Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર-સારસંગ્રહ
૩૭૩
જિનામ અને ચાર આયુ સિવાય શેષ અધુવસત્તાવાળી ૨૩ પ્રકૃતિઓ અને ચાર અનંતાનુબંધી કષાય આ ૨૭ પ્રકૃતિઓની શ્રેણિ વિના પણ ઉદ્ધલના થાય છે.
ક્ષપકશ્રેણિમાં અન્ય ૩૬ પ્રકૃતિઓની ઉદ્ધલના થાય છે.
જ્યાં ત્રિક હોય ત્યાં ગતિ, આનુપૂર્વી અને આયુષ એ ત્રણ પ્રકૃતિઓ અને જ્યાં દ્વિક હોય ત્યાં ગતિ અને આનુપૂર્વી એમ બે પ્રકૃતિઓ સમજવી.
વિપાક આશ્રયી હતુવિપાકી અને રસવિપાકી એમ બે પ્રકારે પ્રકૃતિઓ છે. આ બે પ્રકાર દ્વારગાથામાં સાક્ષાત્ બતાવ્યા નથી પરંતુ ગાથામાં ‘ા ય' એ પદમાં રહેલ વ શબ્દથી જણાવેલ છે.
જે પ્રકૃતિઓ હેતુને પ્રાપ્ત કરી વિપાકોદયને પ્રાપ્ત થાય છે તે પ્રકૃતિઓ હેતુવિપાકી કહેવાય છે. તે પુદ્ગલવિપાકી, ભવવિપાકી, ક્ષેત્રવિપાકી અને જીવવિપાકી એમ ચાર પ્રકારે છે,
જે પ્રકૃતિઓ પુદ્ગલરૂપ હેતુને પ્રાપ્ત કરી વિપાકને બતાવે છે તે પુગલવિપાકી છત્રીસ પ્રકૃતિઓ છે. જેમ શરીરનામકર્મ અને સંસ્થાનનામકર્માદિ પ્રકૃતિઓ ઔદારિકાદિ પુદ્ગલોને પ્રાપ્ત કરી તેમાં તેવાં તેવાં પરિણામ અને આકૃતિઓ આદિ કરવા દ્વારા વિપાકોદયમાં આવે છે તેથી તે સઘળી પ્રકૃતિઓ પુલવિપાકી છે.
જે પ્રકૃતિઓ દેવભવ આદિ હેતુને પ્રાપ્ત કરી પોતાના વિપાકને બતાવે તે ચાર આયુષ્ય ભવવિપાકી કહેવાય છે.
જે પ્રકૃતિઓ વિગ્રહગતિરૂપ ક્ષેત્ર હેતુને પ્રાપ્ત કરી પોતાના વિપાકને બતાવે તે ચાર આનુપૂર્વીઓ ક્ષેત્રવિપાકી છે.
જે પ્રકૃતિ જ્ઞાનાદિગુણોને ઉપઘાતાદિ કરવા દ્વારા સાક્ષાત્ જીવને જ પોતાનો વિપાક દેખાડે તે મતિજ્ઞાનાવરણીયાદિ ૭૬ અને ઉદયની અપેક્ષાએ સમ્યક્વમોહનીય તથા મિશ્ર મોહનીય સહિત ૭૮ પ્રકૃતિઓ જીવવિપાકી છે. જેમ જ્ઞાનાવરણીય જ્ઞાનગુણનો ઘાત કરવા દ્વારા, સાતા-અસતાવેદનીય સુખદુઃખ ઉત્પન્ન કરવા દ્વારા અને દેવગતિનામકર્મ દેવત્વ પર્યાય પ્રાપ્ત કરવા દ્વારા અને દાનાન્તરાયાદિ દાનાદિ લબ્ધિને હણવા દ્વારા સાક્ષાત્ જીવને જ પોતાનો વિપાક બતાવે છે માટે આ પ્રવૃતિઓ જીવવિપાકી જ છે.
પ્રશ્ન-રતિ-અરતિ મોહનીય જીવવિપાકી કહી હોવા છતાં ફૂલની માળા અને ચંદનાદિના વિલેપન દ્વારા રતિમોહનીયનો અને કંટક તથા અગ્નિ સ્પર્શ આદિથી અરતિ મોહનીયનો પણ ઉદય થાય છે, તે જ પ્રમાણે કર્કશ અને કઠોર શબ્દ રૂપ ભાષાનાં પુગલોને પામી ક્રોધ મોહનીયનો, વાઘ આદિ શિકારી પશુઓને જોઈ ભય મોહનીયાદિનો પણ ઉદય થાય છે તેથી આ રતિ મોહનીયાદિ પ્રકૃતિઓ પણ પુદ્ગલવિપાકી કેમ ન કહેવાય?
ઉત્તર–રતિમોહનીયાદિ પ્રકૃતિઓ તમોએ કહ્યા મુજબ પુદ્ગલને પ્રાપ્ત કરી પોતાનો વિપાક બતાવે છે એ વાત ખરી છે, પરંતુ પુદ્ગલરૂપ નિમિત્ત વિના પણ માત્ર પ્રિય-અપ્રિયના દર્શન-સ્મરણ શ્રવણાદિ દ્વારા રતિ અને અરતિ મોહનીયનો અને તે જ પ્રમાણે પોતાની તરફના પહેલાંના પ્રતિકૂળના વર્તનાદિના સ્મરણથી ક્રોધનો અને કેવળ મનની કલ્પનાથી પણ