________________
૩૯૦
પંચસંગ્રહ-૧
સંક્લિષ્ટ તીવ્રતમ કૃષ્ણલેશ્યાને ગોપવતાં તીવ્ર સંજ્વલન માયાના પરિણામથી પૂર્વે બંધાયેલ સ્ત્રીવેદની સ્થિતિ અને રસ વધારી બંધ વિના પણ તેને નિકાચિત કરેલ તેથી તેના જ ફળ સ્વરૂપે બને મુનિઓ બ્રાહ્મી અને સુંદરી રૂપે થયા માટે અહીં દોષ નથી. જુઓ આ જ દ્વારની મૂળટીકા ગા. ૩૬
પ્રશ્ન–૧૧. સર્વ જીવોને ત્રીજા ગુણઠાણે હંમેશાં મિશ્ર મોહનીયનો ઉદય હોય છે, છતાં મિશ્ર મોહનીયને ધ્રુવોદયી ન માનતાં અછુવોદયી કેમ કહી ?
ઉત્તર–ઉદયવિચ્છેદ કાળ સુધી જે નિરંતર ઉદયમાં હોય તે ધ્રુવોદયી કહેવાય છે. પરંતુ મિશ્ર મોહનીયનો ત્રીજા ગુણસ્થાનક સુધી નિરંતર ઉદય નથી. કારણ કે પહેલા-બીજા ગુણસ્થાનકે તેના ઉદયનો અભાવ છે. તેથી ઉદયવિચ્છેદ કાળ સુધી ઉદય અને ઉદયનો અભાવ એમ બન્ને હોવાથી તે અધુવોદયી છે.
પ્રશ્ન–૧૨. નિર્માણ આદિ નામકર્મની બાર પ્રકૃતિઓ ધ્રુવોદયી કહેલ છે તેથી તેરમા ગુણસ્થાનક સુધી સર્વ જીવોને હંમેશાં આ પ્રકૃતિઓનો ઉદય હોય એટલે કે વિગ્રહગતિમાં પણ તેઓનો ઉદય હોય, ત્યારે વિગ્રહગતિમાં જીવ તૈજસ-કાશ્મણ શરીર યુક્ત હોય છે. અને તે બંને શરીરો પૌગલિક હોવાથી વર્ણાદિ સહિત જ હોય છે તેથી ત્યાં (વિગ્રહગતિમાં) તૈજસ, કામણ તથા વર્ણચતુષ્કનો ઉદય ઘટી શકે, પરંતુ તે વખતે ઔદારિકાદિ ત્રણમાંથી એક પણ શરીર ન હોવાથી તે હોય ત્યારે જ જેનો ઉદય હોઈ શકે એવી નિર્માણ નામકર્મ વગેરે છ પ્રકૃતિઓનો ઉદય કેમ ઘટી શકે ?
ઉત્તર–જેમ સુષુપ્ત અવસ્થામાં અથવા એકાન્ત પ્રદેશમાં કેટલીક વાર કષાયોદય જીવને સ્પષ્ટ વિપાક બતાવી શકતો નથી છતાં નવમા ગુણસ્થાનક સુધી દરેક જીવોને કોઈ કોઈ બાદર કષાયનો ઉદય અવશ્ય હોય જ છે તેમ વિગ્રહગતિમાં નિર્માણ નામકર્મ આદિ ધ્રુવોદયી પ્રકૃતિઓનો ઉદય અવશ્ય હોય છે પરંતુ ઔદારિકાદિ પુદ્ગલ રૂપ નિમિત્તના અભાવે તે પ્રકૃતિઓ પોતાનો સ્પષ્ટ વિપાક બતાવી શકતી નથી. પણ ઉત્પત્તિસ્થાને ઔદારિકાદિ શરીરની રચના થતાં જ પોતાનું ફળ અવશ્ય બતાવે જ છે.
પ્રશ્ન-૧૩. કોઈપણ પ્રકૃતિઓના ઉદયાદિ થવામાં દ્રવ્યાદિ પાંચ હેતુઓ કેવી રીતે ઘટે છે તે કોઈ પણ એક પ્રકૃતિના દૃષ્ટાન્ત દ્વારા સમજાવો.
ઉત્તરદ્રવ્યથી દહીં, અડદ, ભેંસનું દૂધ તથા મદિરા આદિ દ્રવ્યો વાપરવાથી, ક્ષેત્રથી અનાર્યદેશ આદિ અયોગ્ય સ્થાનોમાં રહેવાથી, કાળથી મધ્યાહ્ન આદિ અયોગ્ય કાળે અધ્યયન કરવાથી, ભવથી તિર્યંચાદિ ભવથી અને ભાવથી રોગાદિ, અસ્થિર ચિત્ત અથવા અત્યંત વૃદ્ધત્વાદિની પ્રાપ્તિથી મતિ-શ્રુતજ્ઞાનાવરણીયાદિ કર્મનો તીવ્ર ઉદય થાય છે. તે જ પ્રમાણે બ્રાહ્મી, સારસ્વત ચૂર્ણ, બદામ વગેરેના સેવનરૂપ દ્રવ્ય હેતુથી, કાશી, સિદ્ધાચલજી આદિ રૂપ ક્ષેત્ર હેતુથી, પ્રાતઃકાળ વગેરે રૂપ કાળહેતુથી, મનુષ્યભવ વગેરે રૂપ ભવ અને આરોગ્ય, સ્થિરચિત્ત, બાલ્ય અથવા તરુણત્વાદિ અવસ્થા રૂપ ભાવહેતુથી તે બન્ને કર્મનો ક્ષયોપશમ થતો પણ જણાય છે.