________________
પંચસંગ્રહ-૧
પ્રશ્ન—૧૮ ચક્ષુર્દર્શનાવરણીય, અવધિદ્ધિકાવરણ, અને મનઃપર્યવજ્ઞાનાવરણ દેશઘાતી કહેલ છે, પરંતુ તેઇન્દ્રિય સુધીના જીવોને ચક્ષુર્દર્શનાવરણ અને અવિધ તથા મનઃપર્યવજ્ઞાન વિનાના જીવોને શેષ ત્રણ આવરણો સ્વાવાર્ય ગુણનો સર્વથા ઘાત કરે છે તો આ ચારે પ્રકૃતિઓ દેશઘાતી કેમ કહેવાય ?
૩૯૨
ઉત્તર—જે પ્રકૃતિઓ પોતાનો ઉદય હોય ત્યાં સુધી સર્વજીવોને હંમેશાં સ્વાવાર્યગુણનો સર્વથા જ ઘાત કરે તે જ સર્વઘાતી કહેવાય છે પરંતુ જે પ્રકૃતિઓ પોતાના ઉદય કાળ સુધી કોઈક જીવોને સર્વથા અને કોઈક જીવોને દેશથી અથવા એક જ જીવને અમુક કાળે દેશથી પણ સ્વાવાર્ય ગુણનો ઘાત કરે છે તે દેશઘાતી કહેવાય છે. આ ચાર પ્રકૃતિઓ પણ આવી હોવાથી દેશઘાતી કહેલ છે.
પ્રશ્ન—૧૯. ઉપરોક્ત ચારે પ્રકૃતિઓ દેશઘાતી હોવા છતાંય અમુક જીવોના સ્વાવાર્ય ગુણોને સર્વથા કેમ હણે છે ?
ઉત્તર—દેશથાતી પ્રકૃતિઓના સ્પર્ધકો સર્વઘાતી અને દેશઘાતી એમ બે પ્રકારે કહેલ છે તેથી જ્યારે આ પ્રકૃતિઓના સર્વઘાતી રસસ્પર્ધકો ઉદયમાં આવે છે ત્યારે સ્વાવાર્ય ગુણને સર્વથા હણે છે અને જ્યારે અલ્પ રસવાળા દેશઘાતી સ્પર્ધકો ઉદયમાં આવે છે ત્યારે દેશથી હણે છે. પ્રશ્ન—૨૦. દેશઘાતી પ્રકૃતિઓના પણ સ્પર્ધકો સર્વઘાતી છે તો સર્વઘાતી અને દેશઘાતી પ્રકૃતિઓમાં તફાવત શું ?
ઉત્તર—દેશઘાતી પ્રકૃતિઓનાં એક સ્થાનિક રસસ્પર્ધ્વકો દેશઘાતી જ હોય છે અને દ્વિસ્થાનિક રસ સ્પર્ધકો મિશ્ર હોય છે. અને શેષ સર્વઘાતી જ હોય છે. છતાં આ પ્રકૃતિઓના
સર્વઘાતી સ્પર્ધકો પણ અપવર્તનાદિ દ્વારા હણાવાથી દેશઘાતી થાય છે. જ્યારે સર્વઘાતી પ્રકૃતિઓમાં એકસ્થાનિક રસસ્પર્ધકો સર્વથા હોતા જ નથી અને દ્વિસ્થાનિકાદિ સર્વસ્પર્ધકો સર્વઘાતી જ હોય છે. અપવર્તનાદિ દ્વારા હણાઈને જઘન્યથી દ્વિસ્થાનિક રસવાળા જે સ્પર્ધકો બને છે તે પણ સર્વઘાતી જ રહે છે પણ દેશઘાતી થતા નથી. દેશઘાતી અને સર્વઘાતી પ્રકૃતિઓમાં આ જ તફાવત છે.
પ્રશ્ન—૨૧. ચક્ષુ-અચક્ષુર્દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી સંપૂર્ણ દર્શનલબ્ધિની અપેક્ષાએ જે એક દેશરૂપ દર્શન ગુણ પ્રાપ્ત થાય છે તેને જ પાંચ નિદ્રાનો ઉદય હણે છે, તો તે નિદ્રાઓ સર્વઘાતી કેમ કહેવાય ?
ઉત્તર—જો કે ચક્ષુર્દર્શનાવરણીયાદિના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ દર્શન લબ્ધિ-સંપૂર્ણ દર્શન લબ્ધિના એક દેશ રૂપ છે પરંતુ નિદ્રાપંચક તેને સંપૂર્ણપણે જે હણે છે. અથવા સત્તામાં નિદ્રાપંચકના સર્વઘાતી જ રસસ્પદ્ધકો હોય છે. માટે તે સર્વઘાતી કહેલ છે.
પ્રશ્ન—૨૨. ક્ષયોપશમાનુવિદ્ધ અને શુદ્ધ એમ બન્ને પ્રકારના ઔદયિકભાવ કેટલી અને કઈ પ્રકૃતિમાં ઘટી શકે ?
ઉત્તર—અવિધ તથા મન:પર્યવ જ્ઞાનાવરણ, ચક્ષુ તથા અવધિદર્શનાવરણ, ચાર