Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૭૭
તૃતીયદ્વાર-સારસંગ્રહ
દ્વિસ્થાનક રસસ્પÁકો મિશ્ર અને ત્રિસ્થાનક, ચતુઃસ્થાનક સઘળા રસસ્પÁકો સર્વઘાતી જ
હોય છે.
તથાપ્રકારના વિશુદ્ધ અધ્યવસાયના પ્રભાવથી દેશઘાતી પ્રકૃતિઓના જે સર્વઘાતી રસસ્પર્ધકો હણાયા છે અને અતિસ્નિગ્ધ એવા દેશઘાતી સ્પર્ધકો અલ્પ રસવાળા કરાયા છે તે સ્પર્ધકોનો ઉદય થાય ત્યારે જીવને અવધિ આદિ ગુણો પ્રગટ થાય છે.
રસસ્પર્ધકોનું સ્વરૂપ
અહીં કાષાયિક અધ્યવસાય દ્વારા ગ્રહણ કરાતા કર્મસ્કંધના પરમાણુઓમાં શુભાશુભ ફળ આપવાની જે શક્તિ ઉત્પન્ન થાય તે રસ કહેવાય છે.
રસના સ્પÁકો એકસ્થાનક, દ્વિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક એમ ચાર પ્રકારે હોય છે. ત્યાં શુભ પ્રકૃતિઓનો રસ શેરડી જેવો મધુર અને અશુભ પ્રકૃતિઓનો રસ કડવા તુંબડા જેવો હોય છે. ત્યાં શેરડી અને કડવા તુંબડાનો જે સહજ-સ્વાભાવિક રસ તે એકસ્થાનક રસ. તે એકક્શાનકરસ પણ તેમાં ઓછા-વધતા પ્રમાણમાં પાણી નાખવાથી અનેક પ્રકારે થાય છે. ઉપરોક્ત બન્ને પ્રકારના રસોને ઉકાળી અર્ધ બાળી નાખવાથી જેવો મધુર અગર કટુરસ થાય તે દ્વિસ્થાનક૨સ, એ % પ્રમાણે ઉકાળી બે ભાગ બાળી એક ભાગ રાખવાથી તેમજ ઉકાળી ત્રણ ભાગ બાળી એક ભાગ રાખવાથી જેવો રસ થાય તે અનુક્રમે ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક રસ કહેવાય છે.
એકસ્થાનકની જેમ દ્વિસ્થાનકાદિ રસના પણ અનેક ભેદો હોય છે, પરંતુ મુખ્ય દૃષ્ટિએ એકસ્થાનકાદિ ચાર વિભાગ બતાવવામાં આવ્યા છે.
એ જ પ્રમાણે કર્મસ્કંધોમાં પણ એકસ્થાનકાદિ ચાર પ્રકારનો રસ હોય છે અને તે દરેકના અનંતા ભેદો હોય છે.
એકસ્થાનકથી દ્વિસ્થાનકાદિ રસ અનુક્રમે અનંતગુણ હોય છે.
ત્યાં બંધ આશ્રયી ચાર જ્ઞાનાવરણ, ત્રણ દર્શનાવરણ, પાંચ અંતરાય, પુરુષવેદ અને ચાર સંજ્વલન આ સત્તર પ્રકૃતિઓનો એકસ્થાનકાદિ ચાર પ્રકારનો અને શેષ ૧૦૩ પ્રકૃતિઓનો દ્વિસ્થાનકાદિ ત્રણ પ્રકારનો રસ હોય છે.
વળી અશુભ પ્રકૃતિઓનો અનંતાનુબંધિ કષાયથી ચતુઃસ્થાનક, અપ્રત્યાખ્યાનીય કષાયથી ત્રિસ્થાનક તેમજ પ્રત્યાખ્યાનીય કષાયથી દ્વિસ્થાનક તેમજ સંજ્વલન કષાયથી પૂર્વોક્ત સત્તર અશુભ પ્રકૃતિઓનો દ્વિસ્થાનક અને એક સ્થાનક અને શેષ અશુભ પ્રકૃતિઓનો દ્વિસ્થાનક રસ બંધાય છે.
શુભ પ્રકૃતિઓનો અનંતાનુબંધિથી દ્વિસ્થાનક, અપ્રત્યાખ્યાનીયથી ત્રિસ્થાનક તેમજ પ્રત્યાખ્યાનીય તથા સંજ્વલન કષાયથી ચતુઃસ્થાનક૨સ બંધાય છે.
અશુભ પ્રકૃતિઓના એકસ્થાનક રસ બંધયોગ્ય વિશુદ્ધ અધ્યવસાયો અનિવૃત્તિકરણના
પંચ ૧-૪૮