________________
૩૯૩
તૃતીયદ્વાર-પ્રશ્નોત્તરી સંજવલન અને નવ નોકષાય આ સત્તર પ્રવૃતિઓમાં બન્ને પ્રકારનો ઔદયિક ભાવ ઘટી શકે છે.
પ્રશ્ન–૨૩. ઘાતકર્મોમાં એવી કઈ ઉત્તરપ્રકૃતિઓ છે કે જેનો ક્ષયોપશમ થઈ શકે જ નહિ ?
- ઉત્તર–કેવળજ્ઞાનાવરણીય, કેવળદર્શનાવરણીય અને પાંચ નિદ્રા આ સાત પ્રકૃતિઓનો ક્ષયોપશમ થઈ શકે જ નહિ.
પ્રશ્ન-૨૪. સર્વઘાતી અને દેશઘાતી પ્રકૃતિઓના ક્ષયોપશમમાં શું વિશેષતા છે?
ઉત્તર–સર્વઘાતી પ્રકૃતિઓનો ક્ષયોપશમ પોતાના રસોદય સાથે હોતો નથી, પરંતુ પ્રદેશોદય સાથે જ હોય છે. ત્યારે દેશઘાતી પ્રકૃતિઓનો ક્ષયોપશમ રસોદય સાથે હોય છે. એ વિશેષતા છે. '
પ્રશ્ન-૨૫. ઉદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓમાં અસાતવેદનીય વગેરે કેટલીક એવી પ્રવૃતિઓ છે કે જેઓનો ઉદય ન હોય ત્યારે પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, માટે અસતાવેદનીય વગેરે પ્રકૃતિઓને અનુદયબંધોસ્કૃષ્ટા પણ કેમ ન કહેવાય ? એ જ પ્રમાણે સમ્યક્વમોહનીય સિવાયની ઉદયસંક્રમોત્કૃષ્ટા મનુષ્યગતિ વગેરે પ્રવૃતિઓમાં પણ પોતાનો ઉદય ન હોય ત્યારે પોતાની સ્વજાતીય અન્ય પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. માટે મનુષ્યગતિ વગેરે અનુદયસંક્રમોત્કૃષ્ટા પણ કેમ ન કહેવાય ?
- ઉત્તર–જેનો ઉદય ન હોય તે અનુદયવતી પ્રવૃતિઓનું પ્રથમની ઉદયસ્થિતિમાં રહેલું દલિક તેના અનંતર પૂર્વ સમયે જ સ્વજાતીય ઉદયવતી પ્રવૃતિઓમાં તિબુક સંક્રમ દ્વારા સંક્રમી જાય છે, ત્યારે ઉદયવતી પ્રવૃતિઓનું પ્રથમસ્થિતિનું દલિક સ્વ સ્વરૂપે હાજર હોય છે. તેથી ઉદય વખતે બંધ અથવા અન્ય પ્રકૃતિઓના સંક્રમથી જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે તેના કરતાં તેનો ઉદય ન હોય ત્યારે પોતાના બંધથી અથવા અન્ય પ્રકૃતિના સંક્રમથી પણ એક સમય ન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે. તેથી અસાતા વેદનીય વગેરે અનુદય બંધાત્કૃષ્ટા અને મનુષ્યગતિ વગેરે અનુદય સંક્રમોત્કૃષ્ટા ન જ કહી શકાય. પરંતુ ઉદયબંધોત્કૃષ્ટા અને ઉદય સંક્રમોત્કૃષ્ટા જ કહેવાય.
પ્રશ્ન–૨૬. કઈ કર્મપ્રકૃતિ એવી છે કે જેનો વિપાક એકાન્ત શુભફળ જ આપનાર છે?
ઉત્તર તીર્થકર નામકર્મ
પ્રશ્ન-૨૭. હાસ્ય, રતિ, પુરુષવેદ અને સમ્યક્ત મોહનીય આ ચાર પ્રકૃતિઓને અહીં તેમજ નવતત્ત્વ વગેરેમાં અશુભ ગણાવી છે ત્યારે તત્ત્વાર્થાધિગમ સૂત્ર અ૮ સૂત્ર ૨૬માં શુભ ગણાવી છે, તો તેનું શું કારણ ?
ઉત્તર–આ હાસ્યાદિ પ્રકૃતિઓનો વિપાક પૌગલિક દૃષ્ટિએ જીવન આનંદદાયક હોવાથી તત્ત્વાર્થાધિગમસૂત્રમાં તે શુભ તરીકે ગણાવેલ હોય તેમ લાગે છે. પરંતુ તેઓનો વિપાક પૌગલિક દૃષ્ટિએ આનંદદાયક હોવા છતાં આત્માના ચારિત્ર અને સમ્યસ્વરૂપ ગુણનો ઘાત કરનાર હોવાથી અહીં તેમજ નવતત્ત્વાદિમાં તે અશુભ તરીકે ગણાવેલ લાગે છે. • પંચ ૧-૫૦