Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
તૃતીયદ્વાર-સારસંગ્રહ
૩૬૯
કોઈકને જ બંધાય છે, સાતમાદિ ગુણસ્થાનકે અપ્રમત્ત ચારિત્રરૂપ સામાન્ય બંધહેતુ હોવા છતાં આહારકદ્વિક કોઈક જ બાંધે છે, કષાયરૂપ સામાન્ય બંધહેતુ હોવા છતાં આઠમા ગુણસ્થાનક સુધી પરાઘાત અને ઉચ્છ્વાસ નામકર્મ પર્યાપ્ત નામકર્મ સાથે જ બંધાય પણ અપર્યાપ્ત નામકર્મ સાથે ન બંધાય, અવિરતિરૂપ સામાન્ય બંધહેતુ હોવા છતાં ઉદ્યોત નામકર્મ બીજા ગુણસ્થાનક સુધી તિર્યંચગતિ નામકર્મ સાથે જ બંધાય પણ અન્ય ગતિઓ સાથે ન બંધાય.
પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વ રૂપ સામાન્ય બંધહેતુ હોવા છતાં આતપ નામકર્મ એકેન્દ્રિય જાતિ નામકર્મ સાથે બંધાય પણ દ્વીન્દ્રિયાદિ જાતિ સાથે ન બંધાય માટે આ સાત પ્રકૃતિઓ અવબંધી છે અને શેષ છાસઠ પ્રકૃતિઓ પરસ્પર વિરોધી હોવાથી સમકાલે સર્વ બંધાતી નથી માટે અધ્રુવબંધી છે.
સામાન્યથી સર્વ કર્મપ્રકૃતિઓના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ આદિમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એમ સમુદાયપણે પાંચ હેતુઓ હોય છે, જેમ ચંદનાદિના વિલેપનથી અને પુષ્પમાળાદિના સ્પર્શથી સાતાનો, સર્પ, કંટક આદિના સ્પર્શથી અસાતાનો ઉદય થાય છે એ જ પ્રમાણે ક્ષેત્ર આશ્રયી-શરીરવાળી વ્યક્તિને આબુ, સીમલા આદિ ઠંડા ક્ષેત્રમાં અસાતાનો, બેઝવાડા, મદ્રાસ આદિ ઉષ્ણ ક્ષેત્રમાં સાતાનો ઉદય, એ જ પ્રમાણે કાળ આશ્રયી એ જીવને ઉનાળામાં સાતાનો અને શિયાળામાં અસાતાનો ઉદય થાય છે તેમજ ભાવઆશ્રયી દેવાદિમાં સાતાનો અને નરકાદિ ભવમાં અસાતાનો ઉદય થાય છે અને ભાવઆશ્રયી વૃદ્ધાવસ્થામાં ઘણું કરીને અસાતાનો અને યુવાવસ્થામાં ઘણું કરીને સાતાનો ઉદય થાય છે. એ જ પ્રમાણે અન્ય પ્રકૃતિઓના ઉદયમાં અને સર્વપ્રકૃતિઓના ક્ષયાદિમાં કારણો સ્વયં વિચારવાં, ગ્રંથવિસ્તારના ભયથી અહીં બતાવેલ નથી.
જે પ્રકૃતિઓનો જે ગુણસ્થાનક સુધી ઉદય બતાવેલ છે તે તે પ્રકૃતિઓનો તે તે ગુણસ્થાનક સુધી સર્વ જીવોને નિરંતર ઉદય હોય તે ધ્રુવોદયી ૨૭ પ્રકૃતિઓ છે.
ત્યાં મિથ્યાત્વ મોહનીય મિથ્યાત્વ ગુણઠાણે, પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ ચૌદનો બારમા ગુણસ્થાનક સુધી, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ, તૈજસ, કાર્મણ અને વર્ણચતુ નામકર્મની આ બાર પ્રકૃતિઓનો તેરમા ગુણસ્થાનક સુધી સર્વ જીવોને હંમેશાં ઉદય હોય છે માટે ધ્રુવોદયી છે. જ્યાં જ્યાં નામકર્મની ધ્રુવોદયી પ્રકૃતિઓ લખી હોય ત્યાં આ બાર જ સમજવી.
જે પ્રકૃતિઓનો જે ગુણસ્થાનક સુધી ઉદય કહે છે તે તે પ્રકૃતિઓ તે તે ગુણસ્થાનક સુધી કોઈ જીવને ઉદયમાં હોય અને કોઈક જીવને ઉદય ન હોય અથવા એક જ જીવને અમુક કાળે ઉદયમાં હોય અને અમુક કાળે ઉદયમાં ન હોય તે અવોદયી પંચાણું પ્રકૃતિઓ છે. જેમ દેવને દેવગતિનો ઉદય હોય છે પણ મનુષ્યને તેનો ઉદય નથી હોતો માટે દેવગત્યાદિ કેટલીક પ્રકૃતિઓ એવી છે કે અમુક જીવને ઉદયમાં હોય છે અને અમુક જીવને ઉદયમાં નથી હોતી ત્યારે સાતા
સમજવાના છે અને સમ્યક્ત્વ તથા ચારિત્ર વિશિષ્ટ તથા તથા પ્રકારનો કષાયોદય એ મુખ્ય હેતુ છે એમ સમજવાનું છે. પંચ૰૧-૪૭