________________
૩૬૨
પંચસંગ્રહ-૧
બન્ને બાજુ મર્કટબંધની જેમ બે હાડકાંઓના છેડા એકબીજામાં મેળવેલા હોય તે નારાચ, અને તે બન્ને હાડકાંઓ ઉપર પાટાના આકારવાળું ત્રીજું હાડકું વીંટળાયેલું હોય તે ઋષભ, તેની ઉપર તે ત્રણેને ભેદનાર ખીલી રૂપ હાડકું બેસાડેલું હોય અને જેવી મજબૂતાઈ થાય તેવાં મજબૂત હાડકાનો બાંધો જે કર્મના ઉદયથી થાય તે વજઋષભનારાચ સંઘયણ નામકર્મ.
જે કર્મના ઉદયથી ત્રણ હાડકાંને ભેદનાર ખીલી વિના પૂર્વે કહેલ હાડકાંની જેવી મજબૂતાઈ થાય તેવો હાડકાંનો બાંધો થાય તે ઋષભનારા સંઘયણ નામકર્મ.
જે કર્મના ઉદયથી માત્ર બે બાજુ મર્કટબંધ કરેલ હાડકાંની મજબૂતાઈ જેવી હાડકાંઓની રચનાવિશેષ થાય તે નારાય સંઘયણ નામકર્મ.
જે કર્મના ઉદયથી એકબાજુ મર્કટબંધ અને એકબાજુ માત્ર ખીલી મારેલ હાડકાની મજબૂતાઈ જેવી હાડકાંઓની રચનાવિશેષ થાય તે અર્ધનારાચ સંઘયણ નામકર્મ. તા
જે કર્મના ઉદયથી માત્ર ખીલી મારેલ હાડકાંની મજબૂતાઈ જેવી હાડકાંની રચના થાય તે કાલિકા.
જે કર્મના ઉદયથી હાડકાંના પર્યન્ત ભાગ માત્ર સ્પર્શીને જ રહેલાં હોય અથવા જે તૈલાદિના મર્દન વગેરેની અપેક્ષા રાખે તેવી હાડકાંઓની રચનાવિશેષ થાય તે છેદસ્કૃષ્ટ અથવા સેવાર્ત સંઘયણ નામકર્મ કહેવાય છે.
જે કર્મના ઉદયથી ઔદારિકાદિ શરીરમાં જુદા જુદા પ્રકારના વિશેષ આકારો થાય તે સંસ્થાન નામકર્મ છ પ્રકારે છે.
જે કર્મના ઉદયથી શરીરના સર્વ અવયવો અથવા ચારે ખૂણાના વિભાગો સામુદ્રિક શાસ્ત્રમાં કહેલાં સંપૂર્ણ લક્ષણોથી યુક્ત પ્રાપ્ત થાય તે સમચતુરગ્નસંસ્થાન નામકર્મ.
જે કર્મના ઉદયથી નાભિથી સુધીના સર્વ અવયવો વટવૃક્ષની જેમ વિશાળ એટલે સામુદ્રિકશાસ્ત્રમાં કહેલ સર્વ લક્ષણોથી યુક્ત થાય અને નાભિથી નીચેના અવયવો તેવા ન થાય તે ન્યઝોધપરિમંડલ સંસ્થાન નામકર્મ છે.
જે કર્મના ઉદયથી પગથી નાભિ સુધીના અવયવો સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ સર્વ લક્ષણોથી યુક્ત પ્રાપ્ત થાય પણ નાભિની ઉપરના અવયવો તેવા ન થાય તે સાદિ અથવા સાચી સંસ્થાન નામકર્મ.
જે કર્મના ઉદયથી મસ્તક, ગ્રીવા તથા હસ્ત-પાદાદિ અવયવો પ્રમાણયુક્ત થાય અને છાતી વગેરે શેષ અવયવો તેવા ન થાય તે કુજ સંસ્થાન નામકર્મ.
જે કર્મના ઉદયથી છાતી-ઉદર આદિ અવયવો પ્રમાણ અને લક્ષણયુક્ત હોય અને મસ્તકાદિ અવયવો તેવા ન થાય તે વામન સંસ્થાન.
અહીં કેટલાક આચાર્યો કુન્જ અને વામનની વ્યાખ્યા ઊલટા-સૂલટી કરે છે.
જે કર્મના ઉદયથી શરીરના સર્વ અવયવો પ્રમાણ અને લક્ષણોથી રહિત પ્રાપ્ત થાય તે હુંડક સંસ્થાન નામકર્મ.