ્રકૃતિઓ કેટલી અને કઈ કઈ?
ઉત્તર-ચાર આયુષ્ય અને જિનનામ કુલ પાંચ (૫).
પ્રશ્ન-૩૫. ક્ષપક સૂક્ષ્મસંપરાયને પણ જઘન્યથી જેનો ક્રિસ્થાનિક રસ બંધાય તેવી પ્રકૃતિઓ કઈ કઈ ?
ઉત્તર–કેવળજ્ઞાનાવરણ અને કેવળદર્શનાવરણ.