Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૭૪
પંચસંગ્રહ-૧ ભયમોહનીયનો ઉદય થાય છે, માટે પુદ્ગલરૂપ હેતુને પામીને જ પોતાનો વિપાક બતાવે છે એવો નિયમ ન હોવાથી રતિ મોહનીય વગેરે પ્રકૃતિઓ જીવવિપાકી છે પણ પુદ્ગલવિપાકી નથી.
પ્રશ્ન—દેવાયુષ વગેરે ચાર પ્રકૃતિઓ દેવાદિ ભવ હેતુને પ્રાપ્ત કરી પોતાના વિપાકને બતાવે છે માટે ચાર આયુષ્ય જેમ ભવવિપાકી છે. તેમ દેવગતિ આદિ ચાર પ્રકૃતિઓ દેવાદિ ભવરૂપ હેતુને પામીને જ પોતાના વિપાકને બતાવે છે માટે આયુષ્યની જેમ દેવગતિ આદિ ચાર પ્રકૃતિઓ ભવવિપાકી કેમ નહિ?
ઉત્તર–દેવાદિ આયુષનો રસોદય અને પ્રદેશોદય એમ બંને પ્રકારનો ઉદય તે તે ભવમાં જ હોય છે, પરંતુ અન્ય ભવમાં નહિ, ત્યારે દેવગતિ નામકર્મનો પ્રદેશોદય અન્ય ભવમાં પણ હોય છે તેથી આયુષ્ય ભવવિપાકી હોવા છતાં ગતિઓ ભવવિપાકી નથી પરંતુ જીવવિપાકી છે.
પ્રશ્ન–જેમ દેવગતિનો પ્રદેશોદય અન્ય ભવમાં હોય છે તેમ દેવદિ આનુપૂર્વી નામકર્મનો પ્રદેશોદય પણ વિગ્રહગતિરૂપ ક્ષેત્ર સિવાય અન્ય સ્થળે હોય છે માટે ગતિઓની જેમ ચાર આનુપૂર્વીઓ પણ જીવવિપાકી કેમ નહિ ?
ઉત્તર–જેમ ચાર આનુપૂર્વીઓનો વિપાકોદય બતાવવામાં વિગ્રહગતિ રૂપ ક્ષેત્ર મુખ્ય કારણ છે તેમ ગતિઓનો વિપાક બતાવવામાં નથી માટે ચાર આનુપૂર્વીઓ ગતિઓની જેમ જીવવિપાકી નથી પરંતુ ક્ષેત્રવિપાકી છે.
પ્રશ્ન–સામાન્યથી સઘળી પ્રવૃતિઓ જીવરૂપ હેતુને પ્રાપ્ત કરી જીવને જ વિપાક બતાવે છે પરંતુ બીજા કોઈને નહિ. માટે સર્વ પ્રકૃતિઓ જીવવિપાકી જ માનીએ અને પુદગલાદિ વિપાકી ન માનીએ તો શું દોષ આવે ?
ઉત્તર–સામાન્યથી સર્વ પ્રકૃતિઓ તમારા કહેવા મુજબ જીવવિપાકી જ છે અને તેમ માનવામાં કોઈ દોષ નથી પરંતુ પુદ્ગલાદિ હેતુની મુખ્યતા માનીને અહીં પુગલવિપાકી આદિ ચાર પ્રકારે પ્રકૃતિઓ કહી છે.
અહીં પુદ્ગલવિપાકી પ્રકૃતિઓ ઔદયિકભાવે બતાવી તેથી પુદ્ગલવિપાકી પ્રકૃતિઓ જ ઔદયિકભાવે છે અને અન્ય પ્રકૃતિઓ નથી એમ સમજવાનું નથી કેમ કે સઘળી પ્રવૃતિઓ ઔદયિક ભાવે હોય છે તેમજ આ પ્રકૃતિઓનો ઔદયિકભાવ જ હોય છે એમ પણ સમજવાનું નથી, કારણ કે આ પ્રકૃતિઓ આગળ ઉપર ક્ષાયિક અને પરિણામિકભાવે બતાવશે એટલે અહીં ઔદયિક ભાવે છે એ વિશેષણ સામાન્યથી પુદ્ગલવિપાકી પ્રકૃતિઓનું સ્વરૂપ બતાવવા માટે જ ગ્રહણ કરેલ છે પણ બીજા કોઈ હેતુથી ગ્રહણ કરેલ નથી.
અહીં પ્રસંગથી કુલ ભાવો કેટલા છે અને ક્યા ભાવથી કયા કયા ગુણ પ્રગટ થાય તેમજ કયા ક્યા કર્મમાં કેટલા ભાવો હોય તે કહે છે.
બીજા દ્વારના આરંભમાં જણાવ્યા મુજબ કુલ પાંચ ભાવો છે. ઉપશમભાવથી સમજ્ય અને અરિત્ર એ બે ગુણો પ્રગટ થાય છે, ક્ષયોપશમભાવથી